Success Story: કહાની રિક્ષા ડ્રાઈવરના પુત્રની, જે 21 વર્ષની ઉંમરમાં બન્યો IAS

IAS અંસાર અહમદ શેખ

સાર યૂપીએસસી સિવિલ સેવા પરિક્ષાને ક્રેક કરનારો સૌથી ઓછી ઉંમરનો ઉમેદવાર છે.

  • Share this:
    IAS Success Story: વર્તમાન સમયમાં જ્યાં યુવાનોની સંખ્યા પોતાનું લક્ષ્ય નક્કી નથી કરી શકતી, ત્યાં વિદ્યાર્થીઓનો એક સમૂહ એવો પણ છે જે પોતાની ઈચ્છાશક્તિ સાથે કરિયરમાં શાનદાર ઊંચાઈ સુધી પહોંચવા માટે તમામ રીતને તોડી નાખે છે. તમામ સુવિધાઓ સાથે લક્ષ્ય મેળવવું સરળ છે, પરંતુ પરેશાનીઓમાં દિવસ વિતાવે, સુવિધાઓ વગર તમામ સફળતા મેળવનારની કહાની એક મિશાલ બને છે. આવી જ કહાની છે અંસાર અહમદ શેખની. અંસાર યૂપીએસસી સિવિલ સેવા પરિક્ષાને ક્રેક કરનારો સૌથી ઓછી ઉંમરનો ઉમેદવાર છે.

    અંસાર અહમદ શેખે પહેલા એટેમ્પ્ટમાં વર્ષ 2015માં ઓલ ઈન્ડિયા 361મો રેન્ક મેળવ્યો. અંસારના પિતા રિક્ષા ચલાવતા હતા. મહારાષ્ટ્રના જાલના ગામના રહેવાસી અંસારનો ભાઈ વ્યવસાયે મિકેનિક છે. પરિવારની નબળી પરિસ્થિતિ હોવા છતા, અંસારે શરૂઆતથી જ અભ્યાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. તેણે પૂણેની પ્રતિષ્ઠિત કોલેજથી પોલિટિકલ સાયન્સમાં બીએ કર્યું.

    દ્રઢ ઈચ્છાશક્તિથી પ્રેરિત થઈ, તેણે UPSC પરીક્ષાની તૈયારી કરી સળંગ ત્રણ વર્ષ સુધી દિવસમાં 12 કલાક કામ કર્યું. અને ભારતની સૌથી પ્રતિષ્ઠિત પ્રતિસ્પર્ધી યૂપીએસસીની પરીક્ષા પાસ કરી એક મિશાલ ઉભી કરી.

    એક ગરીબ રૂઢિવાદી મુસ્લીમ પરિવારમાંથી આવનાર અંસારની ઉપલબ્ધી વકાણવા લાયક છે. અંસારની સફળતા એવા ગરીબ ઉમેદવારો માટે પ્રેરણાનો સ્ત્રોત બની જે કટ-ઑફ પ્રતિયોગિતાની દુનિયામાં પોતાની ઓળખ બનાવવા માટે ખુબ મહેનત કરી રહ્યા છે.
    Published by:kiran mehta
    First published: