Home /News /business /Insurance: સ્ટડી વિઝા પર વિદેશ જવાનો પ્લાન છે? આવી ટ્રાવેલ પોલિસી આપી શકે રાહત અને સુરક્ષા

Insurance: સ્ટડી વિઝા પર વિદેશ જવાનો પ્લાન છે? આવી ટ્રાવેલ પોલિસી આપી શકે રાહત અને સુરક્ષા

વિદેશ ભણવા જવાનો પ્લાન હોય તો આ વસ્તુ ખાસ સાથે રાખજો, મુશકેલીમાં સૌથી વધુ કામ લાગશે.

વિદેશ ભણવા જવા માગતા દરેક વિદ્યાર્થીઓએ પોતાને કેટલીક બાબતે તૈયાર કરવાની જરુર છે. ખાસ કરીને વિઝા પ્રોસેસિંગમાં અણધાર્યું મોડું થાય અને તેના કારણે ક્યારેક તમારા પ્રીપ્લાન્ડ પ્લાન જેવા કે ફ્લાઈટ ટિકિટ કેન્સલ કરાવી પડે તો ક્યારેક તમારો સામાન ડિલે થઈ જાય તો ક્યારેક કનેક્ટિંગ ફ્લાઈટ કેન્સલ થઈ જવા જેવી સમસ્યાના કારણે મુશ્કેલીમાં મુકાઈ જવાય છે ત્યારે તમારી ટ્રાવેલ વીમા પોલિસી એવી હોવી જોઈએ જે આ બધા સામે સુરક્ષા આપે.

વધુ જુઓ ...
અમેરિકા, યુકે અને કેનેડાની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવનારા ભારતીય વિદ્યાર્થીઓ (Indian students) વિદેશના એરપોર્ટ પર વિલંબ અને અફરાતફરીનો ભોગ બની રહ્યા હોવાની ઘટના વધી છે. પરિણામે વીમા કંપનીઓના ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ક્લેમ (travel insurance claims)માં વધારો નોંધાઇ રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે.

અહીં ઉલ્લેખનીય છે કે, ઘણી યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક સત્રો સપ્ટેમ્બરમાં શરૂ થવા જઈ રહ્યા છે, તેમ છતાં ઘણા વિદ્યાર્થીઓ તેમના અભ્યાસના સ્થળોએ સમયસર પહોંચવા માટે રઝળપાટ કરી રહ્યા છે, ટ્રીપ રદ પણ રદ્દ થઈ રહી છે. બીજી તરફ ભારતમાં પ્રોસેસિંગ સેન્ટરો મુસાફરી માટે કોવિડ -19 પછીના ધસારાને કારણે વિશાળ બેકલોગને સાફ કરી રહ્યા હોવાથી વિઝામાં વિલંબ થાય છે.

Explainer: ફિક્સ્ડ અથવા ફ્લોટિંગ રેટ કઈ FDમાં રોકાણ કરવું છે વધુ ફાયદાકારક?

ભારતમાં કેનેડિયન હાઇ કમિશને તાજેતરમાં કહ્યું હતું કે, તે પ્રોસેસના વિલંબને ઘટાડવા પર કામ કરી રહ્યું છે. આ સાથે કેનેડિયન હાઇ કમિશને ભારતીય વિદ્યાર્થીઓને કેનેડામાં જ્યાં પ્રવેશ લીધો હોય તે યુનિવર્સિટીઓ સાથે સંપર્ક કરવાની સલાહ આપી છે, જેથી જો તેઓ સેમેસ્ટર શરૂ થાય તે પહેલાં ન પહોંચી શકે તો કોઈ રસ્તો નીકળી શકે.

કનેક્ટિંગ ફ્લાઇટ્સ, સામાન ખોવાઈ જવો સહિતના કારણે નાણાંકીય નુકસાન

ઘણા દેશોના હવાઈમથકોમાં હજી પણ કોરોનાકાળ પહેલા જેવી કામગીરી ફરીથી શરૂ થઈ નથી, પરિણામે મુસાફરોએ સિક્યોરીટી ચેક કાઉન્ટરો પર લાંબી કતારોનો સામનો કરવો પડે છે, આ સાથે સામાનની લાંબી રાહ પણ જોવી પડે છે અને ખોવાયેલી સામાનની ફરિયાદોનું નિરાકરણ યોગ્ય રીતે ન થતાં હેરાનગતિ પણ સહન કરવી પડે છે.

હવાઈમથકો પરની આ સ્થિતિના કારણે બેગેજ લોસ અથવા ડિલેય, કનેક્ટિંગ ફ્લાઇટ્સ અને ટ્રીપ કેન્સલેશનથી સંબંધિત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ક્લેમમાં વધારો થયો છે. રોયલ સુંદરમ જનરલ ઇન્શ્યોરન્સના પ્રોડક્ટ ફેક્ટરી (હેલ્થ ઇન્શ્યોરન્સ)ના ચીફ પ્રોડક્ટ ઓફિસર નિખિલ આપ્ટે કહે છે, ઘણા દેશોના એરપોર્ટ્સ પર જોવા મળતી પરિસ્થિતિને કારણે અમે આવી મુસાફરીની અસુવિધાઓ માટેના ક્લેમમાં વધારો જોયો છે.

Gold Silver Rate Today: સોનાની કિંમતો ઓલ ટાઈમ હાઈથી નીચા સ્તરે, ખરીદવું હોય તો સારો છે મોકો

આપ્ટેનું વધુમાં કહેવું છે કે, તેમણે પોતે તાજેતરમાં જ લંડન એરપોર્ટ પર અફરાતફરીનો અનુભવ કર્યો હતો. એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફમાં સમસ્યાઓને કારણે મારી સિક્યોરીટી તપાસમાં વિલંબ થયો હતો. તદુપરાંત, કનેક્ટિંગ ફ્લાઇટનું સમયપત્રક ફરીથી ગોઠવવામાં આવ્યું હતું, જેના કારણે મને એરપોર્ટ પર વધુ સમય પસાર કરવાની ફરજ પડી હતી. સામાન પાછો મેળવવાની પ્રક્રિયા પણ સરળ નહોતી.

જેથી તેઓ વિદ્યાર્થી મુસાફરો અને અન્ય લોકોને પણ તે આવા વિલંબને ધ્યાનમાં રાખીને અને લાંબા લેઓવર સાથે ફ્લાઇટ્સ બુક કરવાની ભલામણ કરે છે.

કનેક્ટિંગ ફ્લાઇટ્સમાં ચડવા માટે ઓછો સમય

એજ્યુકેશન એડવાઇઝરી ફર્મ, એજ્યુફન્ડ ઇન્ડિયાના સહ-સ્થાપક અરિંદમ સેનગુપ્તા કહે છે કે, વિઝા પ્રક્રિયામાં વિલંબ મહામારી પછીના બેકલોગને કારણે છે. સમયના અભાવે ઘણા વિદ્યાર્થીઓને પસંદીદા એરલાઇન્સ અને શ્રેષ્ઠ રૂટ્સને બદલે સરળતાથી ઉપલબ્ધ હોય એવી ફ્લાઇટ્સ બુક કરવા દબાણ કર્યું છે. આના પરિણામે ઘણા લોકો પાસે કનેક્ટિંગ ફ્લાઇટ્સમાં ચડવા માટે ઓછો સમય બચે છે, જેના કારણે ફ્લાઇટ્સ ચૂકી જવાય છે.

યુનિવર્સિટી દ્વારા ભલામણ કરાયેલા હેલ્થ કવર પર જ નિર્ભર ન રહો

ઘણી યુનિવર્સિટીઓ અને ખાસ કરીને અમેરિકાની યુનિવર્સિટીઓ પોતાનું જોડાણ હોય એવી વીમા કંપનીઓ પાસેથી વિદ્યાર્થીઓ આરોગ્ય વીમા પોલિસી ખરીદે તેવો આગ્રહ રાખે છે. ઘણી યુનિવર્સિટીઓ નિયમો મુજબ હોવા છતાં ભારતીય જનરલ વીમા કંપનીઓનીપોલિસીઓ સ્વીકારતી નથી.

ખસની ખેતી કરીને વર્ષે લાખોમાં કમાણી કરી શકો છો, ઉજ્જડ જમીનમાં પણ મબલખ પાક ઉતરશે

આ બાબતે આપ્ટે સમજાવે છે કે, આવા કિસ્સાઓમાં પણ તમે ઉડાન ભરતા પહેલા ભારતીય વીમા કંપનીઓ પાસેથી ઓવરસિસ સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવાનું અર્થપૂર્ણ છે. યુનિવર્સિટીઓ દ્વારા ખરીદવામાં આવેલા આરોગ્ય કવર ફક્ત જે તે દેશોમાં જ કામ કરશે. જો તમે પરિવહન કરતી વખતે તમારો પાસપોર્ટ અથવા સામાન ગુમાવશો તો તેઓ તમારી મદદ માટે આવશે નહીં. તેવી જ રીતે, એરપોર્ટ પર લોજિસ્ટિક સમસ્યાઓના કારણે બેગેજ ડિલેય, કનેક્ટિંગ ફ્લાઇટ્સ ચૂકી જવી અને ટ્રિપ કેન્સલેશનને પણ આવરી લેવામાં આવશે નહીં.

અહીં ઉલ્લેખનિય છે કે, ઓવરસિસ સ્ટુડન્ટ ટ્રાવેલ પ્લાન્સ એક વર્ષની અવધિના હોય છે. તેમાં રિન્યુઅલ શક્ય છે. બજેટ હોય તો તમે મોટી રકમની ટ્રાવેલ પોલિસી ખરીદવાનું વિચારી શકો છો, કારણ કે મુસાફરીમાં અસુવિધા વળતર માટેની ઇન્ટરનલ લિમિટ વધારે હોય છે.

દા.ત, રોયલ સુંદરમના ઓવરસિસ સ્ટુડન્ટ વીમાનું કવર 'ગોલ્ડ' વેરિઅન્ટ (વૈશ્વિક એક વર્ષનું કવર, 100,000 ડોલરની નિશ્ચિત રકમ) હેઠળ, ચેક-ઇન બેગેજના નુકસાનના કિસ્સામાં આપવામાં આવતું મહત્તમ કવર $1,000 છે, જ્યારે પ્રીમિયમ વેરિઅન્ટ હેઠળ તે $2,500 છે, જે $500,000નું એકંદર કવર ઓફર કરે છે. બાદમાં વાર્ષિક રીતે આશરે 8,000 રૂપિયા મોંઘા છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:

Tags: Abroad Education, Insurance, Student Visa

विज्ञापन
विज्ञापन