Home /News /business /Hot Stocks Today, 28 માર્ચ, 2022: આજે આ 20 શેરમાં ટ્રેડ લઈને કરી શકો છો મોટી કમાણી, કરી લો એક નજર

Hot Stocks Today, 28 માર્ચ, 2022: આજે આ 20 શેરમાં ટ્રેડ લઈને કરી શકો છો મોટી કમાણી, કરી લો એક નજર

શેર બજાર ટીપ્સ

Stock Market Tips: શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો.

  મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

  અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

  1) INOX LEISURE <GREEN> : આજે શેરમાં ખરીદી જોવા મળી શકે છે.

  2) PVR <GREEN> : હૈદરાબાદમાં પાંચ સ્ક્રીન મલ્ટીપ્લેક્સ, PVR Atrium ખોલી રહી છે.

  3) GAIL <GREEN> : બાયબેક પર વિચાર કરવા માટે 31 માર્ચના રોજ કંપનીના બોર્ડની બેઠક મળશે.

  4) INDUS TOWERS <RED> : ભારતી એરટેલે કંપનીમાં 2,388 કરોડ રૂપિયામાં 4.7% Equity ખરીદી.

  5) TEAMLEASE SERVICES <RED> : કંપનીના પ્રમોટર NED Consultants LLP અને HR Offshoring Ventures Pte. Ltd. દરેક કંપનીમાં પોતાની ભાગીદારી 0.50% ઓછી કરી.

  આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો, જાણો આજે ભાવમાં કેટલો વધારો ઝીંકાયો

  6) EXIDE INDUSTRIES <GREEN> : ભારતમાં Lithium-Ion Cell Mfg Facility સ્થાપિત કરવા માટે એક સહાયક કંપની બનાવી.

  7) VIJAYA DIAGNOSTIC CENTRE <GREEN> : ફેડિલિટી ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ફેડિલિટી સિરીઝ ઇમર્જિંગ માર્કેટ ફંડે 18.50 લાખ શેર 445 રૂપિયાના ભાવથી ખરીદ્યા.

  8) MTAR TECHNOLOGIES <GREEN> : આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડે 176,400 શેર ખરીદ્યા. યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે 220,000 શેર ખરીદ્યા. અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ 156,000 શેર ખરીદ્યા.

  9) SAGAR CEMENTS <GREEN> : બોર્ડે પ્રેમજી ઇન્વેસ્ટને ઇક્વિટી શેરના પ્રોફરેન્શિયલ અલોટમેન્ટને મંજૂરી આપી.

  10) FINO PAYMENTS BANK <GREEN> : આરબીઆઈ દ્વારા થર્ડ પાર્ટી ટાઇઅપ બેંક પાસેથી ગ્રાહકોને નાણાકીય સેવા પ્રાપ્ત કરવા મંજૂરી મળી.

  અમારી બીજી ટીમના કેપ્ટન છે સુમિત મેહરોત્રા (Sumit Mehrotra). સુમિત મેહરોત્રાની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

  1) Dilip Buildcon (GREEN) : તેલંગાણામાં 1650 કરોડ રૂપિયાનાા હાઇવે પ્રોજેક્ટ માટે કંપની L1 બિડર બની.

  2) Adani Ent (GREEN) : મધ્ય પ્રદેશ, ઓડિશામાં કંપનીને બે કૉલ બ્લોક મળ્યાં.

  3) Emami (GREEN) : 432 કરોડ રૂપિયામાં ડર્મિકૂલ પાઉડર બ્રાન્ડને ખરીદી.

  4) GFL Limited (GREEN) : PVR અને Inox Leisureનું મર્જર થશે. કંપની Inox Leisure માં 43% ભાગીદાર છે.

  5) Cineline: (GREEN) : આજે શેરમાં ખરીદી જોવા મળી શકે છે.

  6) Sreeleathers: (GREEN) : 7-22 માર્ચ વચ્ચે પ્રમોટરોએ ખુલ્લા બજારમાંથી બે લાખ શેર ખરીદ્યા.

  આ પણ વાંચો: ઝોમાટો, વિપ્રો, અદાણી એન્ટરપ્રાઇઝ સહિત આજે આ શેર્સ ચર્ચામાં, કરી લો એક નજર

  7) Strides Pharma: (GREEN) : 28 ફેબ્રુઆરીથી 22 માર્ચ વચ્ચે પ્રમોટરોએ 7.41 લાખ શેર ખરીદ્યા.

  8) GR Infra: (GREEN) : કંપનીને NHAI તરફથી 1,085 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મળ્યો.

  9) GM Breweries: (GREEN) : શેરની કિંમતમાં ઊંચાઈથી 25% કરેક્શન, હવે તેજીની આશા.

  10) Tata Elxsi (red) : આજે શેરમાં વેચવાલી જોવા મળી શકે છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Investment, Share market, Stock tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन