ભારતના ટોચના 8 એન્ટરપ્રિન્યોર્સની કહાણી જે તમને જીવનમાં આગળ વધવા આપશે પ્રેરણા

આનંદ મહિન્દ્રા, રાધાકિશન દામાણી, ગૌતમ અદાણી, હરિ મેનન, કિશોર બિયાની, બાબા કલ્યાણી

Top 8 Indian Entrepreneurs: આ કહાનીઓ પરથી કહી શકાય કે, જીવનમાં કંઈ પણ અશક્ય નથી માત્ર દ્રઢ ઈચ્છાશક્તિની જરૂર છે. આ એન્ટરપ્રિન્યોર્સની યાદીમાં આનંદ મહિન્દ્રા, રાધાકિશન દામાણી, ગૌતમ અદાણી સહિત નામ સામેલ છે.

  • Share this:
મુંબઈ: અહીં ભારતીય એન્ટરપ્રિન્યોર્સ વિશેની સફળ કહાની (Success stories of Indian entrepreneurs)ઓ રજૂ કરવામાં આવી છે. જે તમને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપશે. આ કહાનીઓ પરથી કહી શકાય કે, જીવનમાં કંઈ પણ અશક્ય નથી માત્ર દ્રઢ ઈચ્છાશક્તિની જરૂર છે. આ એન્ટરપ્રિન્યોર્સની યાદીમાં આનંદ મહિન્દ્રા (Anand Mahindra), રાધાકિશન દામાણી (Radhakishan Damani), ગૌતમ અદાણી (Gautam Adani) સહિત નામ સામેલ છે.

આનંદ મહિન્દ્રા (Anand Mahindra)

આનંદ મહિન્દ્રા ભારતીય એન્ટરપ્રિન્યોર છે, તેઓ મુંબઈ સ્થિત મહિન્દ્રા ગ્રુપના ચેરપર્સન છે. તેઓ મહિન્દ્રા & મહિન્દ્રા (Mahindra & Mahindra)ના કો-ફાઉન્ડર જગદીશ ચંદ્ર મહિન્દ્રાના પૌત્ર છે. તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. જાન્યુઆરી 2020 સુધીમાં તેમની કુલ સંપત્તિ લગભગ 1.6 બિલિયન ડોલર છે. તેમને ફોર્ચ્યુન મેગેઝીનમાં વિશ્વના 50 ગ્રેટ લિડરમાં સ્થાન આપવામાં આવ્યું છે. આનંદ મહિન્દ્રાને ભારતમાં પદ્મ ભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

આનંદ મહિન્દ્રા વર્લ્ડ ઈકોનોમિક ફોરમના કો-ચેરપર્સન પણ છે. તેમને 2013 માટે ફોર્બ્સ (Forbes India) દ્વારા ‘એન્ટરપ્રિન્યોર ઓફ ધ યર’ તરીકેનું સ્થાન આપવામાં આવ્યું હતું. આનંદ મહિન્દ્રાએ બિઝનેસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું હોવાને કારણે તેમને રાજીવ ગાંધી પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે. ઉપરાંત અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશન તરફથી લીડરશીપ પુરસ્કાર આપવામાં આવ્યો છે તથા ઓટો મોનિટર તરફથી પર્સન ઓફ ધ યર એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.

રાધાકિશન દામાણી- “D-Mart” ફાઉન્ડર (Radhakishan Damani)

રાધાકિશન દામાણી આર.કે.દામાણી અને Mr. વ્હાઈટ અને વ્હાઈટ તરીકે ઓળખાય છે. તેમણે ભારતમાં ડી-માર્ટ સુપરમાર્કેટ અને મેગા-રિટેઈલ ચેઇન સ્ટોર્સની સ્થાપના કરી છે. આર.કે.દામાણી મુંબઈ બેઝ્ડ એન્ટરપ્રિન્યોર અને બિલિયોનેર ઈન્વેસ્ટર છે અને તેમને દામાણી રિટેઈલ બિઝનેસના કિંગ તરીકે ઓળખવામાં આવે છે.

તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્ટડી અધવચ્ચેથી છોડી દીધી હતી. 32 વર્ષની ઉંમરે તેમણે સ્ટોક બ્રોકિંગના બિઝનેસની શરૂઆત કરી હતી. વર્ષ 2000માં મુંબઈના પોવાઈમાં ડી-માર્ટની સ્થાપના કરી હતી. ડી-માર્ટ માત્ર એક જ છતની નીચે બેઝિક હોમ પ્રોડક્ટ્સ અને પર્સનલ કેર પ્રોડક્ટ્સની વિસ્તૃત રેન્જ ઓફર કરે છે.

તમામ ડી-માર્ટ સુપરમાર્કેટ હોમ યુટિલિટી પ્રોડક્ટ્સ સ્ટોકમાં રાખે છે. જેમાં બ્યુટી પ્રોડક્ટ્સ, રમકડાં, હોમ એપ્લાયન્સિસ, ફૂટવેર, સ્ટેશનરી, રસોડાની સામગ્રી, કપડા તથા અન્ય સામગ્રીઓ પણ સામેલ છે. હાલના સમયમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, તેલંગાણા, NCR, તમિલનાડુ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ડી-માર્ટના સ્ટોર આવેલા છે.

ગૌતમ અદાણી (Gautam Adani)

ગૌતમ અદાણી ભારતીય એન્ટરપ્રિન્યોર, અદાણી ગૃપના ફાઉન્ડર અને બિલિયોનેર ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ છે. તેઓ અદાણી ગ્રુપના પ્રેસિડેન્ટ છે, જેનું નેતૃત્વ મોટાભાગે પ્રીતિ અદાણી કરે છે. તેઓ ભારતમાં પોર્ટ ડેવલપમેન્ટ સાથે સંકળાયેલા છે. તેઓએ 1988માં અદાણી ગ્રુપની સ્થાપના કરી. તેમના વ્યવસાયમાં ઊર્જા, સંરક્ષણ, કૃષિ, રિસોર્સિસ, એરોસ્પેસ અને લોજિસ્ટિક્સમાં વિવિધતા લાવવામાં આવી.

ગૌતમ અદાણીએ વર્ષ 1991માં ટેક્સટાઈડ, કૃષિ ઉત્પાદન અને મેટલના બિઝનેસને વિસ્તારિત કરવાનું શરૂ કર્યું. તેમને વર્ષ 1993માં મુંદ્રા પોર્ટના મેનેજરિયલ આઉટસોર્સિંગ માટે ગુજરાત સરકાર પાસેથી કરાર મળ્યો હતો. ફોર્બ્સના જણાવ્યા અનુસાર વર્ષ 2019 સુધીમાં તેમની કુલ સંપત્તિ 15.7 બિલિયન ડોલર છે. વર્ષ 2019 માં ઈન્ડિયા ટુડે અનુસાર ગૌતમ અદાણીને ભારતમાં ત્રીજા સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે રેન્ક આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Business Idea: PhonePe એપથી ઘરે બેઠા મોટી કમાણી પણ કરી શકાય છે! જાણો કઈ રીતે

હરિ મેનન (Hari Menon)

તેમનો જન્મ 1996માં મુંબઈના બાંદ્રા વેસ્ટમાં થયો હતો. તેઓ એક એવા વ્યક્તિ છે, જેમણે તેમના જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. તેઓ ભારતના સૌથી મોટા સુપરમાર્કેટ બિગબાસ્કેટના કો-ફાઉન્ડર અને CEO છે. તેમણે સિમ્ફોની ઈન્ડસ્ટ્રીયલ AI ની પણ સ્થાપના કરી છે. તેઓ ઈન્ડિયાસ્કીલના ચિફ એક્ઝીક્યુટીવ ઓફિસર હતા. બિગબાસ્કેટની શરૂઆત કરતા પહેલા હરિ મેનન ટાઈમલી, ટુમરી અને સેરસ કોર્પોરેશન સહિત અનેક કંપનીઓના ચિફ એક્ઝીક્યુટીવ ઓફિસર હતા. તેમણે BITS Pilani માંથી અભ્યાસ કર્યો છે, ઉપરાંત વિપ્રો સાથે ઈન્ફોટેક બિઝનેસમાં બિઝનેસ હેડ તરીકે કામ પણ કર્યું છે.

કિશોર બિયાની (Kishore Biyani)

કિશોર બિયાની એક સફળ ભારતીય એન્ટરપ્રિન્યોર છે. તેઓ ચિફ એક્ઝિક્યુટીવ ઓફિસર છે અને ફ્યૂચર ગ્રુપના ફાઉન્ડર છે. તેમણે પેન્ટાલૂન રિટેઈલ અને બિગ બજાર સહિત રિટેઈલ બિઝત બિઝનેસની સ્થાપના કરી છે. તેઓ ભણવામાં એટલા સારા ન હતા, તેમને માત્ર બિઝનેસમાં રસ હતો. તેમણે તેમના બે કઝિન્સ ભાઈઓના બિઝનેસ સાથે કામ કરવાનું શરૂ કર્યું. તે બિઝનેસનું નામ ‘બંસી સિલ્ક મિલ્સ’ હતું. તેમણે 22 વર્ષની ઉંમરે ટ્રાઉઝર્સ બનાવવાનું શરૂ કર્યું અને તે કંપનીનું નામ ‘પેન્ટાલૂન’ રાખવામાં આવ્યું.

વર્ષ 1983માં ફેશનેબલ કપડાનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ કિશોર બિયાણીએ ‘માંઝ વેયર પ્રાઈવેટ લિમિટેડ’ ની શરૂઆત કરી. તેમણે પોતાની બ્રાન્ડ WBB ની શરૂઆત કરી. ત્યારબાદ તેમણે વર્ષ 2001 માં બિઝ બજારની સ્થાપના કરી.

આ પણ વાંચો: Business Idea: તજના પાનની ખેતીમાં કરો કમાણી, ફક્ત 50 છોડ ઊગાડીને વર્ષે થશે લાખોની કમાણી

બાબા કલ્યાણી (Baba Kalyani)

બાબા કલ્યાણીનું ફૂલ નેમ બાબાસાહેબ નીલકંઠ કલ્યાણી છે અને તેઓ એક ભારતીય એન્ટરપ્રિન્યોર છે. તેમણે વિશ્વના બીજા નંબરના ફોર્જિંગ નિર્માતા ભારત ફોર્જના મેનેજિંગ ડાયરેક્ટર અને ચેરમેન તરીકે કાર્ય કર્યું. તેમણે બેલગામની રાષ્ટ્રીય સૈન્ય શાળામાંથી અભ્યાસ પૂર્ણ કર્યો. તેમણે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ્સ ઑફ ટેક્નોલોજીમાંથી MSની ડિગ્રી મેળવી હતી. તેમણે વર્ષ 1972માં ભારત ફોર્જમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. ભારત ફોર્જ હાઈબ્રિડ સોલ્યુશનને ડેવલપ કરે છે. કંપની સોલાર એનર્જી અને કલ્યાણ ગ્રુપની ફ્લેગશિપ કંપનીના નિર્માણનું કાર્ય કરી રહી છે. બાબા કલ્યાણીને ટ્રેડ અને ઈન્ડસ્ટ્રીમાં યોગદાન આપવા બદલ પદ્મ ભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

એન.આર. નારાયણમૂર્તિ (N R Narayana Murthy)

નારાયણમૂર્તિનો જન્મ 20 ઓગસ્ટ 1946ના રોજ કર્ણાટકના મૈસૂરમાં થયો હતો, તેમણે સોફ્ટવેર કંપની ઈન્ફોસિસ ટેકનોલોજીની સ્થાપના કરી હતી. તેમણે તેમના મિત્રો સાથે મળીને વર્ષ 1981માં Infosysની સ્થાપના કરી. તેમને ભારત સરકાર તરફથી પદ્મ ભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Business Ideas: આ યુનિક બિઝનેસ આઈડીયાથી ઓછા ખર્ચમાં કરી શકો છો મોટી કમાણી

અઝીમ એચ. પ્રેમજી (Azim premji)

ભારતના બિલ ગેટ્સ તરીકે જાણીતા અઝીમ પ્રેમજીનો જન્મ મુંબઈના ગુજરાતી મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેઓ ભારતના ધનિક વ્યક્તિઓમાંથી એક છે. તેમણે IT કંપની વિપ્રો લિમિટેડની સ્થાપના કરી હતી. માત્ર 21 વર્ષની ઉંમરે તેમણે તેમના પરિવારનો બિઝનેસ સંભાળ્યો હતો. તેમણે સામાજિક કાર્યોમાં પણ યોગદાન આપ્યું હોવાને કારણે તેમને પદ્મ ભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા છે. આટલા ધનિક વ્યક્તિ હોવા છતાં તેમને ઈકોનોમી ક્લાસમાં યાત્રા કરવી પસંદ છે. આ તમામ સફળ કહાની વિશે જાણીને તમને જરૂરથી પ્રેરણા મળી હશે.
Published by:Vinod Zankhaliya
First published: