Home /News /business /Rakesh Jhunjhunwala portfolio: બીગબુલના પોર્ટફોલિયોમાંથી આ શેરમાં તેજીના અણસાર, રૂ. 99 સુધી પહોંચી શકે છે ભાવ
Rakesh Jhunjhunwala portfolio: બીગબુલના પોર્ટફોલિયોમાંથી આ શેરમાં તેજીના અણસાર, રૂ. 99 સુધી પહોંચી શકે છે ભાવ
બીગબુલના પોર્ટફોલિયોમાં સામેલ આ ફેડરલ બેંકના તેજીના અણસાર
ફેડરલ બેંકના શેરનો ભાવ અત્યારની પીછેહઠના કારણે 50 ટકા રિટ્રેસમેંટ લેવલ પર હોવાનું તજજ્ઞોનું માનવું છે. આજે આ સ્ટોક રૂ.90ની સપાટીનો ઉપર રહેવામાં સફળ રહેશે તો તેનો ભાવ રૂ.99 સુધી જઈ શકે છે.
Rakesh Jhunjhunwala portfolio: દેશના ટોચના રોકાણકાર (Investor) રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં ફેડરલ બેંકના શેર છે. તાજેતરનની વેચવાલીમાં આ શેર (Stock)ના ભાવમાં 86ની નીચેના ચાર્ટ પેટર્ન (Chart pattern) પર બ્રેકડાઉન જોવા મળ્યું હતું. જોકે, થોડા સમયમાં જ આ શેર ફરી સામાન્ય થઈ ગયો હતો અને 90ની સપાટીની ઉપર પહોંચ્યો હતો. તે 200 દિવસની મુવિંગ એવરેજ (Moving average) એટલે કે રૂ. 93 સુધી પહોંચવામાં પણ સફળ રહ્યો હતો.
માર્કેટના તજજ્ઞોનો શું છે મત?
ફેડરલ બેંકના શેરનો ભાવ અત્યારની પીછેહઠના કારણે 50 ટકા રિટ્રેસમેંટ લેવલ પર હોવાનું તજજ્ઞોનું માનવું છે. આજે આ સ્ટોક રૂ.90ની સપાટીનો ઉપર રહેવામાં સફળ રહેશે તો તેનો ભાવ રૂ.99 સુધી જઈ શકે છે. આ બાબતે મેહુલ કોઠારી એવીપી - આનંદ રાઠીએ પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે, ફેડરલ બેન્કનો શેર મે 2022ના મહિનામાં 86 પોઇન્ટની નીચે તૂટી ગયો હતો. આ પછી અમે કાઉન્ટરમાં રૂ.93 તરફ તીવ્ર રિકવરી જોઇ હતી. તાજેતરમાં જ આ શેર રૂ.93ના માર્કથી પાછો ફર્યો હતો, જે તેના 200-દિવસના ઇએમએ હતી અને અગાઉના ઘટાડાનું 50 ટકા રિટ્રેસમેંટ પણ હતું. આમ, આગામી સત્રો માટે માત્ર રૂ. 93ની ઉપર ચાલથી વધુ રિકવરી માટે સ્ટોક મજબૂત બનશે. રૂ. 95થી રૂ. 99ના લેવલ પર જઈ શકે છે. આ સ્ટોક રૂ. 86 રૂ. 83ના સ્તરે સ્ટોપ લોસ સાથે ખરીદી શકાય છે.
નાણાકીય વર્ષ 2022ના ચોથા ક્વાર્ટરની ફેડરલ બેન્કના શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર રાકેશ ઝુનઝુનવાલા અને રેખા ઝુનઝુનવાલા સંયુક્ત રીતે ફેડરલ બેન્કના 2.10 કરોડ શેર અથવા કંપનીમાં 1.01 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે તેની વ્યક્તિગત ક્ષમતામાં તેઓ બેન્કિંગ કંપનીમાં 5,47,21,060 શેર અથવા 2.64 ટકા હિસ્સો ધરાવે છે. એટલે કે બેન્કિંગ કંપનીમાં ઝુનઝુનવાલા કપલની 3.65 ટકા ભાગીદારી છે.
Livemintના અહેવાલ મુજબ પોઝિશનલ ઇન્વેસ્ટર્સને ડિપ્સમાં ખરીદવાની સ્ટ્રેટેજીની સલાહ આપતાં ચોઇસ બ્રોકિંગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુમિત બગડિયાએ જણાવ્યું હતું કે, ફેડરલ બેન્કના શેરનો ભાવ હાલમાં રૂ. 80થી રૂ. 98ની રેન્જમાં ટ્રેડ થઇ રહ્યો છે અને તે તેના 200 દિવસના ઇએમએ પર નાના રેઝિસ્ટન્સનો સામનો કરી રહ્યો છે. તેથી, કાઉન્ટરમાં નાનું પ્રોફિટ-બુકિંગ શક્ય છે. ફેડરલ બેન્કનો શેર 86-87ના સ્તરની આસપાસ ખરીદવો જોઈએ અને રૂ. 80ના સ્તરે સ્ટોપ લોસ જાળવી રાખવો જોઈએ.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર