મોટો પગાર છોડી પિતાની કરિયાણાની દુકાનની કરી કાયાપલટ, સ્ટાર્ટઅપથી થઇ રહી 5 કરોડની કમાણી

મોટો પગાર છોડી પિતાની કરિયાણાની દુકાનની કરી કાયાપલટ, સ્ટાર્ટઅપથી થઇ રહી 5 કરોડની કમાણી
કિરાણા સ્ટોર્સ સ્ટાર્ટઅપ

વૈભવે ફરી એક વર્ષમાં આ નોકરી છોડી અને પિતાની કરિયાણાની દુકાનની કાયાકલ્પ શરૂ કર્યું. 2018 સુધીમાં તેણે આ સ્ટોરમાં ઘણા ફેરફારો કર્યા.

 • Share this:
  સમયની ગતિએ ચાલતા રહેવું પડે છે. ઘર હોય, સમાજ હોયે કે પછી ધંધો વેપાર હોય. સમય જ બળવાન છે અને તેને અનુસરીને બદલાઈને આગળ વધવાથી સફળતા સામે ચાલીને આપણી પાસે આવે છે, આવું જ એક ઉદાહરણ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં રહેતા સંજય અગ્રવાલ અને તેના પુત્રએ પુરૂં પાડ્યું છે.

  આશરે 14 વર્ષ પહેલાં 2006માં સંજય અગ્રવાલે તેની 10X20 ચોરસ ફૂટની કરિયાણાની દુકાનને 1,500 ચોરસ ફૂટમાં વધારવાનો નિર્ણય કર્યો હતો. જોકે આ અપગ્રેડ કર્યા પછી પણ તેના બિઝનેસમાં કોઈ ખાસ વધારો થયો નહોતો. સંજયના પુત્ર વૈભવ અગ્રવાલે જોયું કે આટલી મહેનત પછી પણ તેમના પિતા ન તો પૂરતો નફો મેળવી શક્યા, ન તો તેમનો ધંધો આગળ ચલાવી શક્યા. ખોટ, મૂડીનો અભાવ અને ઓછા રોકાણને કારણે કારોબાર દિવસે-દિવસે નબળો પડતો ગયો.  પિતાના આ સંઘર્ષને જોઈ 31 વર્ષના વૈભવે તેમની મદદ શરૂ કરી. જોતજોતામાં વૈભવે આજદિન સુધી એક ડઝન શહેરોમાં 100થી વધુ કરિયાણાની દુકાનની કાયાકલ્પ કરી. વૈભવના આ વૈભવી સ્ટાર્ટઅપનું નામ છે- The Kirana Store (ધ કિરાના સ્ટોર). શરૂઆતના આ બે વર્ષમાં જ તેણે લગભગ 5 કરોડની આવક કરી છે.

  આ પણ વાંચો - ક્રેડિટ કાર્ડ પર લોન લેવા માંગો છો? આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો

  કઈ રીતે થઈ Kirana Storeની શરૂઆત ?

  વૈભવ કહે છે કે ઘરમાં પૈસા કમાનાર એકલા તેમના પિતા જ હતા. તેઓ સહારનપુરમાં 'કમલા સ્ટોર' નામે કરિયાણાની દુકાન ચલાવતા હતા. 2013માં એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા પછી વૈભવે તેના પિતા સાથે કેટલાક મહિના માટે સ્ટોર પર જ કામ કર્યું અને તે પછી કેમ્પસ પ્લેસમેન્ટ થકી મૈસુર સ્થિત એક મલ્ટિનેશનલ કંપનીમાં જોબ ઓફર મળી. મૈસુરના રીટેલ બજારનો અનુભવ તેમના માટે સંપૂર્ણપણે નવો સાબિત થયો. કામના સંબંધમાં અહીં રહેતા વૈભવને જાણવા મળ્યું કે અહીં સ્માર્ટ સ્ટોર્સ છે. આ સ્ટોર્સમાં ખૂબ જ જુદા-જુદા ઉત્પાદનનું મિશ્રણ અને એક અલગ જ ચેન સિસ્ટમ્સ છે.

