Home /News /business /Stock Recommendations: માર્કેટ ઉથલ-પાથલ વચ્ચે આ 4 સ્મોલ-કેપ સ્ટોક્સ પોર્ટફોલિયોમાં એડ કરી શકો છો
Stock Recommendations: માર્કેટ ઉથલ-પાથલ વચ્ચે આ 4 સ્મોલ-કેપ સ્ટોક્સ પોર્ટફોલિયોમાં એડ કરી શકો છો
(શેર બજાર)
Stock Market Tips : શેર માર્કેટ (Share Market) માં કેટલાક દિવસથી કડાકો બોલી રહ્યો છે, આવામાં રોકાણકારોને શું કરવું તે ખબર નથી પડી રહી. તો આવી સ્થિતિમાં યશ ગુપ્તા- ઇક્વિટી રિસર્ચ એનાલિસ્ટ, એન્જલ વન લિમિટેડ દ્વારા ટોપ 4 સ્મોલ-કેપ સ્ટોક સૂચવાયા છે
ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (information technology, IT), ફાઈનાન્શિયલ અને કન્ઝ્યુમર ગૂડ્ઝ શેરોમાં ભારે વેચાણના દબાણને કારણે ભારતીય ઈક્વિટી બજારો (Indian equity markets)માં પાંચમા સેશનમાં કડાકો બોલી ગયો હતો હતો. ઘરેલું સૂચકાંકો (domestic indices) શાર્પ પ્લન્જીંગ પહેલા દિવસભર ગેઈન અને લોસ વચ્ચે વધઘટ કરતા રહ્યાં હતા. નબળી ત્રિમાસિક કોર્પોરેટ કમાણી, રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુધ્ધ અને ઊંચા ફુગાવાની ચિંતાએ રોકાણકારોના સેન્ટિમેન્ટમાં ઘટાડો કર્યો છે. બેન્ચમાર્ક S&P BSE સેન્સેક્સ દિવસના ઉચ્ચ સ્તરેથી 1,183 પોઈન્ટ ગગડીને 703 પોઈન્ટ ઘટીને 56,463ના સ્તરે સ્થિર થયો હતો. ઈન્ડેક્સ ઈન્ટ્રા-ડે 56,009ની નીચી સપાટીએ પહોંચ્યો હતો.
આવી સ્થિતિમાં યશ ગુપ્તા- ઇક્વિટી રિસર્ચ એનાલિસ્ટ, એન્જલ વન લિમિટેડ દ્વારા ટોપ 4 સ્મોલ-કેપ સ્ટોક સૂચવાયા છે.
રામકૃષ્ણ ફોર્જિંગ- ટાર્ગેટ પ્રાઈસ રૂ. 256 | 41 ટકા રોટેશનલ
રામકૃષ્ણ ફોર્જિંગ (Ramkrishna Forgings, RKFL) દેશની અગ્રણી ફોર્જિંગ કંપની છે. તેણે નજીકના ગાળામાં સ્થાનિક અને નિકાસ બજારોમાં મિડીયમ અને હેવી કોમર્શિયલ વેહિકલ (M&HCV) ઉદ્યોગ માટે અનુકૂળ માંગના દૃષ્ટિકોણથી લાભ થશે. કંપનીએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેના CAPEXને તબક્કાવાર રીતે ફેઝ આઉટ કર્યું છે. જે દરમિયાન તેને અમુક સમયગાળામાં ઉદ્યોગની મંદીને કારણે અસર થઈ હતી. CAPEX સાયકલના અંત સાથે મધ્યમ ગાળામાં સાનુકૂળ દૃષ્ટિકોણ અને પર્યાપ્ત ક્ષમતા સાથે અમે માનીએ છીએ કે RKFL વોલ્યુમ્સ FY21-23E માં 29 ટકાના વોલ્યુમ CAGR પોસ્ટ કરવામાં સક્ષમ હશે.
આરકેએફએલ ઉચ્ચ મૂલ્યવૃદ્ધિ હોય તેવા નવા ઉત્પાદનો ઉમેરવા સક્ષમ છે. ઓપરેટિંગ લીવરેજ સાથે વધુ સારા મિક્સને કારણે FY22E માં ~550 YoY bps EBITDA માર્જિનમાં સુધારો થવાની અપેક્ષા છે. મજબૂત વોલ્યુમો અને નફાકારકતા તેમજ બેલેન્સ શીટ ડિલિવરેજિંગને જોતા અમે અપેક્ષા રાખીએ છીએ કે આરકેએફએલ ની કમાણી FY23E-24E માં FY21ના સ્તરોથી 10-12 ગણી વધશે.
શોભા લિમિટેડ- ટાર્ગેટ પ્રાઈસ રૂ. 1,050 | 57 ટકા રોટેશનલ
કંપની રેસિડેન્શિયલ અને કોમર્શિયલ રિયલ એસ્ટેટમાં કોન્ટ્રાક્ટ આધારિત બિઝનેસ સાથે કામ કરે છે. કંપનીઓ 70 ટકા રેસિડેન્શિયલ પ્રી-સેલ્સ બેંગ્લોર માર્કેટમાંથી આવે છે જે ભારતમાં IT હબ પૈકીનું એક છે, અમે આશા રાખીએ છીએ કે IT ઉદ્યોગ દ્વારા નવી ભરતીથી દક્ષિણ ભારતના બજારમાં તેની માંગમાં વધારો થશે. અમે ભારતમાં લિસ્ટેડ પ્લેયરેસ પોસ્ટ-ડેમન, RERA, IL&FS ક્રાઈસીસ વચ્ચે મજબૂત કોન્સોલિડેશન જોયું છે.
લિસ્ટેડ પ્લેયર્સએ છેલ્લા 2-3 વર્ષમાં નવા લોન્ચમાં માર્કેટ શેર મેળવ્યો છે, અમે આગામી ક્વાર્ટર્સમાં આ યથાવત રહેવાની અપેક્ષા રાખીએ છીએ. રેડી-ટુ-મૂવ ઇન્વેન્ટરી અને અંડર-કન્સ્ટ્રક્શન ઇન્વેન્ટરી સ્તર તેમના સૌથી નીચા સ્તરે ગયા છે. ગ્રાહકો હવે બ્રાન્ડેડ પ્લેયર્સ પસંદ કરી રહ્યા છે. સોભા ડેવલપર્સ કંપની વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં 12.56mn sqftમાં ફેલાયેલા 17 નવા પ્રોજેક્ટ/તબક્કાઓ શરૂ કરવાની અપેક્ષા રાખે છે. મોટાભાગના લોન્ચ હાલની લેન્ડ બેંકોમાંથી આવશે. કંપની પાસે આશરે 200mn Sqft લેન્ડ બેંક છે.
સ્ટવ ક્રાફ્ટ- ટાર્ગેટ પ્રાઈસ રૂ. 1,050 | 57 ટકા રોટેશનલ
સ્ટોવ ક્રાફ્ટ લિમિટેડ (Stove Kraft Ltd, SKL) પ્રેશર કૂકર, એલપીજી સ્ટોવ, નોન-સ્ટીક કૂકવેર વગેરે જેવા કિચન અને હોમ એપ્લાયન્સીસ પ્રોડક્ટનુ ઉત્પાદન અને વેચાણ કરે છે. આ કંપનીના પ્રોડક્ટ 'પિજન' અને 'ગિલ્મા' બ્રાન્ડ નામ હેઠળ વેચાય છે. પ્રેશર કુકર્સ અને કુકવેર સેગમેન્ટમાં છેલ્લા બે વર્ષમાં કંપનીએ હરીફને પાછળ છોડી દીધા છે.
કોવિડ પછી ઓર્ગેનાઈઝ્ડ પ્લેયર્સ અનઓર્ગેનાઈઝ્ડ પ્લેયર્સ પાસેથી માર્કેટ શેર મેળવી રહ્યા છે, જેનાથી સ્ટોવ ક્રાફ્ટ લિમિટેડ જેવા ખેલાડીને ફાયદો થશે. આગળ જતાં અમે અપેક્ષા રાખીએ છીએ કે, સ્ટોવ ક્રાફ્ટ લિમિટેડ નવી પ્રોડક્ટ લૉન્ચ, મજબૂત બ્રાન્ડ નેમ અને વ્યાપક વિતરણ નેટવર્કના આધારે સ્વસ્થ ટોપ-લાઇન અને બોટમ-લાઇન ગ્રોથ કરતુ જોવા મળશે.
સુપ્રાજીત એન્જીનિયર્સ- ટાર્ગેટ પ્રાઈસ રૂ. 485 | 26 ટકા રોટેશનલ
સુપ્રજીત એન્જિનિયરિંગ 2Ws અને PVs બંનેમાં હાજરી સાથે સ્થાનિક OEM ને ઓટોમોટિવ કેબલનું સૌથી મોટું સપ્લાયર છે. વર્ષોથી સુપ્રજીત ભારતમાં એક જ પ્રોડક્ટ/ક્લાયન્ટ કંપનીમાંથી એક્સપોઝર ધરાવે છે, જે તેની ઓછી કિંમતના પ્લેયર સાથે તેને હાલના ગ્રાહકો પાસેથી માર્કેટ શેર અને વધુ બિઝનેસ મેળવવા સક્ષમ બનાવે છે. સુપ્રાજીતે તાજેતરના વર્ષોમાં ભારતીય ઓટો ઉદ્યોગને પાછળ રાખી દીધો છે. કંપની માને છે કે વિક્રેતાઓનું એકત્રીકરણ અને નવા ક્લાયન્ટ ઉમેરાથી બજાર/વોલેટ શેર લાભોના વલણને જાળવી રાખવામાં મદદ મળશે.
સુપ્રાજીત વર્ષોથી નફાકારક રીતે વિકસ્યું છે અને પરિણામે મજબૂત બેલેન્સ શીટ ધરાવે છે. અમે માનીએ છીએ કે સુપ્રાજીતે સમગ્ર વિશ્વમાં OEM દ્વારા ઉત્પાદનમાં વધારો કરવાનો મુખ્ય લાભાર્થી છે અને તે EV ના ખતરાથી સારી રીતે સુરક્ષિત છે. તેનું પ્રીમિયમ મૂલ્યાંકન તેના મજબૂત દૃષ્ટિકોણ અને કમાણીની ઉચ્ચ-ગ્રેડ ગુણવત્તાને કારણે અમારા મતે વાજબી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર