Home /News /business /Stock To watch: ઉછાળા સાથે ખૂલીને તરત જ તૂટ્યું માર્કેટ, કમાણી માટે આ શેર્સ પર નજર રાખો

Stock To watch: ઉછાળા સાથે ખૂલીને તરત જ તૂટ્યું માર્કેટ, કમાણી માટે આ શેર્સ પર નજર રાખો

શેરબજારમાં આજે આ શેર્સ પર રાખો નજર

Stock to Watch: વિદેશી બજારોમાંથી આજે મિશ્ર સંકેતો મળી રહ્યા છે. દુનિયાભરના બજારોની નજર આજે કેન્દ્રિય બેંકોની બેઠકો પર છે. સાથે સાથે સ્થાનિક સ્તરે આજે સંસદમાં બજેટ સત્ર શરું થવા જઈ રહ્યું છે. તેમજ અનેક કંપનીઓના પરિણામ પર પણ બજારની નજર રહેશે.

વધુ જુઓ ...
મુંબઈઃ બજેટના આ સપ્તાહની શરુઆત અદાણી ગ્રુપના શેર્સમાં ભારે ઘટાડા પછી પણ સોમવારે સ્થાનિક શેરબજાર પ્રાથમિક ઘટાડાને પચાવીને તેજી સાથે બંધ થવામાં સફળ રહ્યું હતું. ગઈકાલે બજારના છેલ્લા કામકાજી કલાકમાં શાનદાર રિકવરી જોવા મળી હતી. આજે સંસદમાં બજેટ સત્ર શરું થઈ રહ્યું છે અને આવતીકાલે 1 ફેબ્રુઆરીના દિવસે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. શેરબજારની નજર તેના પર પણ રહેશે. તે ઉપરાંત અમેરિકાની કેન્દ્રિય બેંક ફેડરલ રિઝર્વની બેઠક અને વ્યાજ દરો અંગેના તેના નિર્ણય પર પર બજારની નજર રહેશે. અમેરિકામાં બજાર ગઈકાલે ઘટાડા સાથે બંધ થયું હતું. જ્યારે એશિયન બજારોની સ્થિતિ જુઓ તો કારોબાર મિશ્ર જોવા મળી રહ્યો છે. સાથે જ આજે નિફ્ટીની 4 કંપનીઓના પરિણામો જાહેર થશે.

આ પણ વાંચોઃ 15 મહિનામાં 1 લાખના 11 લાખ બન્યા, હવે ડિવિડન્ડ સાથે સ્પ્લિટ થતાં 1 શેરના પાંચ શેર બનશે

વિદેશી બજારોમાંથી સંકેતો


ઘણી મોટી કંપનીઓ અને ફેડરલ રિઝર્વની બેઠકના પરિણામો પહેલા અમેરિકી બજારોમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે જ કેટલાય દિવસોની તેજીમાં બ્રેક લાગી છે. સોમવારે ડાઉ જોન્સ લગભગ 0.77% ઘટીને બંધ થયો હતો. તેમજ એસએન્ડપીમાં 1.30% અને નાસ્ડેકમાં 1.96% ની નબળાઈ હતી. રોકાણકારોને આશા છે કે આ વખતે આર્થિક ડેટામાં થોડી રાહતને ધ્યાનમાં રાખીને ફેડ વ્યાજ દરોમાં 0.25% થી વધુ વધારો નહીં કરે. અમેરિકન બજારની નબળાઈની અસર ગઈ કાલે યુરોપના બજારોમાં પણ જોવા મળી હતી. સેન્ટ્રલ બેંકના પરિણામો બાદ યુરોપિયન બજાર પણ ઘટાડા સાથે બંધ થયું હતું.

એશિયન બજારોની સ્થિતિ


એશિયન બજારોની વાત કરીએ તો FOMC મીટિંગ પહેલા અહીં મિશ્ર કારોબાર જોવા મળે છે. ડિસેમ્બર મહિનામાં જાપાનમાં બેરોજગારીનો દર 2.5% રહ્યો છે. આજે જાપાનના મુખ્ય સૂચકાંક નિક્કેઇમાં લગભગ સપાટ કારોબાર જોવા મળી રહ્યો છે. હેંગસેંગ ઈન્ડેક્સ 0.40%ના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. શાંઘાઈ કમ્પોઝિટમાં પણ ફ્લેટ ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. આ સિવાય દક્ષિણ કોરિયાના કોસ્પીમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ મહિલા ઉદ્યોગપતિઓને આ બજેટમાં એક મહિલા નાણામંત્રી પાસેથી શું અપેક્ષા છે?

FIIs-DII ના આંકડા


સોમવારે પણ વિદેશી રોકાણકારોએ રોકડ બજારમાં રૂ. 6,793 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. ગઈ કાલે સતત બીજો દિવસ હતો જ્યારે FIIએ રૂ. 5,000 કરોડથી વધુનું વેચાણ કર્યું હતું. જ્યારે સ્થાનિક રોકાણકારોએ ગઈકાલે રોકડ બજારમાં રૂ. 5,513 કરોડના શેરની ખરીદી કરી હતી. જાન્યુઆરી મહિનામાં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ કુલ રૂ. 36,025 કરોડનું વેચાણ કર્યું છે. બીજી તરફ, સ્થાનિક રોકાણકારોએ આ મહિનામાં અત્યાર સુધીમાં કુલ રૂ. 28,905 કરોડની ખરીદી કરી છે.

આજે કયા શેરો પર નજર રહેશે


Larsen & Toubro: ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં, આ ઇન્ફ્રા સેક્ટરની કંપનીનો નફો વાર્ષિક ધોરણે 24% વધીને રૂ. 2,253 કરોડ થયો છે. ખરાબ ઓપરેટિંગ પર્ફોર્મન્સ પછી પણ નફામાં આટલી વૃદ્ધિ જોવા મળી છે. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની કોન્સોલિડેટેડ આવક વાર્ષિક ધોરણે 17% વધીને Rs 46,390 કરોડ થઈ છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીને રૂ. 60,710 કરોડના નવા ઓર્ડર મળ્યા છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 21% વધુ છે. આ સાથે કંપનીની કુલ ઓર્ડર બુક 3.86 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

Tech Mahindra: ત્રીજા ક્વાર્ટરમાં આ ટેક કંપનીનો નફો 1,297 કરોડ રૂપિયા રહ્યો છે. ત્રિમાસિક ધોરણે તેમાં 0.9% નો વધારો જોવા મળ્યો છે. જ્યારે ત્રિમાસિક ધોરણે કંપનીની આવક 4.6% વધીને રૂ. 13,735 કરોડ થઈ છે. ત્રીજા ક્વાર્ટરમાં ટેક મહિન્દ્રાની ડોલર આવક 1.8% વધીને $1,668 મિલિયન થઈ છે.

આ પણ વાંચોઃ ખેતરના શેઢે સરગવો વાવીને બેઠાં બેઠાં 2 લાખની આવક કરી શકો આ ખેડૂતની જેમ

BPCL: આ જાહેર ક્ષેત્રની કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં કુલ રૂ. 1,960 કરોડનો નફો કર્યો છે. જ્યારે અગાઉના ક્વાર્ટરમાં રૂ. 304.2 કરોડનું નુકસાન થયું હતું. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાને કારણે કંપનીની કામગીરી મજબૂત રહી હતી. BPCLની આવક પણ લગભગ 4%ના વધારા સાથે 1.19 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

REC: ડિસેમ્બર ક્વાર્ટરમાં, આ પાવર પ્રોજેક્ટ ફાઇનાન્સ કંપનીનો નફો વાર્ષિક ધોરણે 4% વધીને રૂ. 2,878 કરોડ થયો છે. જ્યારે, આ સમયગાળા દરમિયાન કંપનીની આવકમાં 3.1%નો ઘટાડો થયો, ત્યારબાદ આ આંકડો 9,695 કરોડ રૂપિયા રહ્યો.

IIFL Finance: ડિસેમ્બર ક્વાર્ટરમાં આ કંપનીનો નફો વાર્ષિક ધોરણે 37% વધીને રૂ. 423.3 કરોડ થયો છે. જ્યારે આ સમયગાળા દરમિયાન આવકમાં પણ 18 ટકાનો વધારો થયો છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 2,121 કરોડ રહી છે. પ્રી-પ્રોવિઝનિંગ નફો 26% વધીને રૂ. 773 કરોડ થયો છે. જ્યારે, લોન પોર્ટફોલિયો લગભગ 26% વધ્યો છે. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની એસેટ ક્વોલિટીમાં પણ સુધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચોઃ Union Budget 2023: જાણો ક્યાં અને ક્યારે જોઈ શકાશે નિર્મલા સીતારમણની લાઈવ બજેટ સ્પીચ

Adani Enterprises: ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપનીએ આ કંપનીના FPOમાં $400 મિલિયનનું રોકાણ કરવાનું નક્કી કર્યું છે. આ કંપની આ રોકાણ તેની પેટાકંપની ગ્રીન ટ્રાન્સમિશન ઇન્વેસ્ટ થ્રુ હોલ્ડિંગ્સ આરએસસીમાં કરશે. ત્રીજા દિવસે અદાણી એન્ટરપ્રાઈઝના એફપીઓએ 3% સબસ્ક્રાઈબ કર્યું છે.

KEC International: ત્રીજા ક્વાર્ટરમાં RPG ગ્રુપની કંપનીઓ પાસેથી રૂ. 1,131 કરોડના ઓર્ડર મળ્યા છે. કંપનીને ટ્રાન્સમિશન, ડિસ્ટ્રિબ્યુશન અને સિવિલ સેગમેન્ટ માટે આ ઓર્ડર મળ્યા છે. આ નવા ઓર્ડર સાથે આ વર્ષે કંપનીનો કુલ ઓર્ડર રૂ. 15,500 કરોડને પાર કરી ગયો છે.



(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: BSE Sensex, Business news, Share market, Stock market