Home /News /business /ટાટા જે સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરે છે, તેની પાછળ છે આ યુવાનનું મગજ

ટાટા જે સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરે છે, તેની પાછળ છે આ યુવાનનું મગજ

ટાટા જે સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરે છે, તેની પાછળ છે આ યુવાનનું મગજ

આટલી નાની ઉંમરે ટાટા સાથે જોડાવાની ખૂબ જ રસપ્રદ વાર્તા છે

નવી દિલ્હી : દિગ્ગજ બિઝનેસ લીડર અને ટાટા ગ્રૂપના પૂર્વ અધ્યક્ષ રતન ટાટા જે સ્ટાર્ટઅપ્સમાં પોતાનું પર્સનલ રોકાણ કરે છે, તેની પાછળ એક 28 વર્ષીય યુવકનું મગજ છે. તેનું નામ શાંતનુ નાયડુ છે.

શાંતનુ ટાટાના ઓલા, પેટીએમ, સ્નેપડીલ જેવા 30થી વધુ સ્ટાર્ટઅપ્સના સંપૂર્ણ રોકાણનું સંચાલન કરે છે. તેનું કામ રતન ટાટાને સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવામાં સહાય સાથે એક્ઝિક્યુટિવ સહાય પૂરી પાડવાનું છે. આટલી નાની ઉંમરે ટાટા સાથે જોડાવાની ખૂબ જ રસપ્રદ વાર્તા છે. શાંતનુ 2014માં ટાટા એલેક્સીમાં ઓટોમોબાઈલ એન્જિનિયર તરીકે જોડાયો હતો.

કુતરાઓ સાથેના કનેક્શનને કારણે આવ્યો ટાટાની નજરમાં

શાંતનુએ જણાવ્યું હતું કે રસ્તામાં ગાડીઓની તેજ ગતિને કારણે ઘણા કુતરાંને મરતાં જોયા હતાં. તે ખૂબ પીડાદાયક હતું. જાણવા મળ્યું કે સમયસર ડ્રાઇવરો કુતરાઓને જોઈ ન શકતા અકસ્માત થતા હતા. જેનાથી શાંતનુને કુતરાઓ માટે કોલર રિફ્લેક્ટર બનાવવાનો વિચાર આવ્યો. કેટલાક પ્રયોગ બાદ તેણે મેટાપોઝ નામથી કોલર બનાવ્યો. જેનાથી ડ્રાઇવર રાત્રે સ્ટ્રીટ લાઇટ વિના પણ કુતરાં જોઈ શકતા હતા. હવે શેરી કુતરાઓનો જીવ બચી રહ્યો હતો. ટાટા જૂથની કંપનીઓના ન્યૂઝલેટરમાં આ નાનું પણ મહત્વનું કામ લખાયું હતું. રતન ટાટાએ આ વાતની નોંધ લીધી, જે પોતે કુતરાઓને ખૂબ પસંદ કરે છે.

આ પણ વાંચો - IPL 2021 Auction: આ છે આઈપીએલના ઇતિહાસના 5 સૌથી મોંઘા ખેલાડી, ચારનો રેકોર્ડ ઘણો ખરાબ

પિતાના કહેવાથી ટાટાને લખ્યો પત્ર અને ટાટાએ તેને બોલાવ્યો

શાંતનુએ એક દિવસ તેના પિતાના કહેવા પર ટાટાને એક પત્ર લખ્યો. પછી તેને રતન ટાટાને મળવાનું આમંત્રણ મળ્યું. શાંતનુ તેના પરિવારની પાંચમી પેઢી છે, જે ટાટા જૂથમાં કાર્યરત છે. પણ ક્યારેય રતન ટાટાને મળવાનો મોકો મળ્યો નહીં. મુલાકાત દરમિયાન ટાટાએ સ્ટ્રીટ ડોગ્સ પ્રોજેક્ટની મદદ માંગી, પરંતુ શાંતનુએ ના પાડી. ટાટાએ આગ્રહ કર્યો અને રોકાણ કર્યું. રતન ટાટાના રોકાણ બાદ મોટોપોઝ દેશના 11 જુદા-જુદા શહેરોમાં પહોંચી ગયું છે. આ બહાનેથી ટાટા સાથે તેની મુલાકાત થતી રહી.

2018માં મળ્યું ટાટા ઓફિસને જોઈન કરવાનું આમંત્રણ

એક દિવસ શાંતનુએ રતન ટાટાને કોર્નેલમાં એમબીએ કરવાની વાત બતાવી. કોર્નેલમાં પ્રવેશ પણ મળ્યો. એમબીએ દરમિયાન ઉદ્યમવૃત્તિ, રોકાણ, નવા સ્ટાર્ટઅપ્સની સાથે વિશ્વસનીય સ્ટાર્ટઅપ્સની શોધ, રસપ્રદ વ્યવસાયિક વિચારો અને મુખ્ય ઇન્ડસ્ટ્રી ટ્રેન્ડ શોધવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. અભ્યાસક્રમ સમાપ્ત કર્યા પછી, 2018માં ટાટા તરફથી તેમની ઓફિસમાં જોડાવાનું આમંત્રણ મળ્યું હતું. શાંતનુ કહે છે કે તેમની સાથે કામ કરવું એ સન્માનની વાત છે. આ પ્રકારની તક જીવનમાં ફક્ત એક જ વાર મળે છે. દર મિનિટે તમે તેમની સાથે રહીને કંઇક નવું શીખશો. ક્યારેય જનરેશન ગેપ જેવું લાગ્યું નથી. તેઓ તમને ક્યારેય એવું અનુભવવા દેતો નથી કે તમે રતન ટાટા સાથે કામ કરી રહ્યા છો.
" isDesktop="true" id="1073324" >

ટાટાના અનુભવથી સ્ટાર્ટઅપ્સને પણ ફાયદો થાય છે

81 વર્ષના રતન ટાટા દેશના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પર ઊંડો વિશ્વાસ ધરાવે છે. જૂન, 2016માં રતન ટાટાની ખાનગી રોકાણ કંપની આરએનટી એસોસિએટ્સ અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ઓફ રિજન્ટ્સે ભારતમાં નવી સ્ટાર્ટઅપ્સ, નવી કંપનીઓ અને યુસી-આરએનટી ફંડ્સ તરીકેના અન્ય સાહસોને ભંડોળ પૂરું પાડવા હાથ મિલાવ્યા. જોકે રતન ટાટાના મોટાભાગના રોકાણોની રકમ વિશે જાણાતા નથી, જોકે જે પણ સ્ટાર્ટઅપ તેમને સાથ લાવવામાં સફળ થાય છે તેમની આર્થિક મદદથી હટીને રતન ટાટાના અનુભવનો ખજાનો મળી જાય છે.
First published:

Tags: Ratan Tata, Startups, Success story

विज्ञापन