4 ગુરૂમંત્ર, કરોડપતિ બનવાના ટોપ સિક્રેટ

કરોડ પતિ બનવા માટે જોઈએ સાચુ રોકાણ, લાંબો સમય અને ધૈર્ય. વર્ષો સુધી બુંદ-બુંદ રોકાણથી કરોડોનો વરસાદ થાય છે.

News18 Gujarati
Updated: October 11, 2018, 6:11 PM IST
4 ગુરૂમંત્ર, કરોડપતિ બનવાના ટોપ સિક્રેટ
કરોડ પતિ બનવા માટે જોઈએ સાચુ રોકાણ, લાંબો સમય અને ધૈર્ય. વર્ષો સુધી બુંદ-બુંદ રોકાણથી કરોડોનો વરસાદ થાય છે.
News18 Gujarati
Updated: October 11, 2018, 6:11 PM IST
કરોડોમાં કોણ નથી રમવા માંગતુ. આપણે બધા જાગતા-સપનામાં કરોડપતિ બનવાના સપના જોઈએ છીએ. સપનું જોવું ખરાબ બાબત નથી. પરંતુ સચ્ચાઈ એ પણ છે કે, કરોડ પતિ બનવું બચ્ચો કા ખેલ નથી. કરોડ પતિ બનવા માટે જોઈએ સાચુ રોકાણ, લાંબો સમય અને ધૈર્ય. વર્ષો સુધી બુંદ-બુંદ રોકાણથી કરોડોનો વરસાદ થાય છે. સ્પષ્ટ કરી દઈે કે, અમારી પાસે કોઈ જાદુની છડી નથી, જે રાતો રાત તમને કરોડપતિ બનાવી દે, પરંતુ અમારી પાસે સોલિડ ફોર્મ્યૂલા જરૂર છે.

તો જાણવાની કોશિસ કરીએ કે, કેવી રીતે રોકાણ કરવાથી આ સપનુ પુરૂ કરી શકાય. રોકાણકારો પાસે ચાર રસ્તા છે. ઈક્વીટી, મ્યુચ્યુઅલ ફંડ, પ્રોપર્ટી અને કોમોડિટી. પ્રશ્ન એ છે કે, આમાંથી કયો રસ્તો તમને કરોડપતિ બનવાનું સપનું પુરી કરી શકે છે. દરેકના પ્લસ-માઈનસ હોય છે. તો આ ચાર મહારથી પાસે જાણીએ કરોડપતિ બનવાની ટિપ્સ. ઈક્વીટી પર વાત કરશે માર્કેટના એક્સપર્ટ સુદીપ બંદોપાધ્યાય, મ્યુચ્યુઅલફંડ પર વાત કરશે, વાઈઝઈન્વેસ્ટ એડવાઈઝર્સના હેમંત રૂસ્તગી, પ્રોપર્ટી પર વાત કરશે એનારોક પ્રોપર્ટી કન્સલટન્ટના એમડી અનુપ પુરી, અને કોમોડિટી પર વાત કરશે નિર્મલ બંગ કોમોડિટીઝના કૃણાલ શાહ.

એસઆઈપીથી બનો કરોડપતિ

વાઈઝઈન્વેસ્ટ એડવાઈઝર્સના હેમંત રૂસ્તગીએ એસઆઈપી દ્વારા કરોડપતિ બનવાની ફોર્મ્યૂલા કહી ચે. હેમંત રુસ્તોગીએ લાર્જકેપ ફંડમાં રિલાયન્સ લાર્જકેપ, મલ્ટીકેપ ફંડમાં કોટક સ્ટાન્ડર્ડ રેગ્યુલર, મિડકેપ ફંડમાં એલએન્ડટી મિડકેપ અને સ્મોલકેપ પંડમાં એચડીએફસી સ્મોલકેપરેગ્યુલરમાં એસઆઈપી કરવાની સલાહ આપી છે.

હેમંત રોસ્તગી અનુસાર, આ ફંડમાં જો 20 વર્ષ માટે પ્રતિ મહિને 10 હજાર રૂપિયાની એસઆઈપી કરો છો તો, 10 ટકા રિટર્ન પ્રમાણે 1 કરોડ રૂપિયા બનાવી શકાય છે. જો 22 વર્ષ માટે મહિને 800 રૂપિયા એસઆઈપી કરો છો તો, 10 ટકા રિટર્ન અનુસાર, 1 કરોડ બનાવી શકાય. આજ રીતે 25 વર્ષમાં કરોડ રૂપિયા બનાવવા માટે 550ની એસઆઈપી કરવી પડશે.

શેર જ બનાવશે કરોડપતિ
Loading...

માર્કેટ એક્સપર્ટ સુદિપ બંદોપાધ્યાયે શેરમાં રોકાણ કરી કરોડપતિ બનવાનો મંત્ર આપ્યો છે. સુદિપ બંધોપાધ્યાયએ આરતી ઈન્ડસ્ટ્રીઝમાં રોકાણ કરવાની સલાહ આપી છે. સુદિપ બંધોપાધ્યાયનું માનવું છે કે, 1 વર્ષની અવધીમાં આરતી ઈન્ડસ્ટ્રીઝમાં 1550 રૂપિયાનું સ્તર જોવા મળી શકે છે. સુદીપ બંધોપાધ્યાયનું કહેવું છે કે, આરતી ઈન્ડસ્ટ્રીઝ બેંઝિન કેમિકલમાં ગ્લોબલ લીડર છે અને કંપની પાસે જબરદસ્ત મેન્યુફેક્ચરિંગ યૂનિટ છે. આરતી ઈન્ડસ્ટ્રીઝની હોમકેયર સેગમેન્ટમાંથી નીકળવાની યોજના છે. હાલના સ્તરે આરતી ઈન્ડસ્ટ્રીઝની વેલ્યુએશન ઘણી આકર્ષક જોવા મળી રહી છે.

સુદીપે ગ્રેફાઈટ ઈન્ડીયામાં રોકાણ કરવાની સલાહ આપી છે. સુદીપનું માનવું છે કે, 1 વર્ષમાં ગ્રેફાઈટ ઈન્ડીયામાં 1400 રૂપિયાનું સ્તર જોવા મળી શકે છે. સુદીપનું કહેવું છે કે, ગ્રેફાઈટ ઈન્ડીયાનું પ્રદૂષણ ઓછુ કરવા માટે ઈએએફ સ્ટીલ પ્રોડક્શન પર જોર છે. સાથે ગ્રેફાઈડ ઈલેક્ટ્રોડના ભાવ વધી રહ્યા છે અને કંપનીને નબળા રૂપિયાનો પણ ફાયદો મળી રહ્યો છે.

સુદીપે ભારત ઈલેક્ટ્રોનિક્સમાં રોકાણ કરવાની સલાહ આપી છે. સુદીપનું માનવું છે કે, 1 વર્ષના સમયગાળામાં ભારત ઈલેક્ટ્રોનિક્સમાં 120 રૂપિયાનનું સ્તર જોવા મળી શકે છે. સુદીપનું કહેવું છે કે, નવી પોલીસીથી ભારત ઈલેક્ટ્રોનિક્સના નફા પર અસર નહી થાય. ભારત ઈલેક્ટ્રોનિક્સ પાસે જબરદસ્ત ઓર્ડર બુક છે, અને જુના ઓર્ડર જુના માર્જિન પર જ છે. કંપની પાસે જબરદસ્ત આરએન્ડડી ક્ષમતા છે, અને મહત્વની વાત એ છે કે, દેવા મુક્ત કંપની છે.

પ્રોપર્ટી બનાવશે કરોડપતિ!
અનુજ પુરીનું કહેવું છે કે, પ્રોપર્ટી બજારમાં સુધારના સંકેત મળી રહ્યા છે, અને ઘરની કિંમત નિચેના સ્તર પર છે. ડેવલપર્સે કેટલીએ લોભામણી સ્કીમો લોન્ચ કરી છે. જોકે, વગર વેચાયેલા તૈયાર ઘરોથી રોકાણકારો દુર રહે. નવા લોન્ચ થતા પ્રોજેક્ટમાં રોકાણ રિટર્ન મળશે, કારણ કે, નવા લોન્ચમાં બિલ્ડરોનો પ્રોફિટ માર્જિન ઓછો હોય છે. નવા લોન્ચમાં રોકાણ 2 વર્ષમાં રિટર્ન અપાવશે. નવી મુંબઈ, હૈદરાબાદ, અને બેંગ્લોરમાં પ્રોપર્ટી ખરીદવાની સલાહ આપવામાં આલી છે.

સોનું ચમકાવશે કિસ્મત
કૃણાલ શાહનું કહેવું છે કે, સોનાની ડિમાન્ડ વધવાની આશા છે. સોનાને ફેસ્ટિવ સિઝનનો ફાયદો મળશે. અમેરિકામાં દર વધવાથી સોનાને ફાયદો મળશે. અમેરિકન ઈકોનોમીમાં સુસ્તીના અણસાર છે, અને ટ્રેડ વોરથી ચીનની ગ્રોથ ઘટશે, એવામાં સોનાની માંગ વધવાની આશા છે. 6-8 મહિનામાં સોનું 34,000-35000 રૂપિયા સુધી જઈ શકે છે.
First published: October 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...