Home /News /business /

દુનિયાના ત્રીજા મોટા પૈસાદારના ઉત્તરાધિકારી બની શકે છે આ ભારતીય, ક્યારેક હતા સેલ્સમેન

દુનિયાના ત્રીજા મોટા પૈસાદારના ઉત્તરાધિકારી બની શકે છે આ ભારતીય, ક્યારેક હતા સેલ્સમેન

અજીત જૈન અને વારેન બફે

અજીત જૈન એક સમયમાં સેલ્સમેનની નોકરી કરતા હતા. પરંતુ, આજે તે 2 અબજ ડોલર એટલે કે 14 હજાર કરોડ રૂપિયાના માલિક છે.

    દુનિયાના સૌથી સારા રોકાણકારોમાં એક માનવામાં આવતા વારેન બફે 88 વર્ષના થઈ ચુક્યા છે. હવે તેમના દ્વારા સ્થાપિત કંપની બર્કશાયર હૈથવેમાં તેમના ઉત્તરાધિકારીને લઈ ચર્ચાઓ શરૂ થઈ ચુકી છે. આ રેસમાં સામેલ લોકોમાં ભારતીય મૂળના અજીત જૈનનું નામ પણ સામેલ છે, અને તે સીઈઓ પદના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. અજીત જૈન લાંબા સમયથી બફેની સાથે જોડાયેલા છે. રસપ્રદ વાત એ છે કે, અજીત જૈન એક સમયમાં સેલ્સમેનની નોકરી કરતા હતા.

    ગૈલેબી એન્ડ કંપનીમાં એક રિસર્ચ એનાલિસ્ટ મૈક્રે સાઈક્સનું માનવું છે કે, વોરેન બફેનો વિકલ્પ અસંભવ છે. જોકે, ઈન્વેસ્ટમેન્ટ ફર્મ કીફે, બ્રૂયેટ એન્ડ વુડ્સના એમડી મેયર શિલ્ડનું માનવું છે કે, વોરેન બફે વગર પણ બર્કશાયર હૈથવે સારૂ પ્રદર્શન કરતી રહેશે. તેમનું માનવું છે કે, બર્કશાયરનો મોટાભાગનો બિઝનેસ મજબૂત સ્થિતિમાં છે, જેને સ્વામિત્વથી વધારે ફર્ક નથી પડતો.

    ક્યારેક સેલ્સમેનની કરતા હતા નોકરી, હવે 14 હજાર કરોડના છે માલિક - અજીત જૈન એક સમયમાં સેલ્સમેનની નોકરી કરતા હતા. પરંતુ, આજે તે 2 અબજ ડોલર એટલે કે 14 હજાર કરોડ રૂપિયાના માલિક છે. ફોર્બ્સ અનુસાર, વોરેન બફે વર્તમાનમાં દુનિયાના ત્રીજા નંબરના સૌથી પૈસાદાર વ્યક્તિ છે, તેમની નેટવર્થ 89.8 અબજ ડોલર એટલે કે, લગભગ 6.26 લાખ કરોડ રૂપિયા છે.



    જૈને આઈઆઈટી ખડગપુરથી અભ્યાસ કર્યો - ઓડિશાના કટકમાં જન્મેલા અીત જૈને આઈઆઈટીથી અભ્યાસ કર્યો. તેમણે 1972માં આઈઆઈટી ખડગપુરથી અભ્યાસ કર્યો. જૈને ભારતમાં 1973થી 1976 સુધી ડેટા પ્રોસેસિંગ ઓપરેશન માટે ઈન્ટરનેશનલ બિઝનેસ મશીન કોર્પોરેશન (આઈબીએમ)માં એક સેલ્સમેન તરીકે કામ કર્યું. તેમણે 1976માં પોતાની આ નોકરી ખોવી પડી. કારણે કે, આઈબીએમએ આ પ્રોજેક્ટને ભારતમાં બંધ કરી દીધો હતો.

    ઉત્તરાધિકારીની દોડમાં બે લોકો સૌથી આગળ - વારેન બફેના ઉત્તરાધિકારીની રેસમાં બે લોકો સૌથી આગળ છે. એક છે જાર્જરી એબેલ અને બીજા છે અજીત જૈન. આ બંનેને ગત વર્ષે જ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ કરવામાં આવ્યા હતા અને બંને બફે સાથે લાંબા સમયથી કામ કરી રહ્યા છે. એબેલે કંપનીમાં એનર્જી ડિવિઝનને 1992માં જોઈન કર્યું હતું અને અજીત જૈન 1986માં ઈન્શ્યોરન્સ ડિવિઝનમાં આવ્યા હતા.
    Published by:kiran mehta
    First published:

    Tags: Profile, Race, Success story, કથા

    આગામી સમાચાર