માર્કેટ એક્સપર્ટ સુદીપ બંદોપાધ્યાયે ટોપ પિક હેઠળ 'વોલ્ટાસ'નો શેર પસંદ કર્યો છે, અને આમાં 1 વર્ષના સમયગાળાને ધ્યાનમાં રાખી ખરીદવાની સલાહ આપવામાં આવી છે. તેમનું માનવું છે કે, 1 વર્ષના સમયગાળામાં વોલ્ટાસના શેરમાં 700 રૂપિયા સુધીનો ભાવ પહોંચે તેવું જોવા મળી રહ્યું છે. હાલમાં વોલ્ટાસનો શેર 540 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે.
સુદીપ બંધોપાધ્યાયે જણાવ્યું કે, એસીના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. સાથે ઈંવર્ટર એસીનું વેચાણ પણ વધ્યું છે, એવામાં વોલ્ટાસને આનો ફાયદો જરૂર મળશે. એસી માર્કેટમાં કંપનીનો શેર વધ્યો છે.
ખાસકરીને નોર્થ ઈન્ડીયામાં કંપની માર્કેટ વધ્યું છે. ગુજરાત અને પૂર્વોત્તર ભારતમાં પણ માર્કેટ શેરમાં વધારો જોવા મળ્યો છે. કંપનીનું ઈન્કમટેક્ષ લેવલ પણ વધી રહ્યું છે. કંપનીના પ્રોડક્ટની ક્વોલીટી સારી છે. જેથી વોલ્ટાસમાં લાંબા સમય માટે રોકાણ કરવાથી ફાયદો થઈ શકે છે.
આ બાજુ ગોલ્ડમેન સેક્સે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ખરીદવાની સલાહ આપી છે. ગોલ્ડમેન સેક્સે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ માટે 1340 રૂપિયાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે ક્રેડિટ સુઈસે આઉટપર ફોર્મ રેટિંગ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પર કવરેજ શરૂ કરી દીધુ છે. ક્રેડિટ સુઈઝે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ માટે રૂ. 1180નું લક્ષ્ય નક્કી કર્યું છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર