Stock Tips: આ દિગ્ગજ FMCG સ્ટોકમાં બે દિવસમાં આવશે જોરદાર ઉછાળો, જાણો Sanjeev Bhasinએ શું આપી ટીપ્સ

પ્રતિકાત્મક તસવીર

Earn Money in Stock Market: શૅર માર્કેટ એક્સપર્ટ સંજીવ ભસીને આ બે Stocks ખરીદવાની આપી સલાહ

  • Share this:
    Stock Tips: આઇઆઇએફએલ સિક્યુરિટીઝ (IIFL Securities)ના ડાયરેક્ટર સંજીવ ભસીન (Sanjeev Bhasin)એ શૅર બજારનો બહોળો અનુભવ છે. સંજીવ ભસીન છેલ્લા લગભગ 32 વર્ષથી શૅર બજાર (Stock Market) સાથે જોડાયેલા છે. તેઓ બજારમાં થનારી હલચલ પર ખૂબ જ ઝીણવટભરી નજર રાખે છે. IIFL સિક્યુરિટીઝના ક્લાયન્ટ શૅરો ઉપર પણ તેમની આપવામાં આવેલી ટીપ્સ (Stock Tips)થી વર્ષોથી ફાયદો ઉઠાવી રહ્યા છે. હવે સંજીવ ભસીન દિવસમાં ત્રણ વાર CNBC-આવાજ પર દર્શકો માટે કમાણીના ટોપ કન્વિક્શન પિક્સ (Stock Picks) રજૂ કરે છે.

    સંજીવ ભસીન (Sanjeev Bhasin)એ માર્કેટ (Share Market) પર મત રજૂ કરતાં જણાવ્યું કે, મિડકેપ (Mid Cap Stocks)માં ડીપ કરેક્શન (Deep Correction) છે અને ત્યાં વેલ્યૂ છે. જ્યારે લાર્જ કેપ (Large Cap Stocks)માં અનેક શૅરો છે જે વધુ લાર્જર થઈ રહ્યા છે. મારું માનવું છે કે હવે આઇટી સેક્ટર (IT Sector Stocks)ના અનેક સ્ટોક્સ ફુલ્લી પ્રાઇઝ્ડ થઈ ગયા છે. તેથી મારા વિચારથી હવે રિયલ એસ્ટેટ (Real Estate)માં પૈસા ફેરવવા જોઈએ. આ ઉપરાંત મિડકેપ બેન્કિંગ (Mid Cap Banking)માં નાણા રોકવા જોઈએ કારણ કે અહીં શૅર અન્ડર પ્રાઇઝ્ડ (Mid Cap Banking Stocks under priced) છે અને આપના કન્ફર્ટ મુજબ મળી રહ્યા છે.

    આ પણ વાંચો, LIC IPO News: એલઆઇસીના IPOને મેનેજ કરવા માટે આ 16 મર્ચન્ટ બેન્કર વચ્ચે જોરદાર હોડ

    સંજીવ ભસીન (Sanjeev Bhasin)એ રોકાણકારો (Stock Market Investors) માટે પહેલા પિક્સના રૂપમાં SBIમાં ખરીદી કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, આ સ્ટોક (SBI Stock)ને 408ના સ્તર પર ખરીદવો જોઈએ. તેમાં 425નો ટાર્ગેટ જોવા મળશે. તેની સાથે જ સુરક્ષિત રોકાણના હિસાબથી તેમાં 400નો સ્ટોપલોસ રાખવો જોઈએ.

    આ પણ વાંચો, Gold Silver Price Today: સસ્તા થયા સોના-ચાંદી, કિંમતોમાં આવ્યો મોટો ઘટાડો, ચેક કરો 10 ગ્રામ ગોલ્ડનો ભાવ

    બીજા પિક્સના રૂપમાં સંજીવ ભસીને રોકાણકારોને Nestleમાં ખરીદીની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, તેમાં (Nestle Stock) આગામી બે દિવસમાં ટાર્ગેટ જોવા મળી શકે છે. આ સ્ટોકને 19,825થી 19,850ના સ્તર પર ખરીદવો જોઈએ. તેમાં 20,500નો ટાર્ગેટ જોવા મળશે. તેની સાથોસાથ સુરક્ષિત રોકાણના હિસાબથી તેમાં 19,450નો સ્ટોપલોસ રાખવો જોઈએ.

    (Disclaimer: અહીં રજૂ કરવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ માર્કેટ વિશેષજ્ઞના પોતાના અંગત વિચાર અને મત હોય છે. યૂઝર્સને સલાહ છે કે તેઓ કોઈ રોકાણનો નિર્ણય લેતા પહેલા સર્ટિફાઇડ એક્સપર્ટની સલાહ લે.)
    Published by:Mrunal Bhojak
    First published: