Sucess Story: 300 રૂ. ઉધાર લઇને બિસ્કીટ બનાવનારા 'રજની' આજે છે કરોડોના આયામી

રજની બેક્ટર

  • Share this:
    ઉત્તર ભારતમાં રહેલા લોકો ક્રિમીકા બિસ્કીટ્સ અને ઇંગ્લિશ ઓવન બેકરી પ્રોડક્ટ્સ વિશે ચોક્કસ જાણતા જ હશે. પણ એટલા લોકો રજની બેક્ટરને નહીં જાણતા હોય જેમણે પોતાના ઘરના પાછળના ભાગમાં શરૂ કરેલી નાનકડી આઇસક્રીમની દુકાનને ભારતની ખુબજ જાણીતી બેકરી બ્રાંડમાંની એક બનાવી દીધી. 60 દેશોમાં તેઓ પોતાની ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ કરે છે. કરાંચીમાં જન્મેલા રજની પાર્ટિશન વખતે પંજાબના લુધિયાણા આવ્યા હતા અને અને પોતાના રસોડામાં તેમણે બિસ્કીટ બનાવવાનું શરૂ કર્યું.

    17મી ડિસેમ્બરે બહાર પડેલા તેમના કંપનીના IPOએ 40,000 કરોડની બીડ્સ મેળવી જેની બજાર કિંમત 540 કરોડ છે. તેમની કંપની હવે ભારતીય બજારોમાં પોતાનો વિસ્તાર વધારવા માગે છે. ફક્ત બિસ્કીટ્સ જ નહીં બેક્ટર બર્ગર કિંગ અને મેકડોનાલ્ડ્સ જેવી જાણીતી ફૂડ ચેઈન્સના સપ્લાયર પણ છે.

    17 વર્ષની ઉંમરે લગ્ન થયા

    રજની પાર્ટીશન વખતે પંજાબના લુધિયાણા આવ્યા બાદ 17 વર્ષની ઉંમરે તેમના લગ્ન થયા. ત્રણ દીકરાઓને બોર્ડિંગ સ્કૂલ મોકલ્યા બાદ બેક્ટરે પંજાબ કૃષિ યુનિવર્સિટીમાં કોર્સ શરૂ કરવાનું શરૂ કર્યું. કૂક અને બેકર તેઓ પહેલેથી જ હતા બેક્ટરની આઇસક્રીમ અને કેક જલ્દી જ તેમના મિત્રવર્તુળમાં ફેવરેટ બની ગઇ અને ઓવન ખરીદવા તેમણે 300 રૂપિયા ઉધાર લેવા તેમને પ્રોત્સાહન મળ્યું. આવી રીતે 300 રૂપિયાના ઓવન સાથે આ સફર શરૂ થઈ. 1978માં જ્યારે બેક્ટરની બેકરીએ લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનું શરૂ કર્યું ત્યારે બેક્ટરના પરિવારે તેમને આઇસક્રીમ બનાવવાનું યુનિટ સ્થાપવા 20,000 રૂપિયાની લોન આપી. બેક્ટરે ક્રિમિકા નામ પસંદ કર્યું જેનો હીન્દીમાં અર્થ થાય છે ‘ક્રીમ કા’ એટલે કે ક્રીમથી બનેલું.

    અમદાવાદ : 'પગાર નહી આપું, બહેનને ઉઠાવી જઇશ,' કહી બોસના ભાઇએ અનેકવાર આચર્યું દુષ્કર્મ

    નાનકડી બેકરી સમગ્ર દેશમાં જાણીતી થવા લાગી

    90ના દાયકામાં ભારતની ઇકોનોમીના થયેલા વિકાસનો લાભ ક્રિમિકાને પણ મળ્યો. અને તેમની નાનકડી બેકરી સમગ્ર દેશમાં જાણીતી થવા લાગી. તેમની કંપની બન્સ, બિસ્કીટ્સ, બ્રેડ્સ અને સોસિસ બનાવતી હતી. 1995માં તેમને ફાસ્ટફૂડ ચેઇન મેકડોનાલ્ડ્સને બન્સ સપ્લાય કરવાની ડીલ કરી. બેક્ટરની ક્રિમિકાએ 2006માં 100 કરોડનો બિઝનેસ કર્યો. 2011-12માં તેમનું વાર્ષિક વેચાણ 650 કરોડ સુધી પહોંચી ગયું. આજે લુધિયાણા સ્થિત આ કંપની બર્ગર કિંગ, પીઝા હટ, પાપા જોન્સ અને ઈન્ડિયન રેલ્વેને બ્રેડ, પિઝા બેઝ, સોસ અને બીજી ફૂડ આઇટમ્સ સપ્લાય કરે છે.

    સાબરમતી રિવરફ્રન્ટથી SOU વચ્ચે સી પ્લેન 27મી ડિસેમ્બરથી ફરીથી થશે શરૂ, જાણો બુકિંગ ક્યારથી થશે?

    રજની બેક્ટરની સફળતા એવી હજારો ભારતીય મહિલાઓ માટે પ્રેરણા છે જેમને પોતાનો ફૂડ બિઝનેસ શરૂ કરવાનું સપનું જોયું છે. યોગ્ય સ્કીલ અને પેશન હોય તો સ્ટાર્ટઅપ માટે તમારા ઘરનો વરંડો પણ શ્રેષ્ઠ સ્થળ છે.
    Published by:Kaushal Pancholi
    First published: