અભ્યાસમાં જરા પણ નહોતું લાગતું મન, તો પણ દુનિયાનો સૌથી પૈસાદાર વ્યક્તિ બની ગયો

બિલ ગેટ્સ બાળપણમાં (ફાઈલ ફોટો)

તેમના પેરેન્ટ્સને લાગતુ કે તે પોતાનો સમય બરબાદ કરી રહ્યો છે. એક સમય બાદ પેરેન્ટ્સે માની લીધુ કે તે હાથમાંથી નીકળી ગયો છે. બાદમાં તેમને તેના હાલ પર છોડી દીધો.

 • Share this:
  તેમના પિતા પૈસાદાર વકિલ હતા. તેમને લાગતુ હતું કે, દીકરો ભણી ઘણીને તેમનું નામ રોશન કરશે. તેમણે ખુબ આશાઓ સાથે તેને સ્કૂલ મોકલ્યો. પરંતુ સમસ્યા એ હતી કે, દીકરાનું મન અભ્યાસમાં લાગતું ન હતું. ટીચર્સ વારંવાર ટકોર કરતા અને સલાહ આપતા. એક દિવસ આજ છોકરાએ એક એવી વસ્તુ બનાવી કે પુરી દુનિયા તેની દિવાની બની ગઈ. તે દુનિયાનો સૌથી પૈસાદાર વ્યક્તિ બની ગયો.

  આ વ્યક્તિ કોઈ અન્ય નહીં પરંતુ બિલ ગેટ્સ છે. તેમના પિતા સિએટલના મોટા વકિલ હતા. ઘરમાં પૈસાની કોઈ અછત ન હતી. માં પણ બે કંપનીઓમાં ડાયરેક્ટર હતા.

  બિલ ગેટ્સનો 28 ઓક્ટોબર 1955ના રોજ જન્મ થયો, તો તેમના પિતાએ તેજ સમયે તેના ભવિષ્યનો પ્લાન કરી દીધો. તેમનો દીકરો મોટો થઈ મોટો વકિલ બનશે.

  ખુબ આશાઓ સાથે સ્કૂલ મોકલ્યો
  બિલને ખુબ આશા સાથે સ્કૂલમાં મોકલવામાં આવ્યો, પરંતુ જેમ જેમ અભ્યાસ વધતો ગયો, તે તેનાથી દૂર ભાગતા ગયા. તે ક્લાસમાં ગુલ્લી મારતા. સ્કૂલમાં ક્લાસ દરમ્યાન તે બહાર બેસી અલગ જ વિચારોમાં ખોવાયેલા રહેતા. જ્યારે અભ્યાસમાં મન ન લાગતું તો સારા નંબર કેવી રીતે આવે.

  બિલ ગેટ્સના નંબર ક્યારે સારે ન આવ્યા. પેરેન્ટ્સ ચિંતિંત હતા. તે વારંવાર પુત્રને અભ્યાસ માટે દબાણ કરતા, પરંતુ તે સ્પષ્ટ કહી દેતા કે, તેમનું અભ્યાસમાં મન નથી લાગતું. તે વકીલ નહીં બને.

  વચમાં જ છોડી દીધો અભ્યાસ
  તેમણે કોઈ રીતે હાઈસ્કૂલ તો પાસ કરી, તો તેમને અભ્યાસ માટે હાર્વર્ડ મોકલી દેવામાં આવ્યા, પરંતુ ગેટ્સે વચમાં જ અભ્યાસ છોડી દીધો. તે પોતાના મિત્ર સાથે કમ્પ્યુટરના પ્રોગ્રામિંગમાં જોડાઈ ગયા. તેમનો આ દોસ્ત પોલ એલન પહેલા જ પોતાનો અભ્યાસ વચમાં છોડી ચુક્યો હતો.

  પેરેન્ટ્સે તેમને ખુબ ટકોર કરી, પરંતુ બિલ પર તેની કોઈ અસર ન હતી. તે પોતાની મરજીનો માલિક બનતા ગયા. જોકે, અભ્યાસ વચમાં છોડવાના કારણે મજાકનું પાત્ર જરૂર બન્યા. પિતાના પરિચિતોથી લઈ મિત્રોને મળે તો, બધા જ એક જ ટકોર કરતા. તે મજાક બની ગયા.

  પેરેન્ટ્સને લાગતુ સમય બરબાદ કરી રહ્યો છે
  જ્યારે બિલ પોતાના મિત્ર સાથે મળીને કમ્પ્યૂટર પ્રોગ્રામિંગ કરી રહ્યા હતા તો, તેમના પેરેન્ટ્સને લાગતુ કે તે પોતાનો સમય બરબાદ કરી રહ્યો છે. એક સમય બાદ પેરેન્ટ્સે માની લીધુ કે તે હાથમાંથી નીકળી ગયો છે. બાદમાં તેમને તેના હાલ પર છોડી દીધો.

  ત્યારબાદ માઈક્રોસોફ્ટે ક્રાંતિ કરી દીધી
  જ્યારે બિલ ગેટ્સે પોલ એલન સાથે મળીને અલ્ટવેયર નામનો પ્રથમ પ્રોગ્રામ બનાવ્યો, તો તે ખુબ સરસ રહ્યો. બસ ત્યારબાદ બિલ અને પોલે માઈક્રોસોફ્ટ કંપની બનાવી. પહેલા તો માઈક્રોસોફ્ટે બીજી કંપનીઓ માટે સોફ્ટવેયર બનાવ્યા, પરંતુ જ્યારે વિન્ડો રજૂ કર્યું તો, ત્યારબાદ દુનિયાભરના કોમ્પ્યુટરના ઓપરેટિંગ સિસ્ટમમાં વિંડો ચાલવા લાગ્યું. વિંડો દ્વારા માઈક્રોસોફ્ટે ક્રાંતી કરી, ત્યારબાદ કંપનીએ ક્યારે પણ પાછળ વળીને નથી જોયું.

  20 વર્ષથી વધારે સમય દુનિયાના નંબર વન પૈસાદાર વ્યક્તિ રહ્યા
  બિલ ગેટ્સ 20 વર્ષથી વધારે સમય દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ રહ્યા. હાલમાં પણ તે દુનિયાના ટોપ પાંસ પૈસાદાર વ્યક્તિમાં સામેલ છે. પરંતુ આ ગેટ્સ હતા જેમનું મન અભ્યાસમાં લાગતુ ન હતું, પરંતુ તેમની પાસે એક અલગ પ્રકારનું ટેલેન્ટ હતું.
  Published by:kiran mehta
  First published: