Home /News /business /

Stocks in News (11 માર્ચ, 2022): એવા 20 શેર જેમાં ટ્રેડ લઈને તમે કરી શકો છો દમદાર કમાણી

Stocks in News (11 માર્ચ, 2022): એવા 20 શેર જેમાં ટ્રેડ લઈને તમે કરી શકો છો દમદાર કમાણી

શેર બજાર ટીપ્સ

Stock Market Tips: શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો.

    મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

    અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) IGL <GREEN> : કંપની ઉત્તર પ્રદેશના ત્રણ જિલ્લામાં CGD નેટવર્ક સ્થાપશે. કંપનીને ચિત્રકૂટ, મહોબા અને બાંદામાં CGD નેટવર્કના વિકાસનો ઓર્ડર મળ્યો.

    2) COFORGE <GREEN> : HULST BV તરફથી 60 લાખ શેરની વેચવાલી. નોમુરા ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ એફએમએફ તરફથી 4.67 લાખ શેરની ખરીદી. SOCIETE GENERALE તરફથી 4.86 લાખ શેરની ખરીદી.

    3) LUPIN <GREEN> : કોલકાતામાં લુપીન ડાયગ્નોસ્ટિક તરફથી પ્રથમ લેબ શરૂ કરવામાં આવી. પશ્ચિમ બંગાળ, આસામ, બિહાર, ઝારખંડમાં પણ લેબ બનાવવામાં આવશે.

    4) BAJAJ HEALTHCARE <GREEN> : Nutraceutical સેગમેન્ટમાં Magnesium L-Threonate લોંચ કર્યાં.

    5) AAVAS FINANCIERS <GREEN> : સીડીસી ગ્રુપ પીએલસીને 360 કરોડના બૉન્ડ જાહેર કરવાની મંજૂરી.

    6) SUPREME PETROCHEM <GREEN> : બોર્ડે નાગોઠાણે EPS પ્લાન્ટની ક્ષમતા વધારવા માટે મંજૂરી આપી.

    7) BRITANNIA <GREEN> : LICએ ઓપન માર્કેટમાંથી 1.2 લાખ શેર્સ ખરીદ્યા, ભાગીદારી 5.023 ટકા થઈ.

    8) RAMKRISHNA FORGINGS <GREEN> : પ્રમોટરોએ ઓપન માર્કેટમાંથી કંપનીના 16,000 શેર ખરીદ્યા.

    9) TATA MOTORS <RED> : રશિયા-યુક્રેન સંકટ ઘેરું બનતા શેરની કિંમત પર અસર પડી શકે.

    10) ICICI BANK <RED> : વૈશ્વિક સંકેતોની અસર શેરની કિંમત પર પડી શકે.

    અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ વાજપેયી (Neeraj Bajpai). નીરજ વાજપેયીની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) HP ADHESIVES (GREEN) : નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને મહારાષ્ટ્ર પોલ્યુશન બોર્ડ તરફથી મંજૂરી મળી.

    2) BANDHAN BANK (RED) : વૈશ્વિક સંકેતને પગલે આજે શેર દબાણ હેઠળ રહી શકે.

    3) GUJARAT GAS (RED) : વૈશ્વિક સંકેત વચ્ચે આજે શેરમાં વેચવાલી જોવા મળી શકે.

    4) AARTI IND (RED) : વૈશ્વિક સંકેત વચ્ચે આજે શેરમાં વેચવાલી જોવા મળી શકે.

    5) ATUL LTD (RED) : વૈશ્વિક સંકેત વચ્ચે આજે શેરમાં વેચવાલી જોવા મળી શકે.

    આ પણ વાંચો: IIFLએ આ બે IT સ્ટોક્સને આપ્યું ‘બાય રેટિંગ’, શું તમારે કરવું જોઇએ રોકાણ?

    6) ABB (GREEN) : આજે શેરની કિંમતમાં તેજી જોવા મળી શકે.

    7) INFOSYS (RED) : યૂએસ ફેડ વ્યાજદરોમાં વધારો કરી શકે. શેરની કિંમત ઘટી શકે.

    8) TECH MAHINDRA (RED) : યૂએસ ફેડ તરફથી વ્યાજદર વધારવાની આશંકાએ શેર તૂટી શકે.

    આ પણ વાંચો: NAZARA TECH અને INDUSIND BANK પર બજાર નિષ્ણાતોનો અભિપ્રાય

    9) HAPPIEST MINDS (RED) : યૂએસ ફેડ તરફથી વ્યાજદર વધારવાની આશંકાએ શેર તૂટી શકે.

    10) HCL TECH (RED) : યૂએસ ફેડ તરફથી વ્યાજદર વધારવાની આશંકાએ શેર તૂટી શકે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock tips

    આગામી સમાચાર