Home /News /business /

લાખો લોકોને નોકરી શોધવામાં મદદ કરનારા સંજીવ બિખચંદાનીને આ રીતે આવ્યો હતો Naukri.com શરૂ કરવાનો વિચાર

લાખો લોકોને નોકરી શોધવામાં મદદ કરનારા સંજીવ બિખચંદાનીને આ રીતે આવ્યો હતો Naukri.com શરૂ કરવાનો વિચાર

સંજીવ બિખચંદાની

Success story of Sanjeev Bikhchandani: સંજીવનો જન્મ દિલ્હીમાં થયો હતો. તેમના પિતા સરકારી ડૉક્ટર હતા અને માતા ગૃહિણી.

  મુંબઈ: આપણે બધાએ કોઈ ફેમસ વ્યક્તિની સક્સેસ સ્ટોરી (Success Story) ક્યારેકને કયારેક તો સાંભળી જ છે. આજે આપણે આવી જ એક જાણીતી વ્યક્તિ સંજીન બીખચંદાનીની સક્સેસ સ્ટોરી (Success story of Sanjeev Bikhchandani) વિશે વાત કરીશું. સંજીવ બિખચંદાની સામાન્ય લોકો માટે નોકરીનું બજાર લગાવતા દેશના સૌથી મોટા જોબ પોર્ટલ Naukri.comના સંસ્થાપક છે. આવો જોઈએ કઈ રીતે સંજીવને આ પોર્ટલની શરૂઆત કરવાનો વિચાર આવ્યો.

  સંજીવ બિખચંદાની

  સંજીવ (Sanjeev Bikhchandani)નો જન્મ દિલ્હીમાં થયો હતો. તેમના પિતા સરકારી ડૉક્ટર હતા અને માતા ગૃહિણી. વિદ્યાર્થીકાળથી જ સંજીવે પોતાનો બિઝનેસ શરૂ કરવાનો નિશ્ચય કર્યો હતો. સંજીવને આ વાતનો ખ્યાલ હતો કે પોતાનો બિઝનેસ શરૂ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને કમાણી કેટલી થશે તેની પણ કોઈ ગેરંટી નથી. બધી જ મુશ્કેલીઓ છતાં પણ સંજીવે પોતાનું સપનું પૂરું કરવા માટે અથાગ મહેનત કરી અને આજે દેશના સોથી મોટા જોબ પોર્ટલ એવા નોકરી.કોમની સ્થાપના કરી. પોતાની વેબસાઈટ માટે સંજીવ દિવસના 18 કલાક સુધી પણ કામ કરતા હતા.

  પત્નીના પગારથી ચાલતો હતો ખર્ચ

  સંજીવને પગાર તરીકે રૂ. 8,000 મળતા હતાં પણ તેઓ તેનાથી સંતુષ્ટ ન હતા અને તેમને પોતાનો બિઝનેસ શરૂ કરવો હતો. તેથી તેમણે જોબ છોડવાનો નિર્ણય કર્યો. સંજીવના પત્ની સુરભિ નેસ્લેમાં જોબ કરતા હતા. સંજીવના જોબ છોડ્યા પછી તેમની પત્ની સુરભિના પગારમાંથી જ ઘર ખર્ચ ચાલતો હતો. સંજીવે પોતાના સપની પૂરાં કરવા માટે એક નાનકડા રૂમથી પોતાના બિઝનેસની શરૂઆત કરી હતી. જે આજે મોટાપાયે વ્યાપી ગયો છે.

  સંજીવની સફળ થવાની સફર

  1990માં સંજીવે પોતાના મિત્ર સાથે મળીને Info Edge (India) અને Indmark નામની 2 કંપનીઓની સ્થાપના કરી. આ કંપની 3 વર્ષ સુધી ચાલી પણ કંપનીમાં તેમની ઈચ્છા અનુસાર કોઈ કામ થતુ ન હતું અને જોઈએ એટલો નફો પણ થતો ન હતો તેથી 3 વર્ષ બાદ કંપનીના ભાગ થયા અને બન્નેના ભાગમાં એક-એક કંપની આવી.

   Sanjeev Bikhchandani
  પદ્મશ્રી એવોર્ડ સ્વીકારતા સંજીવ.


