Home /News /business /

Top Picks: એક્સિસ સિક્યોરિટીઝે ICICI Bank, Bajaj Auto સહિતના આ 15 શેર માટે આપ્યો Buy કોલ

Top Picks: એક્સિસ સિક્યોરિટીઝે ICICI Bank, Bajaj Auto સહિતના આ 15 શેર માટે આપ્યો Buy કોલ

એક્સિસ સિક્યોરિટીઝના હોટ પિક્સ

Stocks to Buy: એક્સિસ સિક્યોરિટીઝના ટોપ સ્ટોક પિકમાં ICICI બેન્ક (ટાર્ગેટ પ્રાઇસઃ રૂ. 990), બજાજ ઓટો (ટાર્ગેટ પ્રાઇસઃ રૂ.4,250), ટેક મહિન્દ્રા (ટાર્ગેટ પ્રાઇસઃ રૂ. 2,060) વગેરે સામેલ છે.

નવી દિલ્હી: હાલના સમયમાં યુક્રેન પર રશિયાના હુમલા અને તેના કારણે અમેરિકા તથા યુરોપિયન દેશો સહિતનાએ રશિયા પર લગાવેલ પ્રતિબંધોના પરિણામે સ્ટોક માર્કેટ (Stock Market)માં મોટાપાયે ઉથલપાથલ જોવા મળી છે. જેથી રોકાણકારોના શ્વાસ અધ્ધર થઈ ચૂક્યા છે. આ દરમિયાન બ્રોકરેજ ફર્મ એક્સિસ સિક્યોરિટીઝ (Axis Securities) દ્વારા રોકાણકારોને 15 શેર ખરીદવાની ભલામણ કરવામાં આવી છે. ઓઇલના ભાવ (Crude oil price), બોન્ડ યીલ્ડ અને ડોલર ઇન્ડેક્સમાં અફરાતફરી તેમજ વર્તમાન યુક્રેન અને રશિયા વચ્ચેના ઘર્ષણ જેવી ઘટનાઓના કારણે બજારના ફંડામેન્ટલ્સ વધશે. આવી સ્થિતિમાં રશિયા-યુક્રેન વચ્ચેનો સંઘર્ષ શાંત થઈ જાય પછી બજાર અગાઉની ફુગાવા અને ચાલુ કેલેન્ડર વર્ષમાં દરમાં વધારાની સંખ્યા પર કેન્દ્રીય બેંકના દૃષ્ટિકોણ પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરે તેવી અપેક્ષા હોવાનું બ્રોકરેજ એક્સિસ સિક્યોરિટીઝનું માનવું છે.

એક્સિસ સિક્યોરિટીઝે માર્ચ મહિના માટે તેના ટોચના સ્ટોક પિકને જાહેર કર્યા છે. આ સાથે અંબર એન્ટરપ્રાઇઝીસ અને મોલ્ડ-ટેક પેકેજિંગમાં નફો બુક કરીને અને નાલ્કો અને પ્રાજ ઇન્ડસ્ટ્રીઝને ઉમેરીને પોતાના ટોપ પિક્સ પોર્ટફોલિયોમાં કેટલાક ફેરફાર કર્યા હોવાનું કહ્યું છે.

આ શેર્સની ખરીદી માટે સલાહ

એક્સિસ સિક્યોરિટીઝના ટોપ સ્ટોક પિકમાં ICICI બેન્ક (ટાર્ગેટ પ્રાઇસઃ રૂ. 990), બજાજ ઓટો (ટાર્ગેટ પ્રાઇસઃ રૂ.4,250), ટેક મહિન્દ્રા (ટાર્ગેટ પ્રાઇસઃ રૂ. 2,060), મારુતિ સુઝુકી ઇન્ડિયા (ટાર્ગેટ પ્રાઇસઃ રૂ. 9,800), સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) (ટાર્ગેટ પ્રાઇસઃ રૂ. 720), હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ (ટાર્ગેટ પ્રાઇસઃ રૂ. 630), ભારતી એરટેલ (ટાર્ગેટ પ્રાઇસઃ રૂ.810), ફેડરલ બેન્ક (ટાર્ગેટ પ્રાઇસઃ રૂ. 125) નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: રશિયા-યુક્રેન સંકટથી બજારમાં ડરનો માહોલ, સેન્સેક્સ 1,491 પોઇન્ટ તૂટ્યો

વરુણ બેવરેજીસ (ટાર્ગેટ પ્રાઇસઃ રૂ.1,080), અશોક લેલેન્ડ (ટાર્ગેટ પ્રાઇસઃ રૂ.160), નેશનલ એલ્યુમિનિયમ કંપની (Nalco) (ટાર્ગેટ પ્રાઇસઃ રૂ.150), Bata India (ટાર્ગેટ પ્રાઇસઃ રૂ. 2,200), કૃષ્ણા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (ટાર્ગેટ પ્રાઇસઃ રૂ.1,600 ), ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક (ટાર્ગેટ પ્રાઇસઃ રૂ.80), પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ (ટાર્ગેટ પ્રાઇસઃ રૂ.477), CCL પ્રોડક્ટ્સ (ઇન્ડિયા) (ટાર્ગેટ પ્રાઇસઃ રૂ.585)ને પણ એક્સિસ સિક્યોરિટીઝ દ્વારા પસંદ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: વિદેશી રોકાણકારોએ ઓક્ટોબર પછી ભારતીય બજારમાંથી બે લાખ કરોડ કાઢ્યા

બ્રોકરેજ હાઉસનો અભિપ્રાય

એક્સિસ સિક્યુરિટીઝે કહ્યું છે કે, કેપેક્સ ખર્ચમાં વધારો બેન્કોને ક્રેડિટ ગ્રોથમાં સુધારો કરવા માટે સક્ષમ બનાવે છે. તદુપરાંત કેન્દ્રીય બજેટ 2022-23 ખર્ચમાં એકંદરે વધારો નાણાકીય વર્ષ 2023 માં બ્રોડ-બેઝડ વૃદ્ધિ આપવામાં મદદ કરશે. જેથી અમે 20200નો નિફ્ટીનો ટાર્ગેટ જાળવી રાખીએ છીએ. અમે વિકસિત થતા અનુકૂળ માળખા દ્વારા સમર્થિત બજાર પર પોઝીટીવ લોન્ગ ટર્મનો વ્યુહ રાખવાનું ચાલુ રાખીએ છીએ.

(ખાસ નોંધ: ઉપરનો અભિપ્રાય વ્યક્તિગત અથવા જે તે બ્રોકરેજ હાઉસનો છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી.)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, Share market, Stock market, Stock tips

આગામી સમાચાર