Home /News /business /

Hot Stocks (20 એપ્રિલ, 2022): HCL tech, Wipro સહિત 20 શેરમાં ટ્રેડ લઈને કરો મોટી કમાણી

Hot Stocks (20 એપ્રિલ, 2022): HCL tech, Wipro સહિત 20 શેરમાં ટ્રેડ લઈને કરો મોટી કમાણી

ભારતીય શેર બજાર

Stock Market Tips: શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો.

    મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

    અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) HCL TECH <GREEN> : પાંચ દિવસના ઘટાડા બાદ આજે શેરમાં તેજીની આશા.

    2) WIPRO <GREEN> : આજે આઈટી સ્ટૉક્સમાં ખરીદી જોવા મળી શકે છે.

    3) ACC <RED> : વાર્ષિક ધોરણે નફો 562.6 કરોડ રૂપિયાથી ઘટીને 396.3 કરોડ રૂપિયા થયો.

    4) DR LAL PATHLABS <GREEN> : કોરોનાના કેસમાં ફરીથી વધારો, છેલ્લા 24 કલાકમાં નવા 1247 કેસ નોંધાયા, શેરમાં તેજીની સંભાવના.

    5) MAX HEALTHCARE <GREEN> : કોરોનાના કેસમાં ફરીથી વધારો, છેલ્લા 24 કલાકમાં નવા 1247 કેસ નોંધાયા, શેરમાં તેજીની સંભાવના.

    6) TATA STEEL LONG PRODUCTS <RED> : Q4 દરમિયાન નબળું પરિણામ. આવક 1,799 કરોડ રૂપિયા રહી.

    7) HBL POWER SYSTEMS <RED> : બનયાનટ્રી ગ્રોથ કેપિટલ એલ.એલ.સી.એ 22,26,702 શેર 65.77 રૂપિયા પ્રતિ શેરના ભાવથી વેચ્યા.

    8) MISHTANN FOODS <GREEN> : Q4 દરમિયાન આવક વધીને 154 કરોડ રૂપિયા રહી. નફો વધીને 13.15 કરોડ રૂપિયા રહ્યો.

    9) NANDAN DENIM <GREEN> : કોટનનો ભાવ 11 વર્ષની ઊંચાઈ પર પહોંચ્યો. શેરમાં તેજીની સંભાવના.

    10) SPARC <GREEN> : કંપનીએ ગીરવે મૂકેલા 1.06 કરોડ શેર છોડાવ્યા.

    આ પણ વાંચો: ડોલી ખન્ના, આશિષ કચોલિયા અને રાકેશ ઝુનઝુનવાલાએ આ કંપનીઓમાં વધાર્યું રોકાણ

    અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ બાજપાઈ (Neeraj Bajpai). નીરજ બાજપાઈની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) MAHINDRA LIFE (Red) : સબ્સિડિયરી કંપનીને 100 કરોડની ઇન્કમ ટેક્સ માટે નોટિસ મળી.

    2) NTPC (Green) : દેશમાં વીજળીની માંગ વધતા શેરમાં તેજી આવી શકે. દેશમાં 2500-3000 મેગાવૉટ પાવરની અછત.

    3) JSW ENERGY (Green) : દેશમાં વીજળીની માંગ વધતા શેરમાં તેજી આવી શકે. દેશમાં 2500-3000 મેગાવૉટ પાવરની અછત.

    4) TATA POWER (Green) : દેશમાં વીજળીની માંગ વધતા શેરમાં તેજી આવી શકે. દેશમાં 2500-3000 મેગાવૉટ પાવરની અછત.

    5) IEX (Green) : દેશમાં વીજળીની માંગ વધતા શેરમાં તેજી આવી શકે. દેશમાં 2500-3000 મેગાવૉટ પાવરની અછત.

    આ પણ વાંચો: કેમ્પસ એક્ટિવવેરનો આઈપીઓ 26મી એપ્રિલના રોજ ખુલશે

    6) COAL INDIA (Green) : દેશમાં વીજળીની માંગ વધતા શેરમાં તેજી આવી શકે. દેશમાં 2500-3000 મેગાવૉટ પાવરની અછત.

    7) BOROSIL RENEW (Green) : દેશમાં વીજળીની માંગ વધતા શેરમાં તેજી આવી શકે. દેશમાં 2500-3000 મેગાવૉટ પાવરની અછત.

    8) PETRONET LNG (Red) : દેશમાં વીજળીની માંગ વધતા શેર પર દબાણ જોવા મળી શકે છે.

    9) JUBILANT PHARMOVA (Green) : રાકેશ ઝુનઝુનવાલાએ પોતાની ભાગીદારી વધારી.

    10) KRSNAA DIAGNOSTICS (Green) : કોરોનાના કેસમાં ફરીથી તેજી. ગત 24 કલાકમાં 1247 નવા કેસ નોંધાયો.

    (ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય બજાર વિશ્લેષકનો વ્યક્તિગત હોય છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટનો નહીં. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock market, Stock tips

    આગામી સમાચાર