Home /News /business /

Stocks to Watch Today: શેર બજારમાં આજે આ સ્ટોક્સ પર સૌની નજર, જાણો ટોપ સ્ટોક્સ વિશે

Stocks to Watch Today: શેર બજારમાં આજે આ સ્ટોક્સ પર સૌની નજર, જાણો ટોપ સ્ટોક્સ વિશે

પ્રતીકાત્મક તસવીર

Stocks to Watch Today: વૈશ્વિક માર્કેટમાં ચાલી રહેલ ઉથલપાથલ અને ઘણા દેશોમાં કોરોના વાયરસ (Coronavirus)ના વધી રહેલા કેસના કારણે ભારતીય શેર માર્કેટ આજે એટલે કે મંગળવારે ઘટાડા સાથે ખુલ્યું છે.

મુંબઈ: વૈશ્વિક માર્કેટમાં ચાલી રહેલ ઉથલપાથલ અને ઘણા દેશોમાં કોરોના વાયરસ (Coronavirus)ના વધી રહેલા કેસના કારણે ભારતીય શેર માર્કેટ આજે એટલે કે મંગળવારે ઘટાડા સાથે ખુલ્યું છે. Cnbctv18.comના અહેવાલ અનુસાર, 7.10 કલાકે સિંગાપોર બજાર SGX નિફ્ટી, જે ભારતના નિફ્ટી બજારનું પ્રારંભિક સૂચકાંક છે, તેણે દલાલ સ્ટ્રીટ માટે નેગેટિવ શરૂઆત દર્શાવતા ભારતીય નિફ્ટી 20.50 પોઇન્ટ એટલે કે 0.13 ટકા ઘટાડા સાથે 15,721.00 પર ટ્રેડ થઇ રહ્યો હતો.

આજના દિવસના ટોપ સ્ટોક્સ

HCL Technologies: Q1FY22માં કંપનીનો નફો રૂ. 3214 કરોડ થયો છે, જે Q1FY21માં રૂ. 2962 કરોડ રહ્યો હતો. જ્યારે રેવન્યૂ રૂ. 19,642 કરોડથી વધીને રૂ. 20,068 કરોડે પહોંચી ગઇ છે. નાણાંકીય વર્ષ 2022માં કંપનીએ સતત રેવન્યૂમાં ડબલ ડિજીટમાં વધારો અને આવક પહેલા વ્યાજ અને કર(EBIT) માર્જીનને 19-21 ટકા જાળવી રાખ્યો છે.

LIC Housing Finance: કંપનીએ પોતાની પેરન્ટ કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)ને 4.5 કરોડથી વધુ પ્રેફરેન્શિયલ શેર ફાળવવા પોતાના પ્રસ્તાવ અંગે સિક્યોરિટીઝ અપીલ ટ્રિબ્યુનલ (SAT)નો સંપર્ક કર્યો છે.

ACC: કંપનીએ Q2CY21માં 533.8 કરોડનો નફો નોંધાવ્યો છે, જે ગત વર્ષે આ જ સમયગાળમાં 268 કરોડ હતો. કંપનીની રેવન્યૂ 2600.8 કરોડ રૂપિયાથી 49.4 ટકા વધીને 3884.8 કરોડ રૂપિયા થઇ ગઈ છે.

Jindal Stainless: કંપનીએ ઓડિશાના સુકિંડામાં કોમન બોઉન્ડ્રીના ખનન માટે ટાટા સ્ટીલ માઇનિંગ સાથે એક સમજૂતી કરી છે.

આ પણ વાંચો: શું તમને તમારી કંપનીએ આરોગ્ય વીમો આપ્યો છે? તો આ પાંચ સ્ટેપ જરૂર અનુસરો, ભવિષ્યમાં ક્લેમ પ્રોસેસ થશે સરળ

Adani Group Stocks: કંપનીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, તેમને હાલ સિક્યૂરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા(SEBI) અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI) તરફથી લગભગ 5 વર્ષ પહેલા જાહેર કરાયેલ કારણદર્શક નોટિસ મળી નથી.

Zen Technologies: સંરક્ષણ તાલીમ કંપનીએ રૂ. 120 કરોડનો એક્સપોર્ટ ઓર્ડર મેળવ્યો છે.

Mastek: ભારતી મલ્ટીનેશલન ટેક્નોલોજી કંપનીનો Q1FY22માં ચોખ્ખો નફો ઘટીને રૂ. 15.49 કરોડ થઇ ગયો, જે Q1FY21માં રૂ. 36.81 કરોડ હતો. જ્યારે વાર્ષિક રેવન્યૂ રૂ. 386.06 કરોડથી વધીને રૂ. 516.47 કરોડ થઈ છે.

CreditAccess Grameen: કંપનીએ બાહ્ય વાણિજ્યિક ઉધાર માર્ગ દ્વારા સ્વીડિશ ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્સિટ્યૂશન – સ્વીડિશફંડ ઇન્ટરનેશનલ પાસેથી 25 મિલિયલ USD (આશરે રૂ.187 કરોડ)નું ભંડોળ મેળવ્યું છે.

આ પણ વાંચો: Income Tax Returns: ઇન્કમટેક્સના દાયરામાં ન આવતા હોવા છતાં રિટર્ન ફાઇલ કરવાથી થાય છે આ છ લાભ!

Reliance Infrastructure: કંપનીએ પોતાના પ્રમોટર ગ્રુપ અને વર્ડે ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર્સ, એલપી(LP)ને પ્રાધાન્ય ધોરણે સિક્યોરિટીઝ ઇશ્યૂ દ્વારા રૂ. 550.56 કરોડ એકઠા કર્યા છે. ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રિલાયન્સ ઇન્ફ્રામાં પ્રમોટર ગૃપની ભાગદારી વોરંટના સંપૂર્ણ રૂપાંતર પછી વધીને 22.06 ટકા થઇ જશે.

Voltas: કન્ઝ્યૂમર ડ્યૂરેબલ મેજરે સોમવારે જણાવ્યા અનુસાર, તેમણે જીતેન્દ્ર પી. વર્માની ચીફ ફાઇનાન્શિયલ તરીકે નિમણૂંક કરી છે.

આ પણ વાંચો: તમારે કેટલી રકમનું અને કેવું વીમા કવચ લેવું જોઈએ? આ મેથડથી કરો નક્કી

Nippon Life India Asset Management: કંપનીનો Q1FY22 એકીકૃત નફો વધીને 181.54 રૂપિયા થઇ ગયો છે, જે Q1FY21માં રૂ.156.30 કરોડ હતો. જ્યારે રેવન્યૂ રૂ. 233.12 કરોડથી વધીને રૂ. 302.27 કરોડ થઇ છે.

Zuari Agro Chemicals: કંપનીએ ગોવાના પ્લાન્ટમાં એનપીકે-બી (NPK-B)નું ઉત્પાદન ફરીથી શરૂ કર્યુ છે.

આ પણ વાંચો: ચોમાસામાં આ ત્રણ વીમા પોલિસી લેવી સલાહભર્યું, ખરીદી વખતે આટલી બાબતોનું રાખો ધ્યાન

Dhanlaxmi Bank: ખાનગી ઋણદાતાઓએ ગ્રાહકોને ઓનલાઇ ટ્રેડિંગ સર્વિસ પ્રદાન કરવા માટે SMC ગ્લોબલ સિક્યોરિટીઝ સાથે વ્યૂહાત્મક ગઠબંધનની જાહેરાત કરી છે.

આજની કમાણીઃ એશિયન પેઇન્ટ્સ, અરિહંત સુપરસ્ટ્રક્ચર્સ, બજાજ ફાઇનાન્સ, CHISIL,ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની, ICICI સિક્યોરિટીઝ, ઇન્ડિયા ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન, JSW ઇસ્પત સ્પેશ્યિલ પ્રોડક્ટ્સ, જ્યૂબિલન્ટ ઇન્ગ્રેવિયા, કોહિનૂર ફૂડ્સ, DCM શ્રીરામ, મંગલમ ઓર્ગેનિક્સ, ન્યૂજન સોફ્ટવેર ટેક્નોલોજીસ, રાને(મદ્રાસ), રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શ્યામ મેટાલિક્સ એન્ડ એનર્જી, સિંજેન ઇન્ટરનેશનલ સહિત અન્ય કંપનીઓ 20 જુલાઇએ પોતાની ક્વાર્ટલી આવક જાહેર કરશે.
First published:

Tags: BSE, Market tips, NSE, Share market, Stock, સેન્સેક્સ

આગામી સમાચાર