Home /News /business /

Stocks in News (1 એપ્રિલ, 2022): આજે આ 20 શેરમાં ટ્રેડ લઈને કરો મોટી કમાણી, કરી લો એક નજર

Stocks in News (1 એપ્રિલ, 2022): આજે આ 20 શેરમાં ટ્રેડ લઈને કરો મોટી કમાણી, કરી લો એક નજર

ભારતીય શેર બજાર

Stock Market Tips: શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો.

    મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

    અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    01. JINDAL STEEL & POWER <GREEN> : જેએસપી એમ્પ્લોયી બેનિફેટ ટ્રસ્ટે 57.5 લાખ શેર 563 રૂપિયા પ્રતિ શેરના ભાવે ખરીદ્યા.

    02. MAX HEALTHCARE INSTITUTE <GREEN> : Kayak Investments Holding Pte ltd તરફથી 9.7 કરોડ શેર 340 રૂપિયા પ્રતિ શેરના ભાવથી વેચ્યા.

    03. NARAYANA HRUDALAYA <GREEN> : આજથી કોવિડના પ્રતિબંધો ખતમ. હેલ્થકેર શેર્સ પર ફોકસ.

    04. KRISHNA MEDICAL <GREEN> : આજથી કોવિડના પ્રતિબંધો ખતમ. હેલ્થકેર શેર્સ પર ફોકસ.

    05. ASIAN PAINTS <GREEN> : ક્રૂડ ઓઇલની કિંમત ઘટી. બ્રેન્ટ $105 નીચે.

    06. BERGER PAINTS <GREEN> : ક્રૂડ ઓઇલની કિંમત ઘટી. બ્રેન્ટ $105 નીચે.

    07. JUBILANT FOODWORKS <GREEN> : કોરોના સાથે જોડાયેલા પ્રતિબંધો ખતમ થતાં શેરમાં એક્શન જોવા મળી શકે.

    8. ONGC <GREEN> : કુદરતી ગેસની કિંમત બે ગણાથી વધારે વધી.

    9. OIL INDIA <GREEN> : કુદરતી ગેસની કિંમત $2.9થી વધીને $6.1/mmBtu થઈ.

    10. LUPIN <RED> : US FDA એ અમેરિકાના ન્યૂઝર્સી પ્લાન્ટ માટે ત્રણ સમસ્યા કાઢી.

    આ પણ વાંચો: એલપીજી સિલિન્ડરની કિંમતમાં 250 રૂપિયાનો વધારો

    અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ બાજપાઈ (Neeraj Bajpai). નીરજ બાજપાઈની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1. NTPC (RED) : રશિયા પર પ્રતિબંધથી NPPCના 21,000 કરોડ રૂપિયાના બિહાર પ્રોજેક્ટ પર અસર.

    2. HERO MOTO (RED) : IT વિભાગ પ્રમાણે કંપની તરફથી 800 કરોડ રૂપિયાના બોગસ બિલ આપવામાં આવ્યા હતા. એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની મારફતે ગરબડ કરવામાં આવી હતી.

    3. ATUL AUTO (RED) : માર્ચ મહિનામાં ઑટોનું વેચાણ ઓછું રહેવાની આશંકા.

    4. BAJAJ AUTO (RED) : માર્ચ મહિનામાં ઑટોનું વેચાણ ઓછું રહેવાની આશંકા.

    5. MARUTI (RED) : માર્ચ મહિનામાં ઑટોનું વેચાણ ઓછું રહેવાની સંભાવના.

    આ પણ વાંચો: ત્રણ વર્ષમાં 800 ટકા ભાગ્યો આ શેર, સંજીવ ભસીને આપી ખરીદીની સલાહ

    6. TVS MOTORS (RED) : માર્ચ મહિનામાં ટીવીએસ મોટર્સનું કુલ વેચાણ ત્રણ ટકા ઘટવાનો અંદાજ.

    7. TATA STEEL (GREEN) : એક અઠવાડિયાથી સ્ટીલના ભાવ 4 ટકા અને આયર્ન-ઓરના ભાવ આઠ ટકા વધ્યા.

    8. JSW STEEL (GREEN) : એક અઠવાડિયાથી સ્ટીલના ભાવ 4 ટકા અને આયર્ન-ઓરના ભાવ આઠ ટકા વધ્યા.

    9. NMDC (GREEN) : એક અઠવાડિયાથી સ્ટીલના ભાવ 4 ટકા અને આયર્ન-ઓરના ભાવ આઠ ટકા વધ્યા.

    10. HINDALCO (RED) : Non-Ferrousની કિંમત પર દબાણ, શેરની કિંમત ઘટી શકે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock tips

    આગામી સમાચાર