Home /News /business /આ શેરમાં તોફાની તેજી, 5 દિવસમાં જ આપ્યું 105 ટકા રિટર્ન; 1 લાખને બનાવી દીધા 2 લાખ
આ શેરમાં તોફાની તેજી, 5 દિવસમાં જ આપ્યું 105 ટકા રિટર્ન; 1 લાખને બનાવી દીધા 2 લાખ
5 દિવસમાં રૂપિયા ડબલ
એએમસીનો શેર 52 સપ્તાહની હાઈ પર પહોંચી ગયો છે અને 195 રૂપિયાના તેના ગત હાઈને પાર કરી ગયો છે. જેને તેણે 13 સપ્ટેમ્બર 2022ના રોજ સ્પર્શ કર્યુ હતું. તે 8 જાન્યુ 2019ના રોજ તેની રેકોર્ડ ઊંચાઈ 225 રૂપિયાની નજીક કારોબાર કરી રહ્યા હતા.
નવી દિલ્હીઃ શેરબજારમાં એક એવો શેર છે જેણે સપ્તાહમાં જ રોકાણકારોને માલામાલ કરી દીધા છે. વાસ્તવમાં, આ શેરે આ સપ્તાહમાં 105 ટકાનું તગડું વળતર આપ્યુ છે. એટલે કે દાવ લગાવનારા રોકાણકારોના એક લાખ પાંચ દિવસથી પણ ઓછા સમયમાં 2 લાખથી પણ વધારે થઈ ગયા છે. અમે વાત કરી રહ્યા છીએ, શ્રી રામ એસેટ મેનેજમેન્ટ કંપનીના શેર વિશે. આ શેર ગત પાંચ ટ્રેડિંગ સેશનથી સતત અપર સર્કિટને હિટ કરી રહ્યા છે. કંપનીના શેર આજે શુક્રવારે 10 ટકા ચઢીને 210.85 રૂપિયા પર બંધ થયા હતા.
52 સપ્તાહની ઊંચાઈએ ભાવ
એએમસીનો શેર 52 સપ્તાહની હાઈ પર પહોંચી ગયો છે અને 195 રૂપિયાના તેના ગત હાઈને પાર કરી ગયો છે. જેને તેણે 13 સપ્ટેમ્બર 2022ના રોજ સ્પર્શ કર્યુ હતું. તે 8 જાન્યુ 2019ના રોજ તેની રેકોર્ડ ઊંચાઈ 225 રૂપિયાની નજીક કારોબાર કરી રહ્યા હતા.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર