Home /News /business /

Stocks in News Today (16 માર્ચ, 2022): એવા 20 શેર જેમાં ટ્રેડ લઈને કરી શકો છો દમદાર કમાણી

Stocks in News Today (16 માર્ચ, 2022): એવા 20 શેર જેમાં ટ્રેડ લઈને કરી શકો છો દમદાર કમાણી

ભારતીય શેર બજાર

Stock Market Tips: શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો.

    મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

    અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) HDFC BANK : રશિયા-યુક્રેન વચ્ચે વાતચીતથી આજે શેરની કિંમતમાં ખરીદીની આશા.

    2) ICICI BANK : રશિયા-યુક્રેન વચ્ચે વાતચીતથી આજે શેરની કિંમતમાં ખરીદીની આશા.

    3) AXIS BANK : રશિયા-યુક્રેન વચ્ચે વાતચીતથી આજે શેરની કિંમતમાં ખરીદીની આશા.

    4) RANE BRAKE LINING : રાને હોલ્ડિંગ્સે 670.31 રૂપિયા પ્રતિ શેરના ભાવથી 50,000 શેર ખરીદ્યા.

    5) HATSUN AGRO PRODUCTS : પ્રમોટરોએ 1194 રૂપિયા પ્રતિ શેરના ભાવથી 2,08,000 શેર ખરીદ્યા.

    6) COCHIN SHIPYARD : Dredging Corporation તરફથી આશરે 803 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો. કંપની ડચ ટેક્નોલોજીથી હાઇ કેપેસિટી Dredger બનાવશે.

    7) LA TIM METAL & INDUSTRIES : કંપની ખાપોલી-પોલીસની 30-40 એકર જમીન પર ઇન્ડસ્ટ્રીય પાર્ક બનાવશે.

    8) ADF FOODS : વૉરંટ જાહેર કરવા પર આજે બોર્ડની બેઠક.

    9) RVNL : વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવા માટે આજે બોર્ડની બેઠક.

    10) SAIL : બીજું ડિવિડન્ડ જાહેર કરવા માટે આજે બોર્ડની બેઠક.

    આ પણ વાંચો: નાણાકીય વર્ષ પૂર્ણ થાય તે પહેલા પતાવી લો આ 5 કામ

    અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ વાજપેયી (Neeraj Bajpai). નીરજ વાજપેયીની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) TATA MOTORS (Green) : રશિયા-યુક્રેન વચ્ચે વાતચીત ચાલુ, શેરમાં ખરીદીની આશા.

    2) TATA MOTORS DVR (Green) : રશિયા યુક્રેન વચ્ચે વાતચીત શરૂ, શેરમાં ખરીદીની આશા.

    3) MUTHOOT FINANCE (Red) : સતત ચોથા દિવસે સોનાના ભાવ પર દબાણથી શેરમાં વેચવાલી શક્ય.

    4) MANAPPURAM FINANCE (Red) : સોનાની કિંમતમાં ઘટાડાથી શેર પર દબાણ શક્ય.

    5) HINDALCO (Red) : આજે શેર પર દબાણ રહે તેવી આશંકા.

    આ પણ વાંચો: નોકરીના સાથે આ બિઝનેસમાં કરો કરોડો રૂપિયાની કમાણી 

    6) NALCO (Red) : શેરમાં વેચવાલીની આશંકા.

    7) INFOSYS (Green) : નોમુરાએ આપ્યો બાય કોલ, ટાર્ગેટ 2440 રૂપિયા પ્રતિ શેર.

    8) WIPRO (Green) : નોમુરાએ ખરીદીની સલાહ આપી. ટાર્ગેટ 850 રૂપિયા પ્રતિ શેર.

    9) KOTAK BANK (Green) : MSની Equal-weightyની સલાહ. ટાર્ગેટ 2,250 રૂપિયા પ્રતિ શેર.

    10) AMBUJA CEMENT (Red) : માંગમાં ઘટાડાને પગલે શેરની કિંમત ઘટી શકે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock tips

    આગામી સમાચાર