Home /News /business /'હું રતન ટાટા બોલી રહ્યો છું, શું આપણે મળી શકીએ?', એક ફોન કોલે બદલી નાખી 'Repos Energy'ની કિસ્મત

'હું રતન ટાટા બોલી રહ્યો છું, શું આપણે મળી શકીએ?', એક ફોન કોલે બદલી નાખી 'Repos Energy'ની કિસ્મત

રતન ટાટા સાથે રેપોસ એનર્જીના ફાઉન્ડર્સ ચેતન વાલુંજ અને અદિતિ ભોસલે વાલુંજ (Image Credit: Aditi Bhosale Walunj/LinkedIn)

Success Story of Repos Energy: રતન ટાટા (Ratan Tata)ના રોકાણવાલી મોબાઈલ એનર્જી ડિસ્ટ્રીબ્યુશન સ્ટાર્ટઅપ રેપોસ એનર્જી (Repos Energy) હાલમાં જ એક મોબાઈલ ઈલેક્ટ્રિક વ્હીકલ લોન્ચ કર્યું છે. 12 કલાક સુધી રાહ જોયા પછી રતન ટાટા મળ્યા અને કંપનીના ફાઉન્ડર ચેતન વાલુંજ તથા અદિતિ ભોસલે વલુંજની કિસ્મત બદલી ગઈ.

વધુ જુઓ ...
મુંબઈઃ ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata)ના રોકાણવાળી મોબાઈલ એનર્જી ડિસ્ટ્રિબ્યુશન સ્ટાર્ટઅપ રેપોસ એનર્જી (Repos Energy)એ હાલમાં જ ઓર્ગેનિક કચરાથી સંચાલિત એક મોબાઈલ ઈલેક્ટ્રિક ચાર્જિંગ વ્હીકલ લોન્ચ કર્યું છે. રેપોસ એનર્જીના ફાઉન્ડર્સ હવે પોતાના સ્ટાર્ટઅપના દિવસો યાદ કરતા કહે છે કે કેવી રીતે રતન ટાટાના એક ફોન કોલથી તેમની કિસ્મત જ બદલાઈ ગઈ હતી. રેપોસ એનર્જીને કેટલાક વર્ષ પહેલા અદિતિ ભોસલે વાલુંજ અને ચેતન વાલુંજે શરુ કરી હતી. કંપની શરુ કર્યાના કેટલાક સમય બાદ જ તેમને લાગ્યું કે તેમના આઈડિયાની કંપનીને આગળ વધારવા માટે કોઈ મેન્ટોરની જરુરિયાત પડશે અને તે મેન્ટર એવા હોવા જોઈએ જેમણે પહેલા પણ આ દિશમાં કામ કર્યું હોય. તે સમયે બંને ફાઉન્ડર્સના મનમાં એક જ નામ આવ્યં અને તે હતું ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાનું.

Rakesh Jhunjhunwalaની આકાસા એરમાં શું અલગ હશે? કોની સામે હશે ટક્કર? જાણો બધું જ

અદિતિ ભોસલે વાલુંજે આ પછી રતન ટાટાને મળવાનું સૂચન કર્યું પરંતુ ચેતને તેને એમ કહીને ટોકી કે એ કોઈ આપણા પડોશી નથી કે તેમને મળવા માટે આપણે ગમે ત્યારે જતા રહીએ. જોકે અદિતિએ રતન ટાટાને મળવાની આશાને છોડી નહીં અને તે માટેના પ્રયાસો શરુ જ રાખ્યા. અદિતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિંક્ડઇન પર લખેલી એક પોસ્ટમાં કહ્યું કે, 'અમે બંનેએ બિઝનેસની કોઈ ડિગ્રી લીધી નથી. પરંતુ અમે બંનેએ અમારા જીવનમાં ખૂબ જ નાની ઉંમરે એક વાત શીખી લીધી હતી કે કોઈ પણ બહાનું અસફળતાના ઘરનો પાયો નાખે છે. માટે વ્યક્તિએ બહાનું કાઢવાની જગ્યાએ તેના વિકલ્પ અને જવાબ શોધવા જોઈએ.'

તેમણે આગળ લખ્યું કે, 'અમે જેમને પણ વાત કરી તેમણે કહ્યું કે તમે રતન ટાટા જેવા દિગ્ગજને ન મળી શકો એ ખૂબ જ અશક્ય વાત છે. પરંતુ અમે ક્યારેય આ વાતને બહાના તરીકે ન લીધી કે ચાલો હવે અઘરું જ છે તો પછી આ વિચારને પડતો મુકીએ. પરંતુ અમારા માટે ક્યારેય ના એ વિકલ્પ જ નહોતો.' ત્યારબાદ અદિતિએ જણાવ્યું કે કેવી રીતે આખરે મુંબઈમાં તેમને રતન ટાટાને મળવાનો મોકો મળ્યો. અદિતિએ કહ્યું કે તેમણે એક 3ડી પ્રેઝન્ટેશન તૈયાર કર્યું કે, રેપોસ એનર્જી કઈ રીતે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગ્રાહકો માટે કોઈપણ એનર્જીના ડિસ્ટ્રિબ્યુશન અને ડિલિવરી સિસ્ટમને બદલવા માગે છે. પછી આ 3ડી પ્રેઝન્ટેશનને કોમ્પ્યુટર નહીં પણ હાથથી લખેલા લેટર સાથે રતન ટાટાને મોકલી આપ્યું હતું.

Stock Market: આગામી સપ્તાહમાં આ 10 ફેક્ટરની બજારના કામકાજ પર પડશે સીધી અસર

આ સાથે તેમણે કેટલા સૂત્રોને પણ મળવાનો પ્રયાસ કર્યો જે તેમને રતન ટાટા સાથે મેળાવી શકવામાં સક્ષમ હતા. એટલું જ નહીં તેમણે રતન ટાટાના ઘરની બહાર 12 કલાક સુધી રાહ પણ જોઈ પરંતુ તેમની મુલાકાત થઈ શકી નહીં. જે બાદ થાકીને રાતના 10 વાગ્યાની આસપાસ તેઓ પોતાની હોટલ પરત આવી ગયા. ત્યાં તેમને એક કોલ આવ્યો. અદિતિએ તે પળને યાદ કરતા કહ્યું કે, 'હું એ સમયે કોઈ અજાણ્યો નંબર ઉઠાવવાના જરા પણ મૂડમાં નહોતી પરંતુ તેમ છતાં મે ઉપાડ્યો. તો સામેથી અવાજ આવ્યો કે શું હું અદિતિ સાથે વાત કરી શકું છું?' અદિતિએ કહ્યું કે મે તેમને પૂછ્યું હા હું અદિતિ જ બોલું છું તમે કોણ બોલો છો? જોકે મને અંદરથી એ ફિંલિંગ આવી ગઈ હતી કે આ એ જ ફોન કોલ છે.

અદિતિ વાત કરતા કહે છે કે ત્યારબાદ ફોન પર જે અવાજ આવ્યો અને જે લાઈન સંભળાઈ તે યાદ કરીને આજે પણ હું રોમાંચિત થઈ ઉઠું છું. ફોનના સામા છેડેથી અવાજ આવ્યો કે 'હું રતન ટાટા બોલું છું, મને તમારો લેટર મળ્યો, શું આપણે મળી શકીએ?' અદિતિએ કહ્યું કે તે સમયે હું એકદમ અવાચક બની ગઈ હતી મને સમજાતું નહોતું કે હું શું બોલું, મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા અને હોઠ પર એક હાસ્ય આવી ગયું હતું.

Hot Stock: શોર્ટ ટર્મમાં કમાણી કરવી હોય તો આ શેર્સને પોર્ટફોલિયોમાં સામેલ કરો, તિજોરી ભરી દેશે

અદિતિએ આગળ લખ્યું કે બીજા દિવસે સવારે અમે 10.45 વાગ્યે રતન ટાટાના ઘરે પહોંચ્યા અને અમારું પ્રેઝન્ટેશન આપવા માટે લિવિંગ રુમમાં તેમની રાહ જોતા હતા. બરાબર 11 વાગ્યે બ્લુ શર્ટ પહેરેલા એક લાંબા અને ગોરા પ્રભાવશાળી વ્યક્તિ અમારી સામે આવીને ઉભા અને અમને એવું લાગ્યું કે સમય અહીં જ થોભી ગયો છે. તેમણે કહ્યું કે સવારે 11 વાગ્યાની બેઠક બપોરે 2 વાગ્યા સુધી ચાલી. એ 3 કલાક અમારા માટે એક મેડિટેશન જેવા હતા જ્યાં તેમણે અમારા વિચાર સાંભળ્યા અને પોતાના અનુભવ કહ્યા તેમજ અમારું માર્ગદર્શન પણ કર્યું.

રેપોસ એનર્જીની કો-ફાઉન્ડર અદિતિએ કહ્યું કે, છેલ્લે રતન ટાટા તેમને પૂછ્યું કે અમે તેમની પાસે શું આશા લઈને આવ્યા છે? જેના પર દંપતિએ જવાબ આપ્યો કે 'સર, લોકોની સેવા કરવાના અને આપણા દેશને એનર્જી મામલે વૈશ્વિક સ્તરે લઈ જવાના અમારા સાહસમાં મદદ કરો, અમારું માર્ગદર્શન કરો.' જેના પર રતન ટાટાએ એટલું જ કહ્યું કે, 'સારું' અદિતિ કહે છે તેમના ઘરેથી નીકળતા સમયે અમને લાગ્યું કે અમે કોઈ મંદિરમાંથી બહાર નીકળી રહ્યા છીએ. આજે રેપોસ જ્યાં છે તે આ મુલાકાત અને તેમને સતત માર્ગદર્શનના કારણે જ છે. આ સાથે તેમણે રતન ટાટાની ઓફિસના ડેપ્યુ. જનરલ મેનેજર શાંતનુ નાયડૂનો પણ આભાર માન્યો અને કહ્યું કે તેઓ રેપોસના ફાઉન્ડર માટે એક દેવદૂત સમાન છે.
First published:

Tags: Ratan Tata, Success story

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો