Home /News /business /

Stocks in News: કમાણીના શેર (22 માર્ચ, 2022): એવા 20 શેર જેમાં ટ્રેડ લઈને કરી શકો છો દમદાર કમાણી

Stocks in News: કમાણીના શેર (22 માર્ચ, 2022): એવા 20 શેર જેમાં ટ્રેડ લઈને કરી શકો છો દમદાર કમાણી

શેર બજાર ટીપ્સ

Stock Market Tips: શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો.

    મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

    અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) DEEPAK NITRITE <GREEN> : ICRA તરફથી A1+ રેટિંગ આપવામાં આવ્યું.

    2) SUDARSHAN CHEMICALS <GREEN> : પ્રમોટરે ખુલ્લા બજારમાંથી કંપનીના 40,000 શેર ખરીદ્યા.

    3) HOEC <GREEN> : $118 ને પાર થયું ક્રૂડ ઓઇલ. શેરની ખરીદીમાં તેજીની આશા.

    4) BPCL <GREEN> : પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 80 પૈસા પ્રતિ લીટર વધારો. શેરની કિંમત વધી શકે.

    5) HPCL <GREEN> : પેટ્રોલ-ડીઝલની કિંમત વધી. શેરની કિંમતમાં તેજીની આશા.

    6) SELAN EXPLORATION <GREEN> : Blackbuck Energy સાથે શેર પર્ચેજ માટે કરાર કર્યો.

    7) INTERGLOBE <RED> : ક્રૂડ ઓઇલ 118 ડૉલર પ્રતિ બેરલને પાર. શેરની કિંમત પર દબાણ જોવા મળી શકે.

    8) ASHOK LEYLAND <RED> : પ્રમોટર હિન્દુજા ઑટોમેટિવે કંપનીના 65 લાખ શેર ગિરવે મૂક્યા. કંપનીના 26.1 કરોડ શેર ગિરવે છે.

    9) AMARA RAJA BATTERIES <RED> : આંધ્ર પ્રદેશ હાઇકોર્ટે ચિતૂર જિલ્લાનો પ્લાન્ટ એક અઠવાડિયા માટે બંધ રાખવાનો આદેશ કર્યો.

    10) ANGEL ONE <RED> : બ્રોકિંગમાં સ્પર્ધા વધી. શેરની કિંમત દબાણ હેઠળ રહી શકે.

    આ પણ વાંચો: એલપીજી સિલિન્ડરની કિંમતમાં તોતિંગ વધારો, જાણો નવો ભાવ

    અમારી બીજી ટીમના કેપ્ટન છે સુમિત મેહરોત્રા (Sumit Mehrotra). સુમિત મેહરોત્રાની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) Zomato (GREEN) : કંપની Zomato Instant નામે ફૂડ સેવા લોંચ કરશે. જે ફક્ત 10 મિનિટમાં જમવાનું પહોંચાડશે.

    2) Delta Corp (GREEN) : ફંડ બાઇંગને પગલે આજે શેરની કિંમતમાં તેજી જોવા મળી શકે.

    3) GR Infra (GREEN) : NHAIના રોડ પ્રોજેક્ટ માટે 900 કરોડ રૂપિયાની બોલી લગાવી.

    4) EQUITAS HOLDINGS (GREEN) : Equitas Small Fin Bank સાથે મર્જરની મંજૂરી. Equitas ના 100 શેર પર Equitas SFB ના 231 શેર મળશે.

    5) Shankara Building prod (GREEN) : APL Apollo એ 755 રૂપિયા પ્રતિ શેરના ભાવથી 10 લાખ ઇક્વિટી શેર ખરીદ્યા.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock tips

    આગામી સમાચાર