Home /News /business /દિગ્ગજોએ જણાવ્યા 4 સુપર અને ચમત્કારિક સ્ટોક, ટૂંક જ સમયમાં તમારા ખિસ્સા ભરી દેશે
દિગ્ગજોએ જણાવ્યા 4 સુપર અને ચમત્કારિક સ્ટોક, ટૂંક જ સમયમાં તમારા ખિસ્સા ભરી દેશે
આ શેર ટૂંકાગાળામાં જ આપશે તગડું વળથર
સીએનબીસી - આવાઝના ખાસ સેગમેન્ટ ચાર ચોકામાં દિગ્ગજ એક્સપર્ટે કમાણી માટે ચાર ટ્રેડની સલાહ આપી છે. આમાં ઓપ્શન ટ્રેડ, એફએન્ડ ટ્રેડ જણાવવામાં આવ્યુ છે. તેની સાથે જ મિડકેપ સેગમેન્ટમાં ક્યા સારા શેર રહેશે તેના પર ટ્રેડ જણાવવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ સીએનબીસી - આવાઝના ખાસ સેગમેન્ટ ચાર ચોકામાં દિગ્ગજ એક્સપર્ટે કમાણી માટે ચાર ટ્રેડની સલાહ આપી છે. આમાં ઓપ્શન ટ્રેડ, એફએન્ડ ટ્રેડ જણાવવામાં આવ્યુ છે. તેની સાથે જ મિડકેપ સેગમેન્ટમાં ક્યા સારા શેર રહેશે તેના પર ટ્રેડ જણાવવામાં આવ્યા છે. ક્યા ટ્રેડમાં ચાર્ડ સારો રહેશે તેમાં ટ્રેડની સલાહ આપવામાં આવી છે. આજે ચારો એક્સપર્ટે ટાટા, સ્ટીલ એમસીએર્સ, એડલવીજ ફાઈનાન્શિયલ અને એસબીઆઈ લાઈફના શેરોમાં રોકાણની સલાહ આપી છે. ચાર કા ચોકાાં રાજેશ પાલવીય દ્વારા એક સસ્તુ ઓપ્શન, ચંદન તાપડિયા દ્વારા એક એફએન્ડઓ સુપરસ્ટાર શેર જણાવવામાં આવ્યો છે.
ચાર કા ચોકામાં આજનું સસ્તુ ઓપ્શન
રાજેશ પાલવીયએ એસબીઆઈ લાઈફના શેરમાં સસ્ત ઓપ્શન બતાવ્યુ છે. તેમણે કહ્યુ કે, આમાં જાન્યુઆરીની એક્સપાયરીવાળી 1320ની સ્ટ્રાઈક વાળી કોલ ખરીદવા પર સારું વળતર મળી શકે છે. આમાં 22.95 રૂપિયાના સ્તર પર ખરીદી કરો. આમાં 35થી 38 રૂપિયાનું લક્ષ્ય જોવા મળી શકે છે. સાથે જ આમાં 17 રૂપિયા પર સ્ટોપલોસ પણ લગાવવું જોઈએ.
ચંદન તાપડિયાએ એફ એન્ડ ઓ સેક્ટરમાંથી ટાટા સ્ટીલ પર ખરીદીની સલાહ આપી છે. તેમણે કહ્યુ છે કે, આમાં ફ્યૂચરમાં ખરીદી કરો. તેમણે કહ્યુ કે, ટાટા સ્ટીલનો શેર ફ્યૂચરમાં 120 રૂપિયાની આસપાસ ખરીદો. આમાં ફ્યૂચરમાં 126 રૂપિયાનો ટાર્ગેટ જોવા મળી શકે છે. આમાં 117નો સ્ટોપલોસ લગાવો.
એમસીએક્સ
આશીષ બહેતીએ કહ્યુ કે, આજે તેમને એમસીએક્સનો ચાર્ટ ખરીદી માટે સારો દેખાઈ રહ્યો છે. આમાં 1453 રૂપિયાના સ્તરની આસપાસ ખરીદી કરી શકાય છે. આમાં 1600 થી 1630 રૂપિયાનું લક્ષ્ય જોવા મળી શકે છે. આ શેર પર 1510 રૂપિયાના સ્તર પર સ્ટોપલોસ લગાવો.
આશીષ મહેશ્વરીએ મિડકેપ સેગમેન્ટથી એડલવાઈઝ ફાઈનાન્શિયલનો શેર પસંદ કર્યો છે. તેમણે કહ્યુ કે, એડલવાઈઝ ફાઈનાન્શિયલે શેરમાં મિડથી લાંબાગાળા તરીકે 71 રૂપિયાના સ્તર પર ખરીદીની સલાહ આપી છે. આમાં આવનારા સમયમાં તેજી આવશે. આમાં સારી કમાણી થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર