Home /News /business /સંતાનોને વિદેશમાં ભણાવવા છે? આ રહ્યો ફુલપ્રુફ પ્લાન ક્યારેય રુપિયાની તંગી નહીં નડે

સંતાનોને વિદેશમાં ભણાવવા છે? આ રહ્યો ફુલપ્રુફ પ્લાન ક્યારેય રુપિયાની તંગી નહીં નડે

વિદેશમાં સંતાનના શિક્ષણ ખર્ચને પહોંચી વળવા માટે આવી રીતે બનાવો ફૂલપ્રૂફ પ્લાન

વિદેશમાં ભણવું જેમ આજકાલ દરેક યુવાનનું સપનું હોય છે તેમ દરેક માતા પિતા પણ ઈચ્છતા હોય છે કે તેમના સંતાનો વિદેશની કોઈ ખ્યાતનામ યુનિવર્સિટીમાં જઈને અભ્યાસ કરે. જોકે આ માટે થતો ગજા બહારનો ખર્ચ દરેક માતા-પિતા માટે ચિંતાનો વિષય બને છે. પરંતુ નિષ્ણાતોએ જણાવ્યા મુજબ જો આ રીતે પ્લાન કરો તો ખર્ચ કેમ કાઢશો તેની ચિંતા નહીં રહે.

વધુ જુઓ ...
ભારતમાં સરેરાશ વ્યક્તિ જન્મથી 21 વર્ષની ઉંમર સુધી સંતાનને ઉછેરવા માટે 36-38 લાખ રૂપિયા જેટલો ખર્ચ કરે છે. માતા-પિતાને ઘણા ખર્ચાઓ પૂરા કરવા પડે છે. આ ખર્ચાઓમાં ખોરાક, કપડાં, ગેજેટ્સ અથવા શિક્ષણનો ખર્ચ સામેલ હોય છે. આ સાથે તમામ કેટેગરીમાં લગભગ 7થી 10 ટકા મોંઘવારી ઉમેરવાની હોય છે. આ વાત એજ્યુફંડ રિસર્ચમાં સામે આવી છે.  આ સાથે જેમ જેમ બાળક મોટું થાય તેમ તેમ ખર્ચાઓ પણ વધે છે. બાળક પર પ્રારંભિક વર્ષોમાં વિશેષ ધ્યાન આપવાની જરૂર હોય છે, તેથી ખોરાક અને આરોગ્યસંભાળ ખર્ચ વધુ હોય છે. બાળક ઝડપથી વધે એટલે કપડાંના કપડાંની નવી જોડી ખરીદીને કારણે કપડાંનો ખર્ચ વધારે થાય છે.

આજકાલ શિક્ષણ દિવસે દિવસે મોંઘું થતું જાય છે


1

બીજી તરફ જેમ જેમ સંતાન શાળાથી કોલેજમાં જાય છે તેમ તેમ શિક્ષણ ખર્ચ વધે છે. સંતાન પુખ્તાવસ્થાની નજીક હોય ત્યારે શિક્ષણ પાછળ મોટો ખર્ચ થાય છે. આમાં શિક્ષણને લગતા ટ્યુશન ફી, રહેવા, પુસ્તકો, સ્ટેશનરી, કોચિંગ સહિતના ખર્ચનો સમાવેશ થાય છે. શિક્ષણ પાછળ વધતો ખર્ચ ચિંતાજનક છે. આ સાથે ખર્ચ માટે કેવી રીતે તૈયારી કરવી તે વિશે જાગૃતિનો અભાવ પણ વધુ છે.

2

શિક્ષણના ખર્ચને પહોંચી વળવા એકમાત્ર રસ્તો એ છે કે એસેટ ક્લાસમાં રોકાણ કરવું. આ રોકાણ શૈક્ષણિક ખર્ચમાં ફુગાવા કરતા ઝડપથી વધે છે. તમે ટૂંકા અને લાંબાગાળાના લક્ષ્યોની મદદથી આ કરી શકો છો.  લાંબાગાળાના ગોલમાં સમય તમારી તરફેણમાં હોય છે અને તમારી પાસે જરૂરી મૂડી એકત્રિત કરવા માટે થોડા વર્ષો હોય છે. આ મૂડી ભવિષ્યમાં આવનાર તમારા બાળકની કોલેજની ફી અથવા અન્ય કોઈપણ શિક્ષણ-સંબંધિત ખર્ચને પહોંચી વળવા કામ આવે છે.

ટૂંકા ગાળાના લક્ષ્યાંકો સાથે પ્લાન બનાવો


ટૂંકા ગાળાના લક્ષ્યાંકો હાંસલ કરવા થોડા મુશ્કેલ છે. બાળક જ્યારે સ્કૂલ કે કોલેજ જવાનું શરૂ કરે છે ત્યારે સ્કૂલ ફી ઉપરાંત પણ ઘણા ખર્ચા થાય છે. ઉદાહરણ તરીકે, વધારાના અભ્યાસક્રમો માટેની ફી, લેપટોપની કિંમત વગેરે. આ બધા ખર્ચ જરૂરી છે અને તે ખર્ચ કરવાની હોય છે. પરંતુ ઘણીવાર આ ખર્ચની અવગણના કરવામાં આવે છે. જો આપણે આ માટે યોગ્ય રીતે આયોજન કરીએ અને અસરકારક રીતે બચત કરીએ તો આપણા ટાર્ગેટ હાંસલ કરી શકાય છે.

ચાલો આપણે ધારીએ કે તમે તમારા બાળકની શાળાની ફી માટે બચત કરવાનો પ્લાન ઘડી રહ્યા છો. આ ટૂંકાગાળાનું લક્ષ્ય છે. જેમાં તમારે આગામી શૈક્ષણિક વર્ષ દરમિયાન ઉપયોગમાં લેવા માટે એક વર્ષના સમયગાળામાં મૂડી એકઠી કરવાની છે.  ધારી લો કે, તમે તમારા બાળકની સ્કૂલ ફી માટે 1.25 લાખ રૂપિયા બચાવવા માંગો છો અને તમારી પાસે તેના માટે એક વર્ષ છે. આવી સ્થિતિમાં તમારા ગોલને પ્રાપ્ત કરવા માટે તમારી બચતનું રોકાણ કરવા માટે તમારે યોગ્ય રોકાણ વિકલ્પ શોધવાની જરૂર પડશે.

આ ગોલ મેળવવા માટે ઉચ્ચ પ્રવાહિતા અને સલામતીવાળા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની જરૂર છે. આવા ટૂંકાગાળાના ધ્યેયો માટે ડેટ ફંડ્સ શ્રેષ્ઠ વિકલ્પ ગણાય છે, કારણ કે તે ઓછા અસ્થિર હોય છે. તમે એક વર્ષ માટે મહિને 10,000 રૂપિયાની મ્યુચ્યુઅલ ફંડ SIP શરૂ કરી શકો છો. આ રીતે તમે 12 મહિનામાં 1.2 લાખ રૂપિયાનું રોકાણ કરશો અને તમારું લક્ષ્ય પરિપક્વ થાય ત્યાં સુધીમાં 1.25 લાખ રૂપિયા મેળવશો.

લાંબાગાળાના ખર્ચને પહોંચી વળવા આવો પ્લાન બનાવો


3

લાંબા ગાળાના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે અન્ય વિકલ્પો તરફ પણ નજર દોડાવી શકો છો. સામાન્ય રીતે ઉચ્ચ શિક્ષણનો ખર્ચ વધારે થઈ શકે છે. જેમાં ફી ઉપરાંત રહેવા યુટિલિટી બિલ, કપડાં, પુસ્તકો, ખોરાક, કરિયાણું, પરિવહન વગેરે જેવા ખર્ચાઓ પણ થાય છે. ફી ખર્ચનો 40 ટકા હિસ્સો ધરાવે છે

સામાન્ય રીતે એક બાળકને ઉછેરવા પાછળ સરેરાશ રૂ.36-38 લાખનો ખર્ચ કરવામાં આવે છે. તેમાં શિક્ષણનો હિસ્સો 74 ટકા છે અને શિક્ષણનો ખર્ચ વાર્ષિક 10 ટકાના દરે વધી રહ્યો છે.  ચાલો ધારી લઈએ કે, તમારે તમારા બાળકના શિક્ષણ માટે 15 વર્ષ પછી 1 કરોડ રૂપિયા એકઠા કરવાની જરૂર છે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમારે દર મહિને 15,000 રૂપિયાની SIP શરૂ કરવી જરૂરી છે. જો SIP વાર્ષિક ધોરણે 15 ટકા વધે તો તે મૂડી ઊભી કરવામાં મદદ કરશે.

4

સમયનો ફાયદો થાય તે માટે તમારે તમારું રોકાણ જેટલું વહેલું શક્ય હોય તેટલું વહેલું શરૂ કરવું જોઈએ. વહેલું રોકાણ કરવાથી વ્યાજના વ્યાજનો લાભ તો મળશે જ સાથે તમે નાની રકમ રોકીને પણ મોટી મૂડી ઊભી કરી શકશો.  ઉચ્ચ કેળવણીના ખર્ચાઓ જેવા લાંબા ગાળાના ખર્ચાઓ માટે રોકાણ કરવાનો આદર્શ માર્ગ ઊંચા-જોખમી ફંડથી શરૂઆત કરવાનો અને શક્ય હોય ત્યાં સુધી સંપત્તિ એકઠી કરવાનો તથા ત્યારબાદ મૂડી બચી રહે તેવા રોકાણ તરફ વળવાનો છે.

લાંબા ગાળાના ગોલ માટે રોકાણના તબક્કાઓ


5

(1) સંચયનો તબક્કોઃ આ તબક્કે રોકાણકારો જોખમ લેતા હોય છે. આ તબક્કે મૂડી ખૂબ ઊંચા દરે વધે છે. જોકે, અહીં રોકાણમાં ઊંચી અસ્થિરતાનો જોવા મળે છે અને લાભ પણ સારો છે. ઊંચો રિટર્ન સાથે ઊંચું રિસ્ક જોડાયેલું હોય છે.

(2) મૂડીનું રક્ષણ કરવાનો તબક્કો: આ તબક્કામાં, મૂડી / વેલ્થ એગ્રેસિવ એલોકેશનથી બેલેન્સ એડવાન્ટેજ, કાંઝરવેટિવ હાઈબ્રીડ વગેરે જેવા સલામત ફંડ તરફ સ્થળાંતર કરે છે. પોર્ટફોલિયોની અસ્થિરતા ઘટાડવા માટે ડેટ ફંડ્સનો સમાવેશ કરવામાં આવે છે. તેનો ઉદ્દેશ લાભને જાળવી રાખવાનો, તરલતા જાળવી રાખવાનો અને ફુગાવાને પાછળ છોડવાનો છે.

ટૂંકા ગાળાના ગોલ માટે રોકાણના તબક્કાઓ

આ ધ્યેયોમાં તમારી પાસે સંચયનો તબક્કો નથી હોતો કારણ કે એક વર્ષથી ઓછા સમયગાળાને કારણે જોખમ ઓછું હોય છે.

નિષ્કર્ષ


તમારા ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના ગોલ નક્કી કરો અને શક્ય તેટલી વહેલી તકે બચત અને રોકાણ કરવાનું શરૂ કરો. બંને પ્રકારના ધ્યેય માટે રોકાણની રણનીતિ અલગ-અલગ હશે. પરંતુ ધ્યેય આધારિત રોકાણ તમારા જીવનને સરળ બનાવશે.(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Business news, Education loan, Investment tips, Personal finance

विज्ञापन
विज्ञापन