Home /News /business /

Hot Stocks (13 એપ્રિલ, 2022): આજે Infosys, TCS સહિત આ 20 શેરમાં ટ્રેડ લઈને કરો મોટી કમાણી

Hot Stocks (13 એપ્રિલ, 2022): આજે Infosys, TCS સહિત આ 20 શેરમાં ટ્રેડ લઈને કરો મોટી કમાણી

શેર બજાર ટીપ્સ

Stock Market Tips: શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો.

    મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

    અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) INFOSYS <GREEN> : આજે ચોથા ત્રિમાસિકનું પરિણામ આવશે. શેરમાં તેજીની આશા.

    2) TCS <GREEN> : આજે શેરમાં તેજી જોવા મળી શકે છે.

    3) AXIS BANK <GREEN> : બેંક શેર્સમાં આજે તેજી જોવા મળી શકે છે.

    4) THERMAX <GREEN> : કંપનીને રાજસ્થાનમાં 520 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો.

    5) MINDTREE <GREEN> : ચોથા ક્વાર્ટરના સારા પરિણામોની શક્યતા. આવક 4.9 ટકા વધવાની આશા.

    6) ICICI PRUDENTIAL LIFE INSURANCE COMPANY <GREEN> : Q4 પરિણામ પહેલા શેરમાં તેજી જોવા મળી શકે.

    7) RITES <GREEN> : ઇન્ટીગ્રેટેડ ઇન્ફ્રા સર્વિસના વિકાસ માટે ટાટા સ્ટીલ સાથે કરાર કર્યો.

    8) ANAND RATHI WEALTH <GREEN> : Q4 દરમિયાન આવક વધીને 114.75 કરોડ રૂપિયા, નફો વધીને 34.79 કરોડ રૂપિયા થયો.

    9) FINO PAYMENTS BANK <GREEN> : બોર્ડે દિલ્હીમાં Paysprintમાં હિસ્સો ખરીદવાની મંજૂરી આપી.

    10) ONGC <GREEN> : ક્રૂડ ઓઇલનો ભાવ 105 ડૉલરને પાર નીકળ્યો, શેરમાં તેજીની સંભાવના.

    આ પણ વાંચો: આ કારણે આજે શિવા ટેક્સયાર્નના સ્ટોકમાં આવ્યો 20 ટકાનો વધારો

    અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ બાજપાઈ (Neeraj Bajpai). નીરજ બાજપાઈની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) INDIABULLS REAL (Green) : બોર્ડ QIBsને 110.10 રૂપિયા પ્રતિ શેર લેખે 8.55 કરોડ શેર જાહેર કર્યા.

    2) IIFL WEALTH (Green) : આનંદ રાઠીના Q4ના પરીણામ બાદ શેરમાં તેજીની આશા.

    3) HERO MOTO (Red) : 17 મહિનાની ઊંચાઈ પર પહોંચી મોંઘવારી, શેરમાં દબાણની આશંકા.

    4) M&M (Red) : 17 મહિનાની ઊંચાઈ પર પહોંચી મોંઘવારી, શેરમાં દબાણની આશંકા.

    5) BAJAJ AUTO (Red) : 17 મહિનાની ઊંચાઈ પર પહોંચી મોંઘવારી, શેરમાં દબાણની આશંકા.

    આ પણ વાંચો: મ્યુચ્યુઅલ ફંડોએ માર્ચ મહિનામાં આ 10 કંપનીઓના શેરમાં કરી ધૂમ ખરીદી

    6) MARUTI (Red) : 17 મહિનાની ઊંચાઈ પર પહોંચી મોંઘવારી, શેરમાં દબાણની આશંકા.

    7) TATA STEEL (Green) : સ્ટીલના ભાવ વધવાથી શેરમાં તેજીની સંભાવના.

    8) JSW STEEL (Green) : સ્ટીલનો ભાવ વધવાથી શેરમાં ખરીદી જોવા મળી શકે છે.

    9) BIRLASOFT (RED) : આઈટી કંપનીઓના સારા પરિણામોની અપેક્ષા, શેરમાં તેજી જોવા મળી શકે.

    10) KPIT TECH (RED) : શેરમાં વેચવાલી જોવા મળી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock market, Stock tips

    આગામી સમાચાર