Home /News /business /Hot Stocks (10 મે, 2022): આજે Tata Motors, ONGC, SRF સહિત આ 20 શેરમાં ટ્રેડ લઈને કરો મોટી કમાણી

Hot Stocks (10 મે, 2022): આજે Tata Motors, ONGC, SRF સહિત આ 20 શેરમાં ટ્રેડ લઈને કરો મોટી કમાણી

શેર બજાર ટીપ્સ

Stock Market Tips: શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો.

મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

1) TATA MOTORS <RED> : કમજોર ગ્લોબલ સંકેતને પગલે આજે શેરમાં વેચવાલી શક્ય છે.

2) ONGC <RED> : 1 દિવસમાં બ્રેન્ટ 6% તૂટ્યો, શેર પર દબાણ શક્ય છે.

3) SRF <GREEN> : Q4 દરમિયાન આવક 36% વધીને 3,549 કરોડ રૂપિયા થઈ. નફો 59% વધીને 606 કરોડ રૂપિયા થયો.

4) DALMIA BHARAT <GREEN> : Q4 દરમિયાન આવક 24% વધીને 3,433 કરોડ રૂપિયા થઈ, નફો 600% વધીને 595 કરોડ રૂપિયા થયો.

5) GODREJ AGROVET <GREEN> : Q4 દરમિયાન આવક 45% વધીને 2,133 કરોડ રૂપિયા થયો, EBITDA 55% વધીને 193 કરોડ રૂપિયા થયો.

6) BOROSIL <GREEN> : Q4 દરમિયાન આવક 20% વધીને 220 કરોડ રૂપિયા, નફો 88% વધીને 35 કરોડ રૂપિયા થયો.

7) CAMPUS ACTIVEWEAR <GREEN> : Motilal Oswal મ્યુચ્યુઅલ ફંડે કંપનીના 48 લાખ શેર ખરીદ્યા.

8) VISHWARAJ SUGAR <GREEN> : Q4 દરમિયાન નફો 3.55 કરોડ રૂપિયાથી વધીને 35.5 કરોડ રૂપિયા થયો.

9) INDOSTAR CAPITAL <RED> : CV પોર્ટફોલિયોમાં ગરબડ મળી.

10) BATA <RED> : શેર બજારમાં આજે દબાણમાં કામકાજ જોવા મળી શકે છે.

આ પણ વાંચો: LICના IPOથી ફટાફટ નફો કમાવવા માંગતા રોકાણકારોને લાગી શકે છે ઝટકો

અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ બાજપાઈ (Neeraj Bajpai). નીરજ બાજપાઈની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

1) AXIS BANK (Red) : બેંકનો ADR 2%થી વધારે ઘટ્યો, શેરમાં વેચવાલી શક્ય છે.

2) HDFC BANK (Red) : બેંકનો ADR 2.50%થી વધારે ઘટ્યો, શેરમાં દબાણ શક્ય છે.

3) ICICI BANK (Red) : કંપનીનો ADR 2.50%થી વધારે ઘટ્યો, શેરમાં વેચવાલી શક્ય છે.

4) FEDERAL BANK (Red) : ADRમાં દબાણથી આજે કંપનીના શેરમાં વેચવાલી જોવા મળી શકે છે.

5) SBI CARD (Red) : 50 અઠવાડિયાના લૉ નજીક પહોંચ્યો ભાવ, શેરમાં દબાણમાં શક્ય છે.

આ પણ વાંચો: આજે વધુ એક IPO ખુલ્યો, જાણો પ્રુડેન્ટ કોર્પોરેટના આઈપીઓનું GMP

6) DR REDDY'S (Red) : કંપનીનો ADR 1.50%થી વધારે ઘટ્યો, શેરમાં વેચવાલી શક્ય છે.

7) HINDALCO (Red) : એલ્યુમીનિયમ, કૉપરની કિંમત પર દબાણ, શેરમાં વેચવાલી શક્ય છે.

8) VEDANTA (Red) : માંગ ઘટતા એલ્યુમીનિયમ, કૉપરનો ભાવ ઘટ્યો, શેરમાં વેચવાલી શક્ય.

9) TATA STEEL (Red) : સ્ટીલ, આયર્નની કિંમતમાં ઘટાડાને પગલે શેરમાં વેચવાલી શક્ય છે.

10) JSW STEEL (Red) : માંગ ઘટવાથી સ્ટીલ, આયર્નમાં વધારે ઘટાડો, શેરમાં વેચાલી જોવા મળી શકે.
First published:

Tags: Investment, Share market, Stock market, Stock tips

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો