Home /News /business /

Stocks to Buy: NSEના આ 6 શેરમાં બુધવારે જોવા મળી શકે છે પોઝિટિવ એક્શન, શું તમારે ખરીદી કરવી જોઈએ?

Stocks to Buy: NSEના આ 6 શેરમાં બુધવારે જોવા મળી શકે છે પોઝિટિવ એક્શન, શું તમારે ખરીદી કરવી જોઈએ?

ભારતીય શેર બજાર

Nifty indices rejig: બ્રોકરેજ હાઉસ અનુસાર શેરમાં 30 માર્ચના અંતિમ 30-40 મિનિટના રોજ મહત્ત્વની અસર જોવા મળશે. એપોલો હૉસ્પિટલ્સ (Apollo Hospitals), બેંક ઑફ બરોડા (Bank of Baroda), પાવર ગ્રીડ (Power Grid), એનટીપીસી (NTPC), એસઆરએફ (SRF) અને માઇન્ડટ્રી (Mindtree) શેરમાં પોઝિટિવ અસર જોવા મળશે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: શેર બજારમાં ઉતાર-ચઢાવ ચાલુ જ છે. શેર બજારમાં બુધવારથી NSE ઇન્ડાઇસિસમાં કેટલાક ફેરફાર થઈ રહ્યા છે. બુધવારથી એપોલો હૉસ્પિટલ્સ (Apollo Hospitals) નિફ્ટી50 ઇન્ડેક્સમાં ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન (Indian Oil Corporation (IOC)નું સ્થાન લેશે. જ્યારે નિફ્ટી બેંકમાં બેંક ઑફ બરોડાને સામેલ કરવામાં આવશે. કારણ કે આરબીએલ બેંક (RBL Bank)ને ગત મહિને જાહેર કરાયેલા સર્ક્યુલર પ્રમાણે બેંક નિફ્ટી ઇન્ડેક્સમાંથી બહાર કરવામાં આવ્યો છે. સ્ટૉક એક્સચેન્જનો આ સર્ક્યુલર 31મી માર્ચ, 2022થી લાગૂ થશે. એટલે કે ઇન્ડેક્સમાં આ ફેરફાર 31 માર્ચ, 2022 ગુરુવારથી પ્રભાવિત થશે, જ્યારે એડજસ્ટમેન્ટ 30 માર્ચ, 2022 એટલે કે બુધવારથી થશે.

    એડલવાઇઝ અલ્ટરનેટિવ એન્ડ ક્વૉન્ટિટિવ રિસર્ચ (Edelweiss Alternative & Quantitative Research) તરફથી પ્રમુખ નિફ્ટી ઇન્ડેક્સ (નિફ્ટી 50, નિફ્ટી બેંક, CPSE ઇન્ડેક્સ અને Next 50)માં શેરોના સામેલ થવા અને બહાર થવાને લઈને થનારા ફ્લો ઇમ્પેક્ટનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

    બ્રોકરેજ હાઉસનો અભિપ્રાય


    બ્રોકરેજ હાઉસ અનુસાર શેરમાં 30 માર્ચના અંતિમ 30-40 મિનિટના રોજ મહત્ત્વની અસર જોવા મળશે. એપોલો હૉસ્પિટલ્સ (Apollo Hospitals), બેંક ઑફ બરોડા (Bank of Baroda), પાવર ગ્રીડ (Power Grid), એનટીપીસી (NTPC), એસઆરએફ (SRF) અને માઇન્ડટ્રી (Mindtree) શેરમાં પોઝિટિવ અસર જોવા મળશે. બીજી તરફ Indian Oil (IOC), RBL Bank, IndusInd Bank, AU BANK, ONGC, Aurobindo Pharma અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL)ના શેરમાં નેગેટિવ અસર જોવા મળશે.

    આ પણ વાંચો: પીએમ કિસાન સન્માનની રકમ મેળવતા ખેડૂતોને કેન્દ્ર સરકારે આપ્યા સારા સમાચાર

    અંતિમ 30-40 મિનિટમાં જોવા મળી શકે છે પોઝિટિવ અસર


    એડલવાઇઝ અલ્ટરનેટિવ એન્ડ ક્વૉન્ટિટિવ રિસર્ચ (Edelweiss Alternative & Quantitative Research)ના અભિલાષ પગરિયાએ જણાવ્યું કે, "ગ્લોબલ ઇન્ડેક્સ રિબેલેન્સેસથી વિપરીત ઘરેલૂ રિબેલેન્સેસમાં અમે એડજસ્ટમેન્ટ ડે પર અંતિમ 30-40 મિનિટમાં વોલ્યૂમ અને તેની સાથે કિંમતમાં અસર જોવા મળી શકે છે. અમારી ગણતરી પ્રમાણે આ ટૉપ એક્શન બતાવનારા શેરમાં 30 માર્ચના રોજ અંતિમ 30-40 મિનિટમાં મહત્ત્વની અસર જોવા મળશે. APHS, BOB, PWGR, NTPC, SRF, MINDTREE શેરમાં પૉઝિટિવ અસર જોવા મળશે. બીજી તરફ IOCL, RBK, IIB, AUBANK, ONGC, ARBP અને HPCL શેર્સમાં નેગેટિવ અસર જોવા મળશે."

    આ પણ વાંચો: ઇન્કમ ટેક્સ સેક્શન 80C સિવાય અન્ય સેક્શન હેઠળ કેટલો ટેક્સ બચાવી શકાય

    એનએસઈના સર્ક્યુલર પ્રમાણે એનએસઈ ઇન્ડેક્સ લિમિટેડની ઇન્ડેક્સ મેન્ટેનન્સ સબ કમિટી- ઇક્વિટી (IMSC)એ નિફ્ટી ઇન્ડેક્સની પાત્રતા માપદંડમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ફક્ત માહિતી માટે છે. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણકાર તરીકે રોકાણ પહેલા હંમેશા સર્ટિફાઇડ નિષ્ણાતની સલાહ લેવાનું રાખો. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારે કોઈ શેરમાં રોકાણની સલાહ આપવામાં આવતી નથી.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: BSE, Investment, NSE, Stock market, નિફ્ટી, સેન્સેક્સ

    આગામી સમાચાર