Home /News /business /

Stock Tips (14 માર્ચ, 2022): એવા 20 શેર જેમાં ટ્રેડ લઈને તમે કરી શકો છો દમદાર કમાણી

Stock Tips (14 માર્ચ, 2022): એવા 20 શેર જેમાં ટ્રેડ લઈને તમે કરી શકો છો દમદાર કમાણી

શેર બજાર ટીપ્સ

Stock Market Tips: શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો.

    મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

    અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) HDFC BANK <GREEN> : RBI એ નવા ક્રેડિટ કાર્ડના તમામ પ્રતિબંધ હટાવ્યા. બેંકને હવે નવા ક્રેડિટ કાર્ડ જાહેર કરવાની મંજૂરી મળી ગઈ છે.

    2) AXIS BANK <GREEN> : ADRમાં મજબૂતીથી શેરમાં તેજી જોવા મળી શકે છે.

    3) LUPIN <GREEN> : US FDA તરફથી કંપનીની Vigabatrin દવાને મંજૂરી આપવામાં આવી. ગોવા પ્લાન્ટમાં Vigabatrin દવાનું ઉત્પાદન થશે.

    4) GAIL <GREEN> : કંપનીએ પાંચ રૂપિયા પ્રતિ શેર બીજું વચગાળાનું ડિવિડન્ટ આપવાની જાહેરાત કરી.

    5) MISHRA DHATU NIGAM <GREEN> : વચગાળાનું ડિવિડન્ડ આપવાના મુદ્દે બોર્ડની બેઠક આજે.

    6) TRF <GREEN> : વચગાળાનું ડિવિડન્ટ આપવાના મુદ્દે આજે બોર્ડની બેઠક.

    7) SOBHA <RED> : જેસી શર્માએ ડાયરેક્ટર, વીસી અને એમડી પદેથી રાજીનામું આપી દીધું. અંગત કારણેને પગલે રાજીનામું આપ્યું.

    8) JUBILANT FOODWORKS <RED> : પ્રતિક પોટાએ સીઈઓ, ઓલટાઉમ ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું.

    9) ONE97 COMMUNICATIONS <RED> : આરબીઆઈએ પેટીએમની પેમેન્ટ બેક પર પ્રતિબંધ મૂક્યો. આ ઉપરાંત આરબીઆઈએ નવા ગ્રાહકો જોડવા પર પ્રતિબંધ મૂક્યો.

    10) IRCTC <RED> : રેલવે બોર્ડના નવા આદેશ પ્રમાણે ઝોનલ રેલવેઝ તરફથી ફૂડ પ્લાઝા, ફાસ્ટ ફૂડ યૂનિટ અને મલ્ટી ક્યુસન રેસ્ટોરન્ટ્સ ખોલવામાં આવશે.

    આ પણ વાંચો: આ સ્ટોકે રોકાણકારોને 5 વર્ષમાં રૂ.1 લાખની સામે રૂ.78 લાખ આપ્યા

    અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ વાજપેયી (Neeraj Bajpai). નીરજ વાજપેયીની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) ONGC (Green) : ક્રૂડ ઓઇલ 14 વર્ષની ઊંચાઈ પર, શેરની કિંમતમાં તેજીની આશા.

    2) OIL (Green) : ક્રૂડ ઓઇલ 14 વર્ષની ઊંચાઈ પર, શેરની કિંમતમાં તેજીની આશા.

    3) HOEC (Green) : ક્રૂડ ઓઇલ 14 વર્ષની ઊંચાઈ પર, શેરની કિંમતમાં તેજીની આશા.

    4) GODREJ CONSUMER (Red) : ક્રૂડ ઓઇલની કિંમત વધતા શેરની કિંમત દબાણ હેઠળ રહી શકે.

    5)MRS BECTOR (Red) : ક્રૂડ ઓઇલની કિંમત વધતા શેરની કિંમત દબાણ હેઠળ રહી શકે.

    આ પણ વાંચો: આ બેન્ક સ્ટોક 5 દિવસમાં 8% વધ્યો, મોતીલાલ ઓસવાલને હજુ 30% ઉછાળાની અપેક્ષા

    6) BRITANNIA (Red) : ક્રૂડ ઓઇલની કિંમત વધતા શેરની કિંમત દબાણ હેઠળ રહી શકે.

    7) IOC (GREEN) : પેટ્રોલ-ડીઝલની કિંમત ઝડપથી વધે તેવી આશંકાને પગલે શેરની કિંમત વધી શકે.

    8) BPCL (GREEN) : ઝડપથી વધી શકે છે પેટ્રોલ-ડીઝલની કિંમત, શેરની કિંમત વધવાની આશા.

    9) BLUE STAR (Green): સમર સેલમાં વેચાણ વધવાની આશા. શેરની કિંમત વધી શકે.

    10) VOLTAS (Green) : સમર સેલમાં વેચાણ વધવાની આશાએ શેરની કિંમત વધી શકે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock tips

    આગામી સમાચાર