Home /News /business /

Success Story : ક્યારેક વાસણ ધોઈને ચલાવતા હતા ઘર, આજે એક વર્ષમાં કમાય છે 30 કરોડ!

Success Story : ક્યારેક વાસણ ધોઈને ચલાવતા હતા ઘર, આજે એક વર્ષમાં કમાય છે 30 કરોડ!

એક સમયે 150 રુપિયાના પગારમાં નોકરી કરતા હતા હવે કરોડોમાં કમાણી કરી રહ્યા છે.

પ્રેમ ગણપતિ એવા લોકોમાંના એક છે, જેમણે સખત સંઘર્ષ કરીને સફળતા મેળવી છે. પ્રેમ ગણપતિ પ્રખ્યાત ડોસા પ્લાઝાના માલિક છે. આજે તેમના ડોસાને માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. તેઓ વાસણ ધોઈને મહિને 150 રૂપિયા કમાતા હતા. આજે તેમના ડોસા પ્લાઝાનો બિઝનેસ કરોડોમાં કમાણી કરી રહ્યો છે.

વધુ જુઓ ...
જીવન ઘણા લોકોને હરાવી દે છે. પરંતુ કેટલાક લોકો જીવનની મુશ્કેલીઓ સામે લડે છે અને સંઘર્ષ કરીને સોનાની જેમ ચમકી ઉઠે છે. પ્રેમ ગણપતિ એવા જ લોકોમાંના એક છે. જેમણે સખત સંઘર્ષ કરીને સફળતા મેળવી છે. પ્રેમ ગણપતિ પ્રખ્યાત ડોસા પ્લાઝાના માલિક છે. આજે તેમના ડોસાને માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. તેઓ વાસણ ધોઈને મહિને 150 રૂપિયા કમાતા હતા. આજે તેમનો ડોસા પ્લાઝા કરોડોમાં કમાણી કરી રહ્યો છે.

શું તમે પણ હોમલોન ટ્રાન્સફર કરવાનું વિચારી રહ્યા છો? તો આ બાબતોનું રાખો ધ્યાન

મહિનાના 150 રૂપિયામાં વાસણ ધોવાનું કામ કરતા

પ્રેમ ગણપતિનો જન્મ તમિલનાડુના તુતીકોરિન જિલ્લાના નાગાલાપુરમમાં એક ગરીબ પરિવારમાં થયો હતો. તેઓ ખૂબ ગરીબ હતા. તેથી તે માત્ર ધોરણ 10 સુધી જ અભ્યાસ કરી શક્યા હતા. પોતાના પરિવારને મદદ કરવા પ્રેમે નાનપણથી જ નાની એવી નોકરીઓ કરવાનું શરૂ કરી દીધું હતું. જેમાં તેને મહિને 250 રૂપિયા મળતા તે તેને ઘરે મોકલી આપતો હતો. તે વધુ પૈસા કમાવા મુંબઈ ગયો. પરંતુ તેના જ પરિચિત દ્વારા તેને લૂંટવામાં આવ્યો હતો. જેના કારણે તે બાંદ્રામાં અટવાઈ ગયો, બીજા જ દિવસે તેને એક બેકરીમાં મહિને 150 રૂપિયા પગારમાં વાસણ ધોવાનું કામ મળી ગયું.

Sovereign Gold Bond: સસ્તું સોનું ખરીદવાની તક, આ તારીખે ખરીદી શકશો સોવરેન ગોલ્ડ બોન્ડ, જાણો શું છે ફાયદા

પોતાનો ઈડલી અને ઢોસાનો બિઝનેસ શરૂ કર્યો

પ્રેમ ગણપતિએ વર્ષ 1992માં પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પૂરતા પૈસા ભેગા કર્યા હતા. તે પછી તેણે પોતાનો ઈડલી અને ઢોસાનો બિઝનેસ શરૂ કર્યો. પ્રેમે લગભગ 150 રૂપિયામાં એક હાથલારી ભાડે રાખી અને 1,000 રૂપિયાનો સામાન ખરીદ્યો. થોડી દિવસ પછી વાશી ટ્રેન સ્ટેશનની સામે એક દુકાન ખોલી. વર્ષ 1992માં પ્રેમે તેના બે ભાઈઓને પણ આ ધંધામાં સામેલ કર્યા હતા.

3 વર્ષની ટોચ પર પહોંચ્યો Coal Indiaનો શેર, રોકાણકારોએ શું કરવું? જાણો નિષ્ણાતોની સલાહ

વર્ષ 2002માં ટર્નઓવર મહિને 10 લાખ રૂપિયા

વર્ષ 1997માં પ્રેમ અને તેના ભાઈઓએ મળીને 50 હજાર રૂપિયા જમા કરાવીને વાશીમાં એક દુકાન ભાડે લીધી અને તેનું નામ ડોસા પ્લાઝા રાખ્યું. તેમની મહેનત રંગ લાવી, વર્ષ 2002માં તેમનો બિઝનેસ મહિને 10 લાખ રૂપિયા થઈ ગયો. ડોસા પ્લાઝાએ વર્ષ 2005માં ભારતમાં તેના 7 નવા આઉટલેટ અને 2007માં શહેરમાં 9 વધુ આઉટલેટ્સ ખોલ્યા. વર્ષ 2012 સુધીમાં ભારતમાં આઉટલેટ્સની સંખ્યા વધીને 45 થઈ ગઈ છે અને ઘણા બધા આઉટલેટ્સ વિદેશમાં પણ ખોલવામાં આવ્યા છે.
Published by:Mitesh Purohit
First published:

Tags: Business news, Success story

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन