મુંબઈઃ સ્થાનિક શેરબજારને આજે SGX નિફ્ટી તરફથી હકારાત્મક સંકેતો મળી રહ્યા છે. જો કે, ટેક શેરોમાં વેચવાલીના કારણે ગઈ કાલે યુએસ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે એશિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. આજે પણ બજારની નજર અદાણી ગ્રુપના શેર પર રહેશે. આ સિવાય ઘણી કંપનીઓના ત્રીજા ક્વાર્ટરના પરિણામ પણ આજે જાહેર થવા જઈ રહ્યા છે.
વિદેશી બજારોમાંથી સંકેતો
બુધવારે યુએસ બજારો ઘટીને બંધ થયા હતા. સૌથી મોટો ઘટાડો ટેક શેરોમાં જોવા મળ્યો હતો. આલ્ફાબેટના શેરમાં સૌથી મોટા ઘટાડાને કારણે S&P અને Nasdaq પણ ઘટાડા સાથે બંધ થયા છે. ગઈ કાલે દિવસભરના ટ્રેડિંગ પછી ડાઉ જોન્સ 207 પોઈન્ટ ઘટીને 33,949 પર અને S&P ઈન્ડેક્સ 46 પોઈન્ટ ઘટીને 4,118 પર બંધ રહ્યા હતા. જ્યારે નાસ્ડેક ઈન્ડેક્સ ગઈકાલે 203 પોઈન્ટ ઘટીને 11,910ની સપાટીએ બંધ રહ્યો હતો.
આજે એશિયન માર્કેટની સ્થિતિ
એશિયાઈ બજારોમાં પણ આજે નબળાઈ જોવા મળી રહી છે. રોકાણકારોનો અંદાજ છે કે વ્યાજદરમાં હજુ વધુ વધારો થવાનો બાકી છે. આજે નિક્કેઈ લગભગ અડધા ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. કોસ્પીમાં પણ આજે નજીવો ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ હેંગસેંગ ઇન્ડેક્સ અને શાંઘાઈ કમ્પોઝિટ ગ્રીન નિશાન સાથે સામાન્ય ઉછાળા પર કારોબાર કરી રહ્યા છે.
બજાર માટે અન્ય સંકેતો
ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ત્રીજા દિવસે વધારો જોવા મળ્યો છે. બ્રેન્ટની કિંમત બેરલ દીઠ $1.40 એટલે કે 1.7%ના વધારા સાથે $85.09 પ્રતિ બેરલ છે. જ્યારે WTI ક્રૂડની કિંમત $1.33 એટલે કે 1.7%ના વધારા સાથે પ્રતિ બેરલ $78.47 પર છે.
આ કંપનીઓના આજે પરિણામ
Hindalco Industries, Hindustan Petroleum Corporation, LIC, Lupin, Zomato, Adani Total Gas, Aurobindo Pharma, Bajaj Consumer Care, Bombay Dyeing & Manufacturing Company, Devyani International, Force Motors, General Insurance Corporation of India, Greaves Cotton, Hindustan Aeronautics, Indian Railway Catering and Tourism Corporation, Jet Airways, Kalpataru Power Transmission, MRF, Natco Pharma, Page Industries, Pfizer, Sapphire Foods India, Suzlon Energy, United Breweries, Ujjivan Financial Services, and Voltas સહિતની આ તમામ કંપનીઓના આજે ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર થશે.
FIIs-DII ના આંકડા
બુધવારે વિદેશી રોકાણકારોએ કુલ રૂ. 737 કરોડની રોકડ બજારમાં વેચી હતી. જ્યારે સ્થાનિક રોકાણકારોએ ગઈકાલે રૂ. 941 કરોડની ખરીદી કરી હતી. ફેબ્રુઆરી મહિનામાં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ રૂ. 6,727 કરોડના શેર વેચ્યા છે. તે જ સમયે, સ્થાનિક રોકાણકારોએ આ મહિનામાં અત્યાર સુધીમાં રૂ. 6,950 કરોડના શેર ખરીદ્યા છે.
આજે કયા શેરો પર નજર રહેશે
Adani Power: ડિસેમ્બર ક્વાર્ટરમાં આ કંપનીનો કોન્સોલિડેટેડ નફો વધીને રૂ. 8.77 કરોડ થયો છે. મોંઘા ઈંધણને કારણે ગયા વર્ષના સમાન ક્વાર્ટરની સરખામણીએ તેમાં 96%નો ઘટાડો જોવા મળ્યો છે. એ જ રીતે, એકીકૃત આવક પણ લગભગ 45% ઘટીને રૂ. 7,764 કરોડ થઈ છે. જ્યારે, ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની તુલનામાં, EBITDA લગભગ 17% ઘટીને રૂ. 1,470 કરોડ થયો હતો. માર્જિનમાં પણ 1,400 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો છે.
Gujarat Pipavav Port: ડિસેમ્બર ક્વાર્ટરમાં આ પોર્ટ સર્વિસ સેક્ટરની કંપનીનો કોન્સોલિડેટેડ નફો રૂ. 84.4 કરોડ રહ્યો છે. વાર્ષિક ધોરણે તેમાં લગભગ 8% નો વધારો જોવા મળ્યો છે. જ્યારે, આ સમયગાળા દરમિયાન આવક પણ 49% વધીને 250.6 કરોડ રૂપિયા થઈ ગઈ છે. EBITDA વિશે વાત કરીએ તો, તે ડિસેમ્બર ક્વાર્ટરમાં ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 64.3% વધીને રૂ. 142 કરોડ સુધી પહોંચી ગયું છે. માર્જિનમાં 512 બેસિસ પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે.
RBL Bank: RBI એ રાજીવ આહુજાની 21 ફેબ્રુઆરીથી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે પુનઃનિયુક્તિને મંજૂરી આપી છે.
L&T: સંરક્ષણ મંત્રાલયે કંપની સાથે 41 સ્વદેશી મોડ્યુલર બ્રિજ બનાવવા માટે રૂ. 2,585 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. મોડ્યુલર બ્રિજ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે સેના તેને ગમે તેટલી વહેલી તકે કોઈપણ ક્ષેત્રમાં સ્થાપિત કરી શકે.
Techno Electric & Engineering: કંપનીએ તમિલનાડુ સરકારને રૂ. 158.93 કરોડમાં 37.50 મેગાવોટ વિન્ડ પાવર એસેટ્સ વેચી છે. 111.90 મેગાવોટમાંથી 71.40 મેગાવોટની ક્ષમતા ધરાવતી પવન સંપત્તિના વેચાણ માટે પણ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. કંપનીએ 2011માં 111.90 મેગાવોટ ક્ષમતાની વિન્ડ પાવર એસેટ્સ ઇન્સ્ટોલ કરી હતી.
Trent: ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરની વચ્ચે કંપનીનો કોન્સોલિડેટેડ નફો રૂ. 167 કરોડ હતો. ગયા વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણીએ તેમાં 20%નો વધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન કંપનીની કુલ આવક રૂ. 2303.4 કરોડ રહી છે. વર્ષના આધાર પર, તેમાં લગભગ 54% નો વધારો જોવા મળ્યો છે. EBITDA ના સ્તરની વાત કરીએ તો, તેમાં વાર્ષિક ધોરણે 18.5% નો વધારો જોવા મળ્યો છે, ત્યારબાદ તે 323.3 કરોડ રૂપિયા પર છે. માર્જિનની વાત કરીએ તો આ ત્રિમાસિક ધોરણે 415 બેસિસ પોઈન્ટ ઘટીને 14.03% થઈ ગયો છે.
Oberoi Reality: ડિસેમ્બર ક્વાર્ટરમાં મુંબઈ સ્થિત આ રિયલ્ટી કંપનીનો કોન્સોલિડેટેડ નફો રૂ. 702.6 કરોડ રહ્યો છે. વાર્ષિક ધોરણે તેમાં 50.3% નો વધારો જોવા મળ્યો છે. કંપનીની આવકની વાત કરીએ તો ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન તે રૂ. 1,630 કરોડ રહી છે. તેમાં વાર્ષિક ધોરણે 96% નો વધારો જોવા મળ્યો છે. EBITDA પણ ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 184% વધીને રૂ. 940.4 કરોડ થયો છે. માર્જિનમાં પણ 1,786 બેસિસ પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે.
Cummins India: ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના પરિણામો વિશે વાત કરીએ તો ઓક્ટોબર-ડિસેમ્બર વચ્ચે કુલ આવક રૂ. 2,144 કરોડ રહી છે. જ્યારે, ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં, આ આંકડો રૂ. 1,701 કરોડ હતો, જેનો અર્થ છે કે તેમાં વાર્ષિક ધોરણે લગભગ 26% નો વધારો જોવા મળ્યો છે. કંપનીનું સ્થાનિક વેચાણ વધીને રૂ. 1,603 કરોડ થયું છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરની તુલનામાં આ 27% અને આ વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં 15% નો વધારો છે. ગયા વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણીએ નિકાસ વેચાણ પણ 23% વધીને રૂ. 541 કરોડ થયું છે. ઓક્ટોબરથી ડિસેમ્બરની વચ્ચે કંપનીએ રૂ. 1,805 કરોડનો ખર્ચ કર્યો છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 1,502 કરોડ હતો. કંપનીનો નફો પણ વાર્ષિક ધોરણે રૂ. 320 કરોડથી લગભગ 50% વધીને રૂ. 479 કરોડ થયો છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા અથવા ખેતીની જાણકારી ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ ચોક્કસ કરો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર