Home /News /business /કોઈએ સ્વીકાર્યો નહીં આઈડિયા તો પોતેજ કરી શરૂઆત, આજના સમયે કંપનીની કિંમત 8200 કરોડ
કોઈએ સ્વીકાર્યો નહીં આઈડિયા તો પોતેજ કરી શરૂઆત, આજના સમયે કંપનીની કિંમત 8200 કરોડ
સુનીરાની કંપની સ્ટેક્સની કિંમત આજે 8200 કરોડ રૂપિયા છે.
સુનિરા માધાણીએ પોતે કરેલી બચતથી પોતાના સ્ટાર્ટઅપની શરૂઆત કરી. તેને તેની હિંમત માટે પુરસ્કાર પણ મળ્યો છે અને તેનું સ્ટાર્ટઅપ યુનિકોર્ન બની ગયું છે, જે અમેરિકાના સફળ સ્ટાર્ટઅપ્સની યાદીમાં છે.
અમેરિકન ફિનટેક ફર્મ સ્ટેક્સના સહ-સ્થાપક અને સીઈઓ સુનિરા માધાણીએ તેના ભાઈ સાથે મળીને રૂ. 8,200 કરોડની એક એવી કંપની બનાવી છે જે ઘણા લોકોને માટે કોઈ કામની ન હતી. સુનીરાએ માત્ર સફળ સ્ટાર્ટઅપ જ શરુ નોતું કર્યું પરંતુ તેના બિઝનેસ માટે પૈસા પણ એકઠા કરીને અમેરિકાની એ માન્યતાને તોડી નાખી છે, જે મુજબ મહિલાઓ બિઝનેસ સફળતાપૂર્વક ચલાવી શકતી નથી. આ માન્યતાને કારણે મહિલા સાહસિકોને ફંડ મેળવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
સુનીરા માધાની મૂળ પાકિસ્તાની છે. તેના માતા-પિતા પાકિસ્તાનથી અમેરિકા ગયા હતા. કૌટુંબિક વ્યવસાય ડૂબી જવાથી તેમના પિતાને ભારે આર્થિક નુકસાન થયું હતું. સુનીરાએ ફ્લોરિડા યુનિવર્સિટીમાં ફાઇનાન્સનો અભ્યાસ કર્યો છે. આ પછી તેણે પેમેન્ટ પ્રોસેસર કંપની ફર્સ્ટ ડેટામાં નોકરી શરૂ કરી. તેનું કામ બિઝનેસ માલિકને પેમેન્ટ ટર્મિનલ વેચવાનું હતું.
નોકરી પર હતા ત્યારે, સુનીરાએ નોંધ્યું કે તેમની કંપનીનું પેમેન્ટ પ્લેટફોર્મ વેચાણ મોડલની ટકાવારી અપનાવીને ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલી રહ્યું છે, જ્યારે ઘણા ગ્રાહકો ફ્લેટ રેટ આધારિત માસિક સબ્સ્ક્રિપ્શન્સ લેવા માટેનું વલણ ધરાવે છે. તેમણે તેમની કંપનીના અધિકારીઓને ગ્રાહકોને આ વિકલ્પ આપવાની સલાહ આપી. પરંતુ, તેણે સુનીરાના આ વિચારને એ કહીને ફગાવી દીધો કે તેનો કોઈ ફાયદો નથી.
સ્ટાર્ટઅપની શરૂઆત આ રીતે થઈ
સુનીરાએ તેના માતાપિતા સાથે આ વિચારની ચર્ચા કરી. તેના પિતાએ તેને સલાહ આપી કે પોતાનો આઈડિયા બીજાને આપવાને બદલે પોતાના આઈડિયાને આકાર આપવા માટે સ્ટાર્ટઅપ કેમ ન શરૂ કરીએ. ફંડના નામે તેમની પાસે માત્ર છ મહિનાનો પગાર હતો.
સુનીરા માધાણીએ તેના ભાઈ રહેમતુલ્લા સાથે મળીને વર્ષ 2014માં સ્ટેક્સ કંપનીની સ્થાપના કરી હતી. જ્યારે અન્ય પેમેન્ટ પ્લેટફોર્મ વેચાણ મોડલની ટકાવારી પર કામ કરી રહ્યા હતા, ત્યારે સ્ટેક્સે ફ્લેટ રેટ માસિક સબસ્ક્રિપ્શન મોડલ પર કામ કરવાનું શરૂ કર્યું. સુનીરાએ પોતાના બિઝનેસ માટે સિલિકોન વેલીને બદલે ઓર્લેન્ડોની પસંદગી કરી. ત્યાં તેને શરૂઆતમાં 100 ગ્રાહકો મળ્યા. સુનીરાની કંપનીને 145 કરોડમાં વેચવાની ઓફર પણ મળી હતી. પરંતુ, તેણે તેને ઠુકરાવી દીધી.
આજે મૂલ્ય 8200 કરોડ છે
સુનીરાની કંપની સ્ટેક્સની કિંમત આજે 8200 કરોડ રૂપિયા છે. તેમની કંપનીમાં 300 કર્મચારીઓ કામ કરે છે. છેલ્લાં આઠ વર્ષમાં, સ્ટેક્સે 23 બિલિયન ડોલરના મૂલ્યના વ્યવહારો કરવામાં આવ્યા છે. સુનીરાએ CEO સ્કૂલ નામનું સેલ્ફ હેલ્પ ગ્રુપ પણ બનાવ્યું છે. લગભગ 3 લાખ વર્કિંગ વુમન તેની સાથે સંકળાયેલી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર