Home /News /business /

Stock Tips (15 માર્ચ, 2022): એવા 20 શેર જેમાં ટ્રેડ લઈને કરો દમદારી કમાણી, BHEL માટે ગ્રીન તો ONGC માટે રેડ સિગ્નલ

Stock Tips (15 માર્ચ, 2022): એવા 20 શેર જેમાં ટ્રેડ લઈને કરો દમદારી કમાણી, BHEL માટે ગ્રીન તો ONGC માટે રેડ સિગ્નલ

શેર બજાર ટીપ્સ

Stock Market Tips: શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો.

    મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

    અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) DHAMPUR SUGAR MILLS : અમેરિકાની OPSRP તરફથી 492.28 રૂપિયા પ્રતિ શેરના ભાવથી 4,62,371 શેર ખરીદવામાં આવ્યા.

    2) RANE BRAKE LINING : યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સે 605.77 રૂપિયા પ્રતિ શેરના ભાવથી 1.25 લાખ શેર વેચ્યા. રાને હોલ્ડિંગ્સ તરફથી 605.94 રૂપિયા પ્રતિ શેરના ભાવથી 1.30 લાખ શેર ખરીદવામાં આવ્યા.

    3) RITES : 7.5 રૂપિયા પ્રતિ શેરના ભાવથી વચગાળાનું ડિવિડન્ટ જાહેર કરવામાં આવ્યું. રેકોર્ડ ડેટ 25 માર્ચ.

    4) V-GUARD INDUSTRIES : કોટક મ્યુચ્યુઅલ ફંડ તરફથી ઓપન માર્કેટમાંથી 1 લાખ શેરની ખરીદી. કોટલ મ્યુચ્યુઅલ ફંડે કંપનીમા ભાગીદારી 4.99% ટકાથી વધારીને 5.02% કરી.

    5) MOTHERSON SUMI : સેન્ટીમેન્ટમાં સુધારો થવાને પગલે શેરમાં તેજીની આશા.

    6) APOLLO TYRES : સેન્ટીમેન્ટમાં સુધારો થતો હોવાથી તેજીની આશા.

    7) ONGC : ક્રૂડ ઓઇલ 105 ડૉલર નીચે. શેરમાં ઘટાડાની આશંકા.

    8) OIL INDIA : ક્રૂડ ઓઇલ 105 ડૉલર નીચે. શેરમાં ઘટાડાની આશંકા.

    9) ASIAN PAINTS : ક્રૂડ ઓઇલ 105 ડૉલરથી નીચે. શેરમાં તેજીની આશા.

    10) BERGER PAINTS : ક્રૂડ ઓઇલની કિંમત ઘટના શેરમાં તેજી આવી શકે.

    આ પણ વાંચો: એલન મસ્કના એક ટ્વીટથી Bitcoin, Ether અને Dogecoinના ભાવમાં તેજી

    અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ વાજપેયી (Neeraj Bajpai). નીરજ વાજપેયીની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) CUMMINS INDIA (Green) : શેરની કિંમત વધી શકે.

    2) BHEL (Green) : NPCILને 42મું ન્યૂક્લીયર સ્ટીમ જનરેટર આપવામાં આવ્યું.

    3) NAVIN FLUORINE (Green) : શેરની કિંમત વધી શકે.

    4) GAIL (Red) : ક્રૂડ ઓઇલની કિંમત ઘટતા શેરમાં વેચવાલી આવી શકે.

    5) HINDALCO (Red) : બેઝ મેટલ્સની કિંમતમાં ઘટાડો. શેરમાં વેચવાલીની શક્યતા.

    આ પણ વાંચો: શેર બજારમાં તેજી: શું આ તેજી કાયમ રહેશે? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

    6) NALCO (Red) : બેઝ મેટેલ્સની કિંમત ઘટતા શેરમાં ઘટાડો શક્ય.

    7) INDIGO (Green) : ક્રૂડ ઓઇલ 105 ડૉલર નીચે. શેરમાં ઘટાડો જોવા મળી શકે.

    8) MANAPPURAM (Red) : શેરની કિંમત ઘટી શકે.

    9) MUTHOOT FINANCE (Red) : શેરની કિંમત ઘટી શકે.

    10) POLYCAB (Red) : શેરની કિંમત ઘટી શકે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock tips

    આગામી સમાચાર