મુંબઈ: શેરો (Stocks)ના ઉતાર-ચઢાવ પર ચાંપતી નજર રાખીને તમારા રોકાણને સુરક્ષિત (Secure Investment) રાખી શકાય છે. આથી અમે તમને એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જેના પર બધાની નજર (Stocks in News) રહેશે. તમે પણ એક નજર કરી લો.
Bharti Airtel પર ફોકસ
17 ફેબ્રુઆરીના રોજ યોજાઈ રહેલી બોર્ડની બેઠક દરમિયાન રણનીતિક યોજના પર ચર્ચા થશે. કંપની સબ્સિડિયરી કંપનીઓમાં શેરહૉલ્ડિેંગમા ફેરફાર કરી શકે છે. સબ્સિડિયરી કંપનીઓના શેરનું કન્સોલિડેશન, અધિગ્રહણ શક્ય છે.
Tata Motors પર ફોકસ
Marc Llistosella ટાટા મોટર્સના નવા CEO અને એમડી બન્યા છે. તેઓ પહેલી જુલાઈ, 2021થી જવાબદારી સંભાળશે.
CDSL પર ફોકસ
જાન્યુઆરીમાં ડીમેટ ખાતાધારકોની સંખ્યા ત્રણ કરોડને પાર થઈ ગઈ છે. ગત એક વર્ષમાં એક કરોડ નવા ડીમેટ ખાતાધારકો ઉમેરાયા છે.
Titagarh Wagons
કંપનીને 174.8 કરોડ રૂપિયાના નવા ઓવર્ડર મળ્યા છે. કંપનીને ભારતીય નેવી માટે પાંચ ડાઇવિંગ સપોર્ટ ક્રાફ્ટ બનાવવાનો ઑર્ડર મળ્યો છે.
કંપની રાજસ્થાનના ઘીલોથમાં વૉશિંગ મશીન ઉત્પાદન માટે નવું યુનિટ નાખશે. નવા યૂનિટ પર આશરે 65 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. પ્લાન્ટમાં વર્ષે આશરે ત્રણ લાખ વૉશિંગ મશિનનું ઉત્પાદન થશે. આંધ્ર પ્રદેશના શ્રી સિટીમાં નવા ACના ઉત્પાદન માટે કંપની પ્લાન્ટ લગાવશે. નવા એસી યુનિટ પર 250 કરોડ રૂપિયા ખર્ચાશે. પ્લાન્ટમાં વર્ષે 5.6 લાખ ACનું ઉત્પાદન થશે.
Sterling & Wilson
કંપનીને ઇજીપ્તમાં નવા સોલાર પ્લાન્ટ માટે 930 કરોડ રૂપિયાનો ઑર્ડર મળ્યો છે. સાઉદી અરેબિયામાં કંપનીને રિન્યૂએબલ એનર્જીનો ઑર્ડર મળ્યો છે. કંપનીને આશા છે કે 2022 સુધી ઑર્ડર પૂર્ણ થશે.
RailTel IPO: 16મી ફેબ્રુઆરીએ આવી રહી છે કમાણીની તક
નવી દિલ્હી : આજકાલ ભારતીય શેરબજારમાં આઈપીઓની વણઝાર છે. વેલેન્ટાઈન સપ્તાહ બાદ વધુ એક IPO બજારમાં આવી રહ્યો છે. સરકારી કંપની રેલટેલનો આઇપીઓ 16મી ફેબ્રુઆરીના રોજ ખુલશે. રેલ ટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (RailTel)નો આઈપીઓ 16મી ફેબ્રુઆરીથી 18મી ફેબ્રુઆરી ખુલ્લો રહેશે. બંને એક્સચેન્જ બીએસઈ (BSE) અને એનએસઈ (NSE) પર શેરનું લિસ્ટિંગ કરવામાં આવશે.
RailTelના IPOની વિગતો
- આઈપીઓની પ્રાઈસ બેન્ડ 93-94 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
- સરકાર આઈપીઓમાં કુલ 8,71,369 શેર ઓફર ફોર સેલ થકી વેચશે.
- આઈપીઓ થકી સરકારની 819.24 કરોડ એકત્ર કરવાની યોજના.
- IPOની લોટ સાઈઝ 155 ઈક્વિટી શેરની છે.
- ઓછામાં ઓછું રોકાણ 14,570 રુપિયાનું કરવાનું રહેશે.
- મહત્તમ 13 લોટ માટે રોકાણકારો એપ્લિકેશન કરી શકશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર