Home /News /business /સ્ટોક સ્પ્લિટની જાહેરાત થતા જ કંપનીના શેરમાં લાગ્યો 6%નો બૂસ્ટ, 6 મહિનામાં આપ્યું 76 ટકા રિટર્ન
સ્ટોક સ્પ્લિટની જાહેરાત થતા જ કંપનીના શેરમાં લાગ્યો 6%નો બૂસ્ટ, 6 મહિનામાં આપ્યું 76 ટકા રિટર્ન
આ શેરમાં લાગી અપર સર્કિટ
આ સ્ટોકે પોતાના રોકાણકારોને બમ્પર નફો કરાવ્યો છે. છેલ્લા એક મહિનામાં આ શેર 11 ટકા વધી ચુક્યો છે. જ્યારે છેલ્લા 6 મહિનામાં તેમાં 76 ટકાની દમદાર રેલી આવી છે. એટલું જ નહીં છેલ્લા એક વર્ષમાં કંપનીએ તેના રોકાણકારોને 68 ટકા રિટર્ન આપ્યું છે.
નવી દિલ્હીઃ હાઈટેક પાઇપ્સએ તેના શેરોમાં 10:1નું સ્પ્લિટીંગ કરવાની જાહેરાત કરી છે. કંપનીની આ જાહેરાત બાદ શેરોમા 6 ટકાની દમદાર રેલી જોવા મળી છે. આ સ્ટોક ગતરોજ 944.10 રૂપિયા પ્રતિ શેરના ભાવે બંધ થયો હતો. કંપનીએ એક ફાઈલિંગમાં કહ્યું કે, બોર્ડે કંપનીના હાલના ઇકવિટી શેરોને સ્પ્લિટ કરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત 10 રૂપિયાની ફેસ વેલ્યુવાળા શેરને 1 રૂપિયાની ફેસ વેલ્યુવાળા શેરમાં સ્પ્લિટ કરવામાં આવશે. જોકે કંપનીએ હજુ તેના માટે રેકોર્ડ ડેટ નક્કી કરી નથી. આપને જણાવી દઈએ કે હાઈટેક પાઈપ્સ કંપનીના શેર તેના રોકાણકારો માટે મલ્ટીબેગર સાબિત થયા છે.
6 મહિનામાં આપ્યું 76 ટકા રિટર્ન
આ સ્ટોકે પોતાના રોકાણકારોને બમ્પર નફો કરાવ્યો છે. છેલ્લા એક મહિનામાં આ શેર 11 ટકા વધી ચુક્યો છે. જ્યારે છેલ્લા 6 મહિનામાં તેમાં 76 ટકાની દમદાર રેલી આવી છે. એટલું જ નહીં છેલ્લા એક વર્ષમાં કંપનીએ તેના રોકાણકારોને 68 ટકા રિટર્ન આપ્યું છે. હાઈટેક પાઇપ એક સ્ટીલ પ્રોસેસિંગ કંપની છે. જે લગભગ 4 દાયકાથી સ્ટીલ પાઈપ્સ, હોલો સેક્શન, ટ્યુબ, કોલ્ડ રોલ્ડ કોઈલ, સ્ટ્રિપ્સ, રોડ ક્રેશન, બેરિયર અને સોલાર માઉન્ટિંગ સ્ટ્રક્ચરમાં મજબૂત હાજરી સાથે ઇનોવેટિવ પ્રોડક્ટ પ્રાવાઇડ કરી રહી છે.
આપને જણાવી દઇએ કે, હાઇ ટેક પાઇપ્સ હાલમાં જ ડિસેમ્બર ત્રિમાસિકના પરીણામો જાહેર કર્યા છે. ત્રીજા ત્રિમાસિકગાળામાં કંપનીના પ્રોફિટ ઓફ્ટર ટેક્સમાં 28 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ દરમિયાન કંપનીનો નફો 13.02 કરોડ રૂપિયા રહ્યો, જે વર્ષેના આ જ ત્રિમાસિક ગાળામાં 10.17 કરોડ રૂપિયા હતો. આ સિવાય Q3FY22માં કંપનીના ઓપરેશન દ્વારા જનરેટ થતી રેવેન્યૂ 29 ટકા વધીને 569 કરોડ રૂપિયા થઇ ગયો. જો કે, Q3FY22માં 440 કરોડ રૂપિયા હતો. ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં ગત વર્ષના સમયગાળામાં 65088 ટનની સરખામણીમાં કુલ વેચાણનું પ્રમાણ 40 ટકા વધીને 91,232 ટન થઇ ગયો હતો. આ ત્રિમાસિક ગાળામાં કંપનીનો EBITDA 12 ટકા વધીને 28.07 કરોડ રૂપિયા થઇ ગયો હતો. જ્યારે એક વર્ષ પહેલા તે 25 કરોડ રૂપિયા હતો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર