Home /News /business /

Stocks in News (06 એપ્રિલ, 2022): આજે આ 20 શેરમાં ટ્રેડ લઈને કરો શકો છો મોટી કમાણી, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

Stocks in News (06 એપ્રિલ, 2022): આજે આ 20 શેરમાં ટ્રેડ લઈને કરો શકો છો મોટી કમાણી, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

ભારતીય શેર બજાર

Stock Market Tips: શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો.

    મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

    અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) TCS <GREEN> : કન્સાસ ડિપાર્ટમેન્ટ ઑફ લેબર પાસેથી કંપનીનો ઓર્ડર મળ્યો.

    2) COAL INDIA <GREEN> : રશિયા-યુક્રેન યુદ્ધને પગલે શેરમાં ખરીદી જોવા મળી શકે છે.

    3) ICICI BANK <RED> : એડીઆરમાં ઘટાડાને પગલે આજે વેચવાલી જોવા મળી શકે.

    4) SBI CARD <RED> : આજે શેરમાં વેચવાલી જોવા મળી શકે છે.

    5) BANDHAN BANK <GREEN> : કુલ જમા 24% વધી, CASA રેશિયો 43.4% રહ્યો.

    6) TRIVENI ENGINEERING & INDUSTRIES <GREEN> : કંપનીએ ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં 160 KLPDની ડિસ્ટલરી શરૂ કરી.

    7) FDC <GREEN> : કંપની 12 એપ્રિલથી 27 એપ્રિલ વચ્ચે શેર બાયબેક કરશે. બોર્ડે ફેબ્રુઆરીમાં 475 રૂપિયાના ભાવથી 29 લાખ શેરના બાયબેકની મંજૂરી આપી હતી.

    8) SAREGAMA <GREEN> : રેકોર્ડ ડેટ નક્કી કરવા માટે આજે બોર્ડની બેઠક.

    9) RAIN INDUSTRIES <RED> : કંપનીએ વિશાખાપટ્ટનમ ખાતે કેલ્સીનર પ્લાન્ટન્ટને આંશિક રીતે બંધ કર્યો.

    10) GUJARAT PIPAVAV PORT <RED> : જાન્યુઆરી-માર્ચમાં કન્ટેનર વોલ્યૂમ 16 ઘટ્યું, શેરમાં વેચવાલી જોવા મળી શકે.

    આ પણ વાંચો: તાજેતરમાં લિસ્ટ થયેલા કંપનીનો શેર 109% ભાગ્યો

    અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ બાજપાઈ (Neeraj Bajpai). નીરજ બાજપાઈની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) TATA STEEL (Green) : Q4 દરમિયાન સ્ટીલ ઉત્પાદન સૌથી વધારે 13 ટકા વધીને 1.9 કરોડ ટન થયું (YoY)

    2) MARICO (Red) : Q4માં મોંઘવારી, કોમોડિટીની ઊંચી કિંમતની અસર જોવા મળી શકે.

    3) DABUR (Red) : Q4માં મોંઘવારી, કોમોડિટીની ઊંચી કિંમતની અસર જોવા મળી શકે.

    4) TATA CONSUMER (Green) : Tata Nue એપ સાતમી એપ્રિલના રોજ લોંચ થશે. શેરમાં તેજીની આશા.

    5) POONAWALLA FINCORP (Green) : Q4 દરમિયાન ડિસ્બર્સમેન્ટ 133.5 ટકા વધીને 3330 કરોડ રૂપિયા. (YoY)

    આ પણ વાંચો: HDFC અને HDFC બેંકના મર્જરથી ગ્રાહકોને શું લાભ થશે?



    6)TRENT (Green) : Tata Nue એપ સાતમી એપ્રિલના રોજ લોંચ થશે. શેરમાં તેજીની આશા.

    7) BARBEQUE NATION (Red) : બ્લોક ડીલ મારફતે CX Partners કંપનીમાં હિસ્સો વેચશે. ડીલ માર્કેટ ભાવથી 5-7 ટકા ડિસ્કાઉન્ટ ભાવે થવાની આશા.

    8) PETRONET LNG (Red) : ક્રૂડ ઓઇલ $106 નીચે. શેરની કિંમત પર દબાણ જોવા મળી શકે.

    9) GAIL (Red) : નેચરલ ગેસની કિંમતમાં ઘટાડો થતા શેરની કિંમત ઘટી શકે.

    10) OIL (Green) : ક્રૂડ ઓઇલ $106 નીચે. શેરની કિંમત પર દબાણ જોવા મળી શકે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock tips

    આગામી સમાચાર