Home /News /business /

Hot Stocks (18 એપ્રિલ, 2022): Infosys, HDFC Bank સહિત 20 શેરમાં ટ્રેડ લઈને કરો મોટી કમાણી

Hot Stocks (18 એપ્રિલ, 2022): Infosys, HDFC Bank સહિત 20 શેરમાં ટ્રેડ લઈને કરો મોટી કમાણી

ભારતીય શેર બજાર

Stock Market Tips: શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો.

    મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

    અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) ICICI PRUDENTIAL LIFE INSURANCE COMPANY <GREEN> : વાર્ષિક આધારે VNB 591 કરોડ રૂપિયાથી 31 ટકા વધીને 775 કરોડ રૂપિયા રહ્યો. વાર્ષિક દરે APE 2509 કરોડ રૂપિયાથી 3.9 ટકા વધીને 2608 કરોડ રૂપિયા રહ્યો.

    2) INFOSYS <RED> : Q4માં અપેક્ષા કરતા ઓછું પરિણામ.

    3) HDFC BANK <RED> : ચોથા ત્રિમાસિકનું અપેક્ષા કરતા ઓછું પરિણામ. નફો 10,055.2 કરોડ રૂપિયા રહ્યો.

    4) JUBILANT INGREVIA <GREEN> : CDMO બિઝનેસ અંતર્ગત 270 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો.

    5) RITES <GREEN> : 499.41 કરોડ રૂપિયના બેંગલુરુ મેટ્રો પ્રોજેક્ટ માટે JV L-1 બિડર બની. પ્રોજેક્ટ માટે Power Mech Projects સાથે કરાર કર્યો.

    6) POWER MECH PROJECTS <GREEN> : 499.41 કરોડ રૂપિયના બેંગલુરુ મેટ્રો પ્રોજેક્ટ માટે JV L-1 બિડર બની. પ્રોજેક્ટ માટે Power Mech Projects સાથે કરાર કર્યો.

    7) WINDLAS BIOTECH <GREEN> : SAHPRA પાસેથી કંપનીને GMP સર્ટિફિકેટ મળ્યું.

    8) MARATHON NEXTGEN REALTY <GREEN> : બોર્ડે કન્વર્ટેબલ વોરંટ જાહેર કરવાની મંજૂરી આપી. પ્રેફરેન્શિયલ અલોટમેન્ટ અંતર્ગત વોરંટ જાહેર કરવાની મંજૂરી મળી.

    9) KBC GLOBAL <GREEN> : ક્રેડાઈના નાસિક પ્રોપર્ટી એક્સપોમાં કંપનીએ ભાગ લીધો. એક્સપોમાં નાસિક રિઝન માટે 12 પ્રોમિનેન્ટ પ્રોજેક્ટ બતાવ્યા.

    10) DEN NETWORKS <GREEN> : ચોથા ત્રિમાસિકમાં આવક વધીને 329 કરોડ રૂપિયા થઈ.

    આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલની નવી કિંમત જાહેર, જાણો આજનો ભાવ

    અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ બાજપાઈ (Neeraj Bajpai). નીરજ બાજપાઈની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) TATA STEEL (Green) : શેરના વિભાજન પર બોર્ડની બેઠક ત્રીજી મેના રોજ મળશે, શેરમાં તેજીની સંભાવના.

    2) TATA POWER (Green) : BlackRock ના નેતૃત્વવાળું કન્સોર્ટિયમ કંપનીમાં રોકાણ કરશે. ટાટા પાવર રિન્યૂએબલમાં રોકાણ કરશે. કન્સોર્ટિયમ 10.53 ભાગીદારી 4,000 કરોડ રૂપિયામાં ખરીદશે.

    3) COAL INDIA (Green) : કોલસાનો ભાવ 300 ડૉલરને પાર, શેરમાં તેજીની સંભાવના.

    4) INDORAMA SYNTHETICS (Green): સરકારે ટેક્સટાઇલ PLIમાં 19,000 કરોડ રૂપિયાની 61 અરજીને મંજૂરી આપી.

    5) SUTLEJ TEXTILE (Green) : શેરમાં તેજી જોવા મળી શકે છે.

    આ પણ વાંચો: આજથી તમામ બેંકોના ખુલવાના સમયમાં થયો ફેરફાર, જાણો વિગત

    6) VARDHMAN TEXTILES (Green) : શેરમાં તેજીની આશા.

    7) MARUTI SUZUKI (RED) : CY25થી નાનું EV લાવવું કંપની માટે શક્ય નથી. કંપની CNG, હાઇબ્રિડ, EV અને ફ્લેક્સ ફ્યૂઅલ ગાડીઓ બનાવશે.

    8) PERSISTENT SYSTEM (Red): ઇન્ફોસિસનું નબળું પરિણામ આવતા આઈટી સ્ટૉક્સ દબાણ હેઠળ રહેવાની સંભાવના.

    9) L&T INFOTECH (Red) : ઇન્ફોસિસનું નબળું પરિણામ આવતા આઈટી સ્ટૉક્સ દબાણ હેઠળ રહેવાની સંભાવના.

    10) COFORGE (Red) : ઇન્ફોસિસનું નબળું પરિણામ આવતા આઈટી સ્ટૉક્સ દબાણ હેઠળ રહેવાની સંભાવના.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock market, Stock tips

    આગામી સમાચાર