Home /News /business /

અદાણી ગેસ અને ટ્રાન્સમિશનમાં રોકાણકારોએ શું કરવું? BoIની તેજી ટકી રહેશે? જાણો Expert View

અદાણી ગેસ અને ટ્રાન્સમિશનમાં રોકાણકારોએ શું કરવું? BoIની તેજી ટકી રહેશે? જાણો Expert View

પ્રતીકાત્મક તસવીર

પ્રોફિટ બુકિંગ છતાં અમુક સ્ટોક્સ લાઈમલાઈટમાં જોવા મળ્યાં હતા, જેમાં અદાણી સમૂહના શેરમાં તેજીનો રણકાર જોવા મળ્યો હતો. અદાણી ટોટલ ગેસના શેર 18 ટકા અને અદાણી ટ્રાન્સમિશનના શેર 12 ટકાથી વધુ ઉછળ્યા હતા.

  મનીકંટ્રોલ: ભારતીય શેરમાર્કેટમાં એકતરફી તેજીનો દોર અટકી રહ્યો છે. બજાર ઉપલા મથાળે કોન્સોલ્ડેટ થઈ રહ્યું છે. ઉપલા મથાળે અમુક અમુક શેરમાં પ્રોફિટ બુકિંગ (Profit booking)નો દોર જોવા મળી રહ્યો છે. ગઈકાલે જ બેન્ચમાર્ક ઈન્ડાયસિસો ઇન્ટ્રાડે ટ્રેડમાં નવી વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. એસ એન્ડ પી બીએસઈ સેન્સેક્સે (Sensex) રેકોર્ડ 52,516ની ઓલટાઈમ હાઈ સપાટી હાંસલ કરી હતી, જ્યારે નિફ્ટીએ 15,431નો નવો હાઈ બનાવ્યો હતો. જોકે દિવસના અંતે બીએસઈ સેન્સેક્સ 49 પોઇન્ટના ઘટાડા સાથે 52,104 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ફ્લેટ 15,313 પર બંધ રહ્યો હતો.

  જોકે, આ પ્રોફિટ બુકિંગ છતા અમુક સ્ટોક્સ લાઈમલાઈટમાં જોવા મળ્યાં હતા અને અદાણી સમૂહના શેરમાં તેજીનો રણકાર જોવા મળ્યો હતો. અદાણી ટોટલ ગેસમાં 18 ટકાથી વધુનો ઉછાળો અને અદાણી ટ્રાન્સમિશનના શેર 12 ટકાથી વધુ ઉછળ્યા હતા. આ શેરના 52 સપ્તાહના નવા હાઈની સાથે બેંકોના ખાનગીકરણના અહેવાલમાં બેંક ઓફ ઈન્ડડિયા અને બેંક ઓફ મહારાષ્ટ્રનું નામ આવતા 20 ટકાની ઉપલી સર્કિટમાં બંધ આવ્યા હતા.

  જોકે આ પ્રકારના શેરમાં હવે આ લેવલે શું કરવું, તે અંગે અમે તમારા માટે લઈ આવ્યા છીએ એક્સપર્ટ વ્યૂ :

  અદાણી ટોટલ ગેસ:

  એક નેરો પ્રાઈસ રેન્જમાં અનેક સપ્તાહ વીતાવ્યા બાદ અંતે આ કાઉન્ટરમાં નિર્ણાયક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. આ કોન્સોલિડેશન બાદ ગઈકાલના ઉછાળાના જોરે શેર લાઈફટાઈમ હાઈની અનચાર્ટેડ ટેરેટરીમાં પહોંચી ગયો છે.

  જોકે 386ના લેવલેથી માત્ર બે સત્રમાં જ 500 રૂપિયા Adani Total Gasના શેરનો ભાવ પહોંચતા આ લેવલે સામાન્ય પ્રોફિટ બુકિંગને નકારી શકાય નહીં.

  આ પણ વાંચો: પાટણ: જાનૈયા નાચવામાં વ્યસ્ત હતા અને ઘોડા વરરાજાને લઈને ભાગી ગયો!

  તેથી ટ્રેડર્સને નવી ખરીદી ટાળવાની સલાહ આપવામાં આવે છે. જોકે શેર ઘટીને 460- 445ના સ્તર સુધી ઘટે તો ફરી ખરીદારી કરવાની સલાહ છે. જો શેરમાં આ રેલી ચાલુ રહે તો લાંબા ગાળાના ટ્રેન્ડ લાઇનની સ્ટડીને આધારે 560 - 570ના સ્તર આગળ રેસિસ્ટન્સ જોવ મળી શકે છે.

  બેંક ઓફ ઇન્ડિયા:

  ખાનગીકરણમાં બેંક ઓફ ઈન્ડિયાનું નામ આવતા શેરમાં વોલ્યુમની સાથે ભાવ પણ જોરદાર ગેપ-અપ સાથે ખુલ્યા હતા. તદુપરાંત આ બ્રેકઆઉટ સાથે સ્ક્રિપ્ટ તેના નિર્ણાયક સ્તર રૂ. 59ની ઉપર બંધ આવતા હવે મધ્યમગાળાનો ટ્રેન્ડ બદલાયો છે.

  જોકે હવે Bank of Indiaમાં 2-Way સ્ટ્રેટજી અપનાવાની સલાહ છે. ચાલુ ભાવે અને ઘટાડો આવે તો 63-60 સુધી શેરમાં વધુ ખરીદારી કરીને 77 રુપિયાના ટાર્ગેટ સાથે ખરીદારી કરવી સલાહભરી છે. જોકે આ ટ્રેડ માટે લોન્ગ ટર્મ એવરેજ લેવલે 59નો ક્લોઝિંગ સ્ટોપલોસ રાખવો જરુરી બનશે.

  અદાણી ટ્રાન્સમિશન:

  આ કાઉન્ટરે ગયા અઠવાડિયે ચેનલ બ્રેકઆઉટ કર્યું હતું. સાપ્તાહિક ચાર્ટમાં હવે રૂ. 756નો લક્ષ્યાંક જોવા મળી શકે છે. રસપ્રદ વાત એ છે કે આ ટાર્ગેટ ગઈકાલના સત્રમાં જ હાંસલ થઈ ચૂક્યો હતો અને શેરમાં 750નો હાઈ જોવ મળ્યો હતો.

  આ પણ વાંચો: કોટક બોન્ડ શોર્ટ ટર્મ ફંડ રિવ્યૂ: શું તમારે રોકાણ કરવું જોઈએ?

  જો આ રેલી ચાલુ જ રહેશે અને 750નું લેવલ ટકી રહેશે તો 800ની ઉપરના લેવલે પણ જોવ મળી શકે છે. જોકે છેલ્લા 4 ટ્રેડિંગ સેશન્સમાં રૂ.559ના ભાવથી આવેલ ઝડપી ઉછાળાને પણ ધ્યાને રાખવો જરૂરી છે અને આ લેવલે એક કે બે ટ્રેડિંગ સેશનમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યા બાદ 700ની આસપાસ શેરનો ભાવ આવે તો જ ખરીદારી કરવી,જેમાં રૂ. 689નો સ્ટોપલોસ રાખવો જરૂરી બનશે.

  Expert : મઝહર મોહમ્મદ, ચીફ સ્ટ્રેટજીસ્ટ, ટેક્નિકલ રીસર્ચ અને ટ્રેડિંગ એડવાઇઝરી, Chartviewindia.in

  (Disclaimer: મનીકંટ્રોલ.કોમ પર નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરેલા મંતવ્યો અને રોકાણોની ટીપ્સ વેબસાઇટની અથવા તેના મેનેજમેન્ટની નહીં પણ સલાહકારની વ્યક્તિગત કે સંસ્થાકીય છે. મનીકંટ્રોલ.કોમ રોકાણકારોને કોઈપણ નિર્ણય લેતા પહેલા સર્ટિફાઇટ નિષ્ણાતોની સલાહને આધારે જ ઈન્વેસ્ટમેન્ટ કરવાની સલાહ આપે છે.)
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: BSE, Expert, Investment, NSE, Stocks, Tips

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन