Home /News /business /Successful Farmer: બેંકની નોકરી છોડીને ખેતી શરુ કરી, આજે કરે છે વર્ષે 20 લાખની કમાણી
Successful Farmer: બેંકની નોકરી છોડીને ખેતી શરુ કરી, આજે કરે છે વર્ષે 20 લાખની કમાણી
બેંકમાં કેશિયરની નોકરી કરતા દેવાનંદ આજે આ ખેતીથી દર વર્ષે રૂ.20 લાખ કમાઈ રહ્યા છે.
પિતાના મૃત્યુ બાદ બેન્કની નોકરી છોડીને મેન્થાની ખેતી શરુ કરી. આ વિસ્તારમાં દેવાનંદ સિંહ અન્ય માટે અર્પણ પ્રેરણારૂપ બન્યા છે. મેન્થા તેલના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે.
Successful Farmer Story: ઘણીવાર વ્યક્તિ પોતાના વિચારને લઈને કંઈક અલગ કરી સંઘર્ષનો રસ્તો પસંદ કરતા હોય છે અને અંતમાં સફળતા પણ મેળવતા હોય છે. આવીજ કંઈક વાત અમે તમને કરવા જઈ રહ્યા છીએ. પટનાથી 35કિ.મી. દૂર બેનીપુર ગામમાં દેવાનંદ સિંહએ ખેતી કરવા પોતાની નોકરી છોડી દીધી હતી અને મેન્થાની ખેતી કરી. બેંકમાં કેશિયરની નોકરી કરતા દેવાનંદ આજે આ ખેતીથી દર વર્ષે રૂ.20 લાખ કમાઈ રહ્યા છે. આ પહેલા તેમને લખનૌના સેન્ટ્રલ મેડિસિન રિસર્ચ સેન્ટરથી ટ્રેનિંગ લીધી હતી. પોતાના પિતાશ્રીના દુઃખદ અવસાન પછી તેમણે બેન્કની નોકરી છોડીને ખેતીની શરૂઆત કરી હતી.
ગામડે પોતાની 8 એકર એકર જમીનમાં ખેતી કરીને આ વ્યક્તિ વાર્ષિક 20 લાખની કમાણી કરે છે. બેન્કની નોકરી છોડીને ખેતી કરનાર આ ખેડૂત અન્ય માટે પ્રેરણારૂપ બન્યા છે. મેન્થાની ખેતી કરીને તેના પાંદડામાંથી તેલ બનાવવામાં આવે છે. આ તેલનો ઉપયોગ પરફ્યુમ અને દવાઓમાં કરવામાં આવે છે. બજારમાં આ તેલનો ભાવ રૂ.1000 થી 1500 પ્રતિ કિલો હોય છે.
મેન્થાની ખેતીની સાથેજ દેવાનંદએ પોતાના ઘરે જ તેલ કાઢવાનું મશીન લઇ રાખ્યું છે. હવે તે પોતે જ તેલને સીધું માર્કેટમાં વહેંચે છે. તેના અંદાજ મુજબ એક એકરમાં ખેતીથી 60 લીટર તેલ કાઢી શકાય છે.
આ ખેડૂતના અભ્યાશની જો વાત કરીએ તો તેમણે રાજસ્થાનથી ડિપ્લોમા સિવિલનો કોર્સ કરેલો છે. ત્યારબાદ તે તરતજ પિતા સાથે ખેતીમાં લાગ્યા હતા. દેવાનંદ સિંહએ ગામના લોકોને પણ આધુનિક ખેતીની પ્રેરણા આપી છે. આસપાસના ક્ષેત્રમાં તેઓ ઘણા લોકપ્રિય બન્યા છે અને લોકો તેની પાસે આવીને આ ખેતી વિષે અને તેલ કાઢવાની રીત વિષે શીખી રહ્યા છે.
ભારત વિશ્વમાં પ્રથમ
ભારત મેન્થા તેલ ક્ષેત્રે વિશ્વમાં પ્રથમ ઉત્પાદક અને નિકાસક દેશ છે. જેની ખેતી મુખ્યત્વે ઉત્તર પ્રદેશમાં કરવામાં આવે છે. ભારતમાં મેન્થા તેલના મોટા બજારોમાં ચંદૌસી, સંભલ અને બારાબંકીનો સમાવેશ થાય છે. ભારતમાં મેન્થા તેલનો વેપાર સંભલના નામથી ઓળખાય છે.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર