Home /News /business /

સફળતાની કહાની: IITની ત્રિપુટીએ શરૂ કરેલી Myntra આ રીતે બની દેશની સૌથી લોકપ્રિય શોપિંગ સાઇટ

સફળતાની કહાની: IITની ત્રિપુટીએ શરૂ કરેલી Myntra આ રીતે બની દેશની સૌથી લોકપ્રિય શોપિંગ સાઇટ

મુકેશ બંસલ (ફાઇલ તસવીર)

Success story of Myntra: વર્ષ 2021માં એક મહિલાએ કંપનીના લોકોને લઇને ફરીયાદ કરી હતી કે, તેમનો લોગો એક નગ્ન સ્ત્રી જેવો લાગે છે, જે અભદ્રતા દર્શાવે છે અને તેને બદલવો જોઇએ.

મુંબઈ: મિંત્રા (Myntra)નું નામ આવતા જ તમારા મગજમાં આવતો પહેલા શબ્દ હશે ઑનલાઇન શૉપિંગ એપ (Online Shopping App). જી હાં, ભારતમાં ફેશન અને એસેસરીઝ (Fashion & Accessories) માટે મિંત્રા સૌથી લોકપ્રિય એપ અને વેબસાઇટ છે. જેની શરૂઆત મુકેશ બંસલ (Mukesh Bansal)ને તેના સાથીઓ આશુતોષ લાવનિયા (Aushutosh Lawania) અને વિનીત સક્સેના (Vineet Saxena) સાથે મળીને કરી હતી. આ ત્રિપુટી કાનપુર આઇઆઇટીમાંથી ગ્રેજ્યુએટ (IIT Graduate Triplet) થયેલા છે. કંપનીનું હેડક્વાર્ટર બેંગાલુરુ (Bengaluru) ખાતે આવેલું છે. બાદમાં આ કંપનીને ફ્લિપકાર્ટ (Flipkart) દ્વારા 2,000 કરોડ ડોલરના સોદામાં હસ્તગત કરવામાં આવી હતી. આ ખરીદી બે મોટા શેરધારકો ટાઈગર ગ્લોબલ અને એક્સેલ પાર્ટનર્સ દ્વારા કરવામાં આવી હતી. 2014માં, Myntra પાસે ભારતમાં 9000 પિન કોડની ફાળવણી સાથે 1000થી વધુ બ્રાન્ડ્સની લગભગ 1,50,000 પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે.

આ કારણે બંધ કરી વેબસાઇટ

વર્ષ 2015માં અનંત નારાયણ મિંત્રાના સીઇઓ બન્યા હતા. લોકોના મોબાઇલ એપ્લીકેશન (Myntra Mobile Application) તરફ વધી રહેલા ઝુકાવને ધ્યાનમાં રાખીને કંપનીએ વેબસાઇટ બંધ કરીને સ્માર્ટફોન એપ્લીકેશન તરફ પ્રયાણ કર્યુ. આ નિર્ણય ખરાબ રીતે અસફળ થવાના ભાગરૂપે તેમના વેચાણમાં 10 ટકાનો ઘટાડો આવ્યો. જેમાંથી શીખ લઇને કંપનીએ ફેબ્રુઆરી 2016માં “એપ ઓન્લી” મોડલ બદલીને વેબસાઇટ ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી અને નવી ડિઝાઇન સાથે લોન્ચ કરી હતી.

વર્ષ 2021માં એક મહિલાએ કંપનીના લોકોને લઇને ફરીયાદ કરી હતી કે, તેમનો લોગો એક નગ્ન સ્ત્રી જેવો લાગે છે, જે અભદ્રતા દર્શાવે છે અને તેને બદલવો જોઇએ. આ વિવાદ બાદ કંપનીએ તાત્કાલિક પોતાનો લોગો બદલ્યો હતો.

રોકાણ

મિંત્રાએ બજાર પર સારો પ્રભાવ જાળવી રાખ્યો છે. ઓક્ટોબર 2007માં, મિંત્રાએ ઇરાસ્મિક વેન્ચર ફંડ (હાલ એક્સેલ પાર્ટનર્સ તરીકે ઓળખાય છે) સાશા મીરચંદાણી, મુંબઈ એન્જલ્સ અને અન્ય કેટલાક રોકાણકારો પાસેથી ભંડોળ લીધું અને NEA-Indo US વેન્ચરમાંથી લગભગ 5 મિલિયન ડોલર એકત્ર કર્યા અને અન્ય અનેક રોકાણકારો સાથે કામ કર્યું હતું.

2011થી 2021 સુધીના બદલાતા સમયગાળા દરમિયાન Myntraએ ઘણા ઉતાર-ચઢાવને પાર કર્યા છે. 2011માં Myntra ખાનગીકરણથી દૂર થઈ ગઈ અને લાઇફસ્ટાઇલ ફેશન પ્રોડક્ટ વેચવાનું શરૂ કર્યુ હતું. ત્યાર બાદ વર્ષ 2014માં ફ્લિપકાર્ટની માલિકી હેઠળ કંપનીએ વેચાણ ચાલુ રાખવાનો નિર્ણય લીધો.

આ પણ વાંચો: Zomato Success Story: લાંબી લાઈનમાં ઊભા રહ્યા બાદ આવ્યો વિચાર અને ઊભી કરી 1 લાખ કરોડની કંપની

કામદારોની હડતાલ

અન્ય કંપનીઓની મિંત્રાને પણ કામદારોની સમસ્યાઓના પગલે ખરાબ સમયમાંથી પસાર થવાનો વારો આવ્યો હતો. નબળા વેતન દર અને કર્મચારી લાભોથી વંચિત રહેતા કામદારોએ હડતાલ પર ઉતરતા કંપનીને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

વર્ષ 2015માં જ્યારે કંપનીએ જાહેરાત કરી કે તેઓ વેબસાઇટ બંધ કરીને માત્ર એપ્લીકેશન ચાલુ રાખશે તેની ખૂબ ખરાબ અસર તેમના વેચાણ પર પડી હતી. કારણ કે મોબાઇલ એપ્લીકેશન પર ધાર્યો ટ્રાફિક અને ગ્રાહકો ન આવતા કંપનીને જંગી નુકસાન થયું હતું. આ ઘટનામાંથી બોધ લઇને કંપનીએ નવી ડિઝાઇન સાથે વેબસાઇટ લોન્ચ કરવાનું નક્કી કર્યુ. 2017 મિંત્રાએ વાટાઘાટો કરી અને તેનો ઑફલાઇન સ્ટોર શરૂ કર્યો અને 151.20 કરોડ ડોલરની ચોખ્ખી ખોટ થઇ હતી.

આ પણ વાંચો: Success Story: કે.વી.રામાણી, જેમણે પોતાની સંપત્તિનો 80% હિસ્સો શિરડી સાંઈ બાબાને આપી દીધો

શરૂ કર્યો રીયાલિટી શો

તેમના કામને આગળ વધારવા અને નવી ફેશન માટે Myntra એ એક ડિજિટલ રિયાલિટી ફેશન શોનું આયોજન કર્યું - "MYNTRA FASHION SUPERSTAR". જે ફેશન પર આધારિત ટેલેન્ટ હન્ટ છે, આ શો 17 સપ્ટેમ્બર 2019ના રોજ Myntra એપ્લિકેશનમાં પબ્લિશ કર્યો હતો. આ શોનું શૂટિંગ ઝૂમ સ્ટુડિયોમાં કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડ સેલિબ્રિટીને જજ તરીકે રાખવામાં આવી હતી. એટલું જ નહીં આ શોમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રી સોનાક્ષી સિન્હા પણ ચીફ ગેસ્ટ તરીકે દેખાઇ હતી. હાલ મિંત્રા દરેક જનરેશન માટે સૌથી લોકપ્રિય વેબસાઇટ પૈકી એક છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Fashion, Online Shopping, Success story

આગામી સમાચાર