  MNC કંપની છોડીને 10,000ની જોબ શરૂ કરી

  એક રીટેલ સ્ટોર્સ પર ખરીદી કર્યા પછી તેને એક વિચાર આવ્યો કે તે કેવી રીતે તેના પિતાના સ્ટોરમાં સુધારો કરી શકે છે. એક વર્ષ સુધી આ સ્ટોર્સ વિશે શીખ્યા અને માહિતી મેળવ્યા પછી વૈભવે વૈભવી નોકરી છોડીને 2014માં તે સહારનપુરની રિટેલ કંપનીમાં 10,000 રૂપિયાના પગારથી સેલ્સ મેનેજરની નોકરીએ લાગ્યો.

  આ પણ વાંચો - SpiceJetએ શરૂ કરી 26 ડોમેસ્ટિક ફ્લાઈટ, અમદાવાદથી પણ અનેક ફ્લાઈટો શરૂ

  આ જોબ દરમિયાન અને અગાઉના અનુભવથી તે શીખ્યો હતો કે પ્રોડકટ મિક્સ શું છે. તેણે જોયું કે દર 1 કિલોમીટરમાં પ્રોડકટ રેન્જ, પ્રોડ્કટ ક્વોલિટી અને પ્રેઝનટેન્શનથી લઈને પેકેજીંગ સુધી બધું જ અલગ-અલગ હોય છે. આ બધું જોયા પછી વૈભવના મનમાં ઘણા પ્રકારના ધંધાકીય વિચારો આવવા લાગ્યા, પરંતુ તે ફરી એક વાર નોકરી છોડી દેવાના મૂડમાં નહોતો.

  અભ્યાસ અને કાર્યના અનુભવથી રિટેલ સ્ટોરના પાઠ શીખ્યા

  2014-15માં સ્ટાર્ટઅપ ઉદ્યોગમાં તેજી આવી હતી, પરંતુ તેને આ વિશે કંઈપણ ખબર નહોતી. સમગ્ર કોન્સેપ્ટ સમજવા વૈભવે દિલ્હીમાં બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર્સ કરવાનું નક્કી કર્યું. અહીં વિદ્વાનો અને શિક્ષકોની સહાયથી તેમણે તેમના વિચારોને આકાર આપવામાં મદદ મળી. કરિયાણાના છૂટક બજાર અને અસંગઠિત ક્ષેત્રને લગતી અન્ય ઘણી બાબતો વિશે તે અગાઉથી જાણતા હતા. 2017માં માસ્ટર ડિગ્રી પૂર્ણ કર્યા પછી તેણે દિલ્હીની એફએમસીજી કંપનીમાં કામ શરૂ કર્યું. આ નોકરી સાથે તેમણે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત 6 રાજ્યોમાં છૂટક બજાર વિશે માહિતી મેળવી. આ નોકરીમાં દરેક બારીકી તેણે જાતે સમજી અને રીપોર્ટો તૈયાર કર્યા.

  આ પણ વાંચો - Valentine Day : આ રીતે શરૂ કરો જીવનસાથી સાથે ભવિષ્યનું નાણાંકીય આયોજન, આર્થિક મુશ્કેલી દુર જ રહેશે

  સૌથી પહેલાં ઘરેથી કરી શરુઆત 

  વૈભવે ફરી એક વર્ષમાં આ નોકરી છોડી અને પિતાની કરિયાણાની દુકાનની કાયાકલ્પ શરૂ કર્યું. 2018 સુધીમાં તેણે આ સ્ટોરમાં ઘણા ફેરફારો કર્યા. તેમણે આ સ્ટોરમાં ઉત્પાદનો રાખવાની રીત બદલી, ખોટનો સોદો કરતા પ્રોડકટ દુર કર્યા, પ્રેઝન્ટેશન ગ્રાહકોને ગમે તે અનુસાર રાખ્યું, આકર્ષણ ઉભું કર્યું. તેમણે પ્રોડક્ટના સેલિંગ અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ વિશેની માહિતી એકત્ર કરવા માટે સોફ્ટવેરની રચના પણ કરી.

  નાના શહેરોમાં 100 સ્ટોર્સમાં ફેરફાર

  વર્ડ ટૂ માઉથ(Word to Mouth) થકી તેમણે પોતાના સ્ટોરની કાયાકલ્પ સ્ટોરી લોકો સુધી પહોંચાડી. તેમનો સ્ટોર જોઈને એક વેપારીએ તે જ રીતે તેમનો સ્ટોર બદલવાની વિનંતી કરી. ડિજિટલ માર્કેટિંગ પર થોડો વધારે ભાર મૂક્યા પછી, કેટલાક વધુ લોકોએ તેમનો સ્ટોર બદલવા કહ્યું. આ રીતે વૈભવે પોતાની નવી ઈનિંગ શરૂ કરી.

  વૈભવ કહે છે કે જાન્યુઆરી 2021 સુધીમાં તેમણે લગભગ 12 શહેરોમાં 100થી વધુ સ્ટોર્સની તસવીર બદલી નાખી છે. આમાંના મોટા ભાગના ટીયર-2 અને ટીયર-3 શહેરોના સ્ટોર્સ છે. તેમણે પોતના અનુભવને ટાંકીને કહ્યું કે લોકો કરિયાણાના વ્યવસાયમાં પરિવર્તન લાવવા માટે તૈયાર છે, પરંતુ તેમને આવી સુધારાત્મક સેવાઓ મળતી નથી, જેના દ્વારા તેમને માર્ગદર્શન મેળવી શકે. મોટાભાગે કરિયાણાની દુકાન દાદા અથવા પિતાના યુગની છે. તેઓ સમય અને બદલાતા બજાર સાથે બદલાયા નથી.

  નવા સ્ટોર માટે પણ કામ કરે છે સ્ટાર્ટઅપ?

  વૈભવનું સ્ટાર્ટઅપ માત્ર જુના સ્ટોર બદલવાનું જ કામ નથી કરતું. તે શરૂઆતથી જ એક નવા સ્ટોર સમય, માંગ અને જરૂરિયાત અનુસાર બનાવવામાં અને બદલાવવામાં મદદ કરે છે. તેઓ ફી ઉપરાંત, તેઓ સોફ્ટવેર અને એનાલિટિક્સની સુવિધા પણ આપે છે, જેના માટે દરેક સ્ટોરમાંથી દર મહિને 1000 રૂપિયા ફીસ લે છે. એનાલિટીક્સ રિપોર્ટ દર 15 દિવસે ઈશ્યુ કરવામાં આવે છે, જેથી દુકાનદાર તેની દુકાનમાં જરૂરી ફેરફારો કરી શકે.

  સ્ટાર્ટઅપની સામે સૌથી મોટો પડકાર શું છે ?

  નાણાકીય વર્ષ 2019-20માં આ સ્ટાર્ટઅપે 1 કરોડની આવક કરી હતી. માર્ચ 2020-21 સુધીમાં તે વધીને 5 કરોડ થવાની ધારણા છે. વૈભવ કહે છે કે તેમના વ્યવસાયનું સૌથી મુશ્કેલ કાર્ય છે કે ગ્રાહકોને ચેન્જ માટે તૈયાર કરવા. તેમના સ્ટોરમાં ફેરફાર કરવાની જરૂર છે તે અંગે તેમને મનાવવા, સમજાવવા જરૂરી છે. તેમને આ ફેરફારથી થનારા નફા વિશે સમજ આપવી પડે છે. આ સિવાય ગ્રાહકોને તેના પર થતા ખર્ચ અંગે પણ સમજાવવું પડશે. આ સ્ટાર્ટઅપે રૂ. 7 લાખથી 30 લાખ રૂપિયા વચ્ચેના અનેક સ્ટોર્સની થિયરી બદલી છે. જોકે તેના માટે અંદાજે 6 મહિનાથી 1 વર્ષનો સમય લાગે છે.
  Published by:kiran mehta
  First published:February 12, 2021, 17:55 pm

  ટૉપ ન્યૂઝ