Home /News /business /

Hot Stocks (05 મે, 2022): આજે Infosys, TCS સહિત આ 20 શેરમાં ટ્રેડ લઈને કરો મોટી કમાણી

Hot Stocks (05 મે, 2022): આજે Infosys, TCS સહિત આ 20 શેરમાં ટ્રેડ લઈને કરો મોટી કમાણી

શેર બજાર ટીપ્સ

Stock Market Tips: શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો.

    મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

    અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) INFOSYS <GREEN> : સારા વૈશ્વિક સંકેતને પગલે આજે આઈટી શેર્સમાં તેજીની આશા.

    2) TCS <GREEN> : સારા વૈશ્વિક સંકેતને પગલે આજે આઈટી શેર્સમાં તેજીની આશા.

    3) ICICI BANK <GREEN> : સારા વૈશ્વિક સંકેતને પગલે આજે બેંક શેર્સમાં તેજીની આશા.

    4) AXIS BANK <GREEN> : સારા વૈશ્વિક સંકેતને પગલે આજે બેંક શેર્સમાં તેજીની આશા.

    5) VEDANTA <GREEN> : 31.5 રૂપિયાના વચગાળાના ડિવિડન્ડ માટે એક્સ ડેટ 6 મે, 2022 જાહેર.

    6) ABB INDIA <GREEN> : Q4 દરમિયાન નફો 145% વધીને 370 કરોડ રૂપિયા, આવક 20.8% વધીને 1,968 કરોડ રૂપિયા થઈ.

    7) MATRIMONY.COM <GREEN> : Q4 દરમિયાન નફો, ડિવિડન્ડ, બાયબેક પર બોર્ડની બેઠક 12 મે, 2022ના રોજ મળશે.

    8) OIL INDIA <GREEN> : ક્રૂડ ઓઇલનો ભાવ 111 ડૉલરને પાર, શેરમાં તેજીની આશા.

    9) EQUITAS SFB <GREEN> : Q4 દરમિયાન GNPA 4.24%, NNPA 2.47% રહ્યો.

    10) CAR TRADE <RED> : Q4 દરમિયાન 15.95 કરોડ રૂપિયાના નફાને બદલે 21.39 કરો ડ રૂપિયાનો ખોટ થઈ.

    આ પણ વાંચો: રેપો રેટ વધતાની સાથે જ એલઆઈસીના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં 30%નો ઘટાડો

    અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ બાજપાઈ (Neeraj Bajpai). નીરજ બાજપાઈની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) Jubilant Food (Green) : માંગ વધવાની આશાને પગલે આજે શેરમાં ખરીદી જોવા મળી શકે છે.

    2) United Spirits (Green) : ગઈકાલના ઘટાડા બાદ આજે શેરમાં ખરીદી જોવા મળી શકે છે.

    3) Radico Khaitan (Green) : માંગ વધવાની આશાને પગલે આજે શેરમાં ખરીદી જોવા મળી શકે છે.

    4) Apollo Hosp (Green) : ગઈકાલના ઘટાડા બાદ આજે શેરમાં ખરીદી જોવા મળી શકે છે.

    5) Tata Communication (Green) : ગઈકાલના ઘટાડા બાદ આજે શેરમાં ખરીદી જોવા મળી શકે છે.

    આ પણ વાંચો: દેશના પાંચ સૌથી મોટા આઈપીઓમાંથી ચારમાં રોકાણકારો રાતા પાણીએ રોયા!

    6) Rain Ind (Green) : Q4 દરમિયાન નફો 35.8% વધીને 313.9 કરોડ રૂપિયા, આવક 47.5% વધીને 4,436.5 કરોડ રૂપિયા થઈ.

    7) Kotak Mahindra (Green) : Q4 દરમિયાન નફો 1,682 કરોડ રૂપિયાથી વધીને 2,767 કરોડ રૂપિયા. NII 3,843 કરોડ રૂપિયાથી વધીને 4,521 કરોડ રૂપિયા થઈ.

    8) BSE (Green) : આઈપીઓ માર્કેટમાં રોનકથી સેન્ટીમેન્ટમાં સુધાર, શેરમાં તેજી જોવા મળી શકે.

    9) CDSL (Green)I : આઈપીઓ માર્કેટમાં રોનકથી સેન્ટીમેન્ટમાં સુધાર, શેરમાં તેજી જોવા મળી શકે.

    10) Ruchi Soya (Red) : એન્કર શેર આવતીકાલથી ખુલશે, શેરની સંખ્યા 6.6 કરોડ છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock market, Stock tips

    આગામી સમાચાર