  નોકરી.કોમની શરૂઆત

  આ પછી સંજીવને વિચાર આવ્યો કે તેમણે પોતાનો બિઝનેસ શરૂ કરવો જોઈએ અને તેમણે નોકરી.કોમની શરૂઆત કરી. પણ તે સમયે વેબસાઈટ બનાવવી એટલી સરળ ન હતી, તે છતા મુશ્કેલોનો સામનો કરી અને કંપનીનો કેટલોક ભાગ પાર્ટનરશીપમાં આપી તેમણે વેબસાઈટ તૈયાર કરી. લોકોને સરળતાથી નોકરી મળી જતી તેથી લોકો પણ આનાથી ખુશ થતા અને આના વિશે એકબીજાને કહેતા અને આમ પોર્ટલનું પ્રમોશન પણ જોરશોરથી થવા લાગ્યું. વેબસાઈટથી શરૂ થયેલ આ સફર આજે એપ્લિકેશન રૂપે લોકો સુધી સરળતાથી પહોંચી ગઈ છે.

  દેશની પ્રથમ લિસ્ટેડ ડોટ.કોમ કંપની

  લોકો દ્વારા આ પ્રકારના પ્રતિસાદને કારણે નોકરી.કોમ જાણીતું થયું અને તેમની વેબસાઈટ પર ટ્રાફિક પણ વધવા લાગ્યો. 2 વર્ષ બાદ કંપની 18,00,000ની વર્થ સુધી પહોંચી ગઈ અને સંજીવ પણ પોતાની મહેનતથી કંપનીને આગળ વધારતા રહ્યાં. વર્ષ 2000 પૂરું થતા થતા નોકરી.કોમના વર્ષ 1 કરોડને પાર પહોંચી જે 2003માં 25 કરોડના આંકડાને પણ પાર કરી ગઈ. કંપની આજે 10,700 કરોડની નેટવર્થ ધરાવે છે.

  બિઝનેસ ફન્ડિંગ

  પ્રથમ વર્ષ નોકરી.કોમે ફક્ત 2.5 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. વેબસાઇટ પર 80% નોકરી ફ્રીમાં ઑફર કરવામાં આવી હતી. જે બાદના વર્ષોમાં બિઝનેસ 18 લાખ સુધી પહોંચ્યો હતો. જે બાદમાં લોકો કંપનીને ફંડ ઑફર કરી રહ્યા હતા. જોકે, સંજીવ માનતા હતા કે ફંડ વગર જ કંપની સારું પરફોર્મ કરી રહી છે.

  જોકે, બાદમાં તેમને લાગ્યું હતું કે જો ફંડ નહીં હોય તો કંઈ નહીં થાય. બાદમાં તેમણે 2000ના વર્ષમાં આઈસીઆઈસીઆઈ બેંક પાસેથી 7.5 કરોડ રૂપિયા ઉછીના લીધા હતા. જેના બદલમાં બેંકને 15% ભાગીદારી આપી હતી. 2004ના વર્ષમાં કંપનીએ 8.4 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. તે વર્ષે કંપનીની જાહેરાતમાંથી આવક 45 કરોડ રૂપિયા રહી હતી.

  આ પણ વાંચો: Success Story: કે.વી.રામાણી, જેમણે પોતાની સંપત્તિનો 80% હિસ્સો શિરડી સાંઈ બાબાને આપી દીધો

  વર્ષ 2005માં કંપનીએ આઈપીઓ રજીસ્ટ્રેશન માટે આવેદન કર્યું અને 2006માં નોકરી.કોમ દેશની પ્રથમ લિસ્ટેડ ડોટ કોમ કંપની બની. આજે કંપનીની નેટવર્થ 85,760 કરોડ રૂપિયા છે. વર્ષ 2012માં કંપનીએ સ્માર્ટફોન યૂઝર્સ માટે પોતાની એપ્લિકેશન લૉંચ કરી હતી.

  સંજીવ બિખચંદાનીની નેટવર્થ

  આજે 10,700 કરોડ રૂપિયાની નેટવર્થ સાથે સંજીવ બિખચંદાની ભારતમાં ટોંચના 100 સમૃદ્ધ લોકોમાં સ્થાન ધરાવે છે. અમને આશા છે કે તમને નોકરી.કોમના સ્થાપકની સાફલ્યગાથામાંથી પ્રેરણા મળી હશે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Job, Naukari, Recruitment, Success story

  આગામી સમાચાર