Home /News /business /કર્મચારીથી સીધા સુપર બોસની ખુરશી સુધી, ટોચના CEOએ કહી સફળતાની ગાથા, નોકરી કરનારાઓને આપી સોના જેવી સલાહ

કર્મચારીથી સીધા સુપર બોસની ખુરશી સુધી, ટોચના CEOએ કહી સફળતાની ગાથા, નોકરી કરનારાઓને આપી સોના જેવી સલાહ

સત્ય નડેલા(માઈક્રોસોફ્ટ)

સત્ય નડેલાએ કહ્યું કે માઈક્રોસોફ્ટમાં તેમના 30 વર્ષ દરમિયાન, તેમણે ક્યારેય તેમના કામને હળવાશથી ન લીધું અને સમજ્યું કે હું જે કામ કરી રહ્યો છું તે સૌથી મહત્વપૂર્ણ છે.

સુપ્રસિદ્ધ આઈટી કંપની માઈક્રોસોફ્ટમાં ભારતીય મૂળના સીઈઓ સત્ય નડેલાએ યુવાનોને કરિયરની શાનદાર સલાહ આપી છે. તેમણે કહ્યું કે નોકરી કે વ્યવસાયમાં હંમેશા માની લો કે તમારી પાસે જે કામ છે તે સૌથી મહત્વપૂર્ણ છે. માત્ર 22 વર્ષની વયે માઈક્રોસોફ્ટમાં કર્મચારી તરીકે જોડાનાર સત્ય નડેલા આજે કંપનીના સીઈઓ છે. તેણે કહ્યું કે તેની કારકિર્દી અને જીવન વિશે તેની વિચારસરણી સ્પષ્ટ હતી, તેથી જ તેને દરેક પગલા પર સફળતા મળી.

LinkedIn CEO Ryan Roslansky સાથેના એક ઈન્ટરવ્યુમાં નડેલાએ કહ્યું કે જ્યારે તેઓ Microsoft માં કામ કરતા હતા ત્યારે CEO બનવાનો વિચાર તેમના મગજમાં પણ નહોતો આવ્યો. તેને જે પણ રોલ મળ્યો તેમાં તેણે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.

આ પણ વાંચો: મોટી રાહત! કેન્દ્ર સરકારે આધાર અને પાન કાર્ડ લિંક કરવાની મુદ્દતમાં ત્રણ મહિનાનો વધારો કર્યો

'દરેક કામ પૂર્ણ નિષ્ઠાથી કરો'


જ્યારે નાડેલાને માઇક્રોસોફ્ટમાં તેમના 30 વર્ષ દરમિયાન શીખેલા સૌથી મહત્વપૂર્ણ પાઠ વિશે પૂછવામાં આવ્યું, તો તેમણે કહ્યું, "ઓફિસમાં તમારું સારું પ્રદર્શન ચાલુ રાખો અને સારું કામ કરવા માટે આગળની/નવી નોકરીની રાહ ન જુઓ, તમે જ્યાં પણ કામ કરો છો ત્યાં પૂરા સમર્પણ સાથે કામ કરો."

આ પણ વાંચો: આ કંપની સાથે ઓફલાઈન કે ઓનલાઇન બંને રીતે જોડાઈને કરી શકાય છે અઢળક કમાણી

નડેલાએ કહ્યું કે માઈક્રોસોફ્ટમાં તેમના 30 વર્ષ દરમિયાન, તેમણે ક્યારેય તેમના કામને હળવાશથી ન લીધું અને પોતે સમજ્યું કે હું જે કામ કરી રહ્યો છું તે મહત્વપૂર્ણ છે. તે સૌથી અગત્યની બાબત છે.’ આમ, ઉત્સાહ, પ્રતિબદ્ધતા અને જવાબદારી લેવાની તત્પરતા સાથે, નડેલા આગળ વધ્યા અને એક દિવસ એવો આવ્યો જ્યારે તેઓ કંપનીના CEO બન્યા.



માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ કહ્યું કે કરિયરમાં સફળ થવા માટે પોતાનું કામ સારી રીતે કરવું જરૂરી છે. એવું ન વિચારો કે તમારી વર્તમાન નોકરી તમારી કારકિર્દીને અવરોધે છે અથવા તમને પ્રગતિ કરતા અટકાવે છે. દરેક નોકરી અને ક્ષેત્રમાં આગળ વધવા નવું-નવું શીખવા માટે તમારી પાસે સમર્પણ અને ધગશ હોવી જોઈએ. આ વિચાર સાથે, તમે લાંબા ગાળે તમારી કારકિર્દીમાં વધુ સારી જગ્યાએ હશો. સત્ય નડેલાએ કહ્યું કે સીઈઓ બન્યા પછી પણ તેમણે ઘણી નવી વસ્તુઓ શીખવાનું ચાલુ રાખ્યું છે.
First published:

Tags: Business news, Microsoft માઈક્રોસોફ્ટ, Motivation, Satya Nadella