Home /News /business /

સફળ થવા માટે રતન ટાટાના આ બિઝનેસ મંત્ર યાદ રાખો: કમાણી થશે, લોકો માન પણ આપશે

સફળ થવા માટે રતન ટાટાના આ બિઝનેસ મંત્ર યાદ રાખો: કમાણી થશે, લોકો માન પણ આપશે

ફાઈલ તસવીર

ટોચના ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ચેરમેન રતન ટાટાએ દેશના ઘણા સ્ટાર્ટઅપમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે. અલબત્ત તેઓ પોતાને એક્સીડેન્ટલ ઇન્વેસ્ટર માને છે.

નવી દિલ્હીઃ વર્તમાન સમયે દરેક વ્યક્તિ પૈસા કમાવા (money earn) ઈચ્છે છે. જીવનમાં સફળ બનવાની ઈચ્છા રાખે છે. પરંતુ સફળતા (Success) મેળવવાના રસ્તે ચાલવા માટે ખૂબ ઓછા લોકો તૈયાર થાય છે. જો તમે પણ વ્યાપાર શરૂ કરવા ઇચ્છતા હોવ અથવા પહેલાથી જ વ્યાપાર કરો છો, પણ સફળતાની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે ઉદ્યોગપતિ રતન ટાટાની (Businessman Ratan Tata) વાતો મદદગાર સાબિત થઈ શકે છે. ટોચના ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ચેરમેન રતન ટાટાએ (Ratan Tata, Chairman, Tata Sons) દેશના ઘણા સ્ટાર્ટઅપમાં (Startup) મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે. અલબત્ત તેઓ પોતાને એક્સીડેન્ટલ ઇન્વેસ્ટર માને છે. જોકે, તેમણે જે પણ સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું તે મોટાભાગની કંપનીઓ સફળ રહી છે. તેનો કારોબાર અબજોમાં છે. તો ચાલો જાણીએ, તેમના મત મુજબ સ્ટાર્ટઅપ કરવા માટે કઈ વાતો ધ્યાનમાં રાખવી જોઈએ.

ઇનોવેશન પર ભાર
રતન ટાટાનું માનવું છે કે, નવા પ્રયોગ કરનાર સ્ટાર્ટઅપનું ભવિષ્ય ખૂબ શાનદાર હોય છે. જેથી ઇનોવેશન કરતું રહેવું જોઈએ. ટાટા સ્ટાર્ટઅપ માટે ઇનોવેશન પર વધુ જોર આપે છે.

વેલ્યુ પર ફોકસ
ટાટા ગ્રુપની વેલ્યુ ખૂબ હાઈ છે. આવી સ્થિતિમાં સ્ટાર્ટઅપમાં વેલ્યુ ફેક્ટરને મહત્વ અપવામાં આવે તેવી ટાટાને આશા છે. રાતોરાત ગાયબ થઈ જવા જેવી ઘટનાની તેઓ વિરોધમાં છે.

આ પણ વાંચોઃ-અમદાવાદની આયેશા જેવી ઘટના! 'મને બચાવવા માંગે છે તો બચાવી લે', બોયફ્રેન્ડને સેલ્ફી મોકલી યુવતીએ નહેરમાં ઝંપલાવ્યું

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! કાર અને એક્ટીવા વચ્ચે ગમખ્વાર અકસ્માત, મહાકાલ સેના અરવલ્લીના અધ્યક્ષ રાજપાલસિંહ રહેવરનું મોત

પ્રમોટર્સનું સકારાત્મક વલણ
રતન ટાટાના જણાવ્યા મુજબ, સ્ટાર્ટઅપના પ્રમોટરોનું વલણ કેવું છે? તેઓ કયા વિચાર સાથે આવે છે? અને તેના ઉકેલો વિશેના વિચારના આધારે તેઓ કામ કરે છે. ટાટાના કહેવા પ્રમાણે, તેઓ નવી કંપનીમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. ખાસ કરીને નવા વિચારો સાથેના સ્ટાર્ટઅપમાં.

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! આખા પરિવારે સાથે બેશીને ચા પીધી, પછી એક સાથે મોતને વ્હાલું કર્યું, સુસાઈડ નોટમાં વ્યક્ત કર્યું દર્દ

આ પણ વાંચોઃ-જામનગરઃ પતિએ જાહેરમાં ખેલ્યો ખૂની ખેલ! સ્કૂલે જવા નીકળેલી શિક્ષિકા પત્નીને છરીના ઘા ઝીંકી પતાવી દીધી, ભાઈએ જણાવ્યું કારણ

રાઈટ ટાઈમ જેવું કંઈ નથી
ઓક્ટોબર 2019માં ઇન્ટરવ્યુ દરમિયાન રતન ટાટાએ કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે જવા સ્ટાર્ટઅપ માટે યોગ્ય સમય જેવું કંઈ નથી. ક્યારે વૈશ્વિક વ્યાપ કરવો તેની જવાબદારી સ્ટાર્ટઅપના સ્થાપકની હોય છે. આ સાથે પ્રમોટરો કેટલા પરિપક્વ છે, તેઓ તેમની નવી કંપની વિશે કેટલા ગંભીર છે તે પણ રતન ટાટા જુએ છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ મેસેન્જર અને 'ગંદી' સાઇટ ઉપર યુવતીઓને નિર્વસ્ત્ર નિહાળતા ચેતજો, ગોંડલના યુવકને થયો કડવો અનુભવ

કામને પ્રાધાન્ય આપો
દેશના ઘણા ઔદ્યોગિક પરિવાર ઉદ્યોગ સાથે રાજકારણમાં પણ રસ લેવા લાગે છે. પરંતુ ટાટા ગ્રુપ અને ખાસ કરીને રતન ટાટા આવી પ્રવૃત્તિથી બચતા આવ્યા છે. તેમણે પોતાના જીવનમાં કામને સર્વેસર્વા માન્યું છે. કામને પ્રાધાન્ય આપ્યું છે.બીજાને સન્માન આપો
રતન ટાટાને વ્યક્તિગત રીતે જાણનાર લોકોનું કહેવું છે કે, તેઓ શાંત અને સૌમ્ય રહે છે. તેઓ કંપનીના નાનામાં નાના કર્મચારીને પણ પ્રેમથી મળે છે.
First published:

Tags: Business, Money, Ratan Tata, Success Mantra

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन