Home /News /business /આ શેરમાં આગામી 6 મહિનામાં આવી શકે છે ગજબની તેજી, બ્રોકરેજ ફર્મે આપી ખરીદીની સલાહ; એક્સપર્ટને પણ છે પૂરેપૂરો વિશ્વાસ

આ શેરમાં આગામી 6 મહિનામાં આવી શકે છે ગજબની તેજી, બ્રોકરેજ ફર્મે આપી ખરીદીની સલાહ; એક્સપર્ટને પણ છે પૂરેપૂરો વિશ્વાસ

આ શેરમાં આવી શકે ગજબની તેજી

Investment Tips: નિષ્ણાતોનું કહેવું છે કે, શોર્ટ ટર્મ ટ્રેડર્સ હવે 69-67 રૂપિયાની રેન્જમાં તેને ખરીદી શકે છે. એક્સપર્ટના અનુસાર, આગામી છ મહિનામાં આ શેર 89, 104-119 રૂપિયાના લક્ષ્ય સુધી પહોંચી શકે છે.

    નવી દિલ્હીઃ ઈ-રિટેલ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી કંપની ઝોમેટોના શેરોમાં નવેમ્બરના ઉચ્ચ સ્તરે 50 ટકાથી પણ વધારે ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ ટેકનિકલ પેટર્નમાંથી સંકેત મળી રહ્યા છે કે, આ શેરમાં જલ્દી રિવર્સ પેટર્ન જોવા મળી શકે છે. એટલે કે શેરમાં આવનારા સમયમાં તેજી જોવા મળી શકે છે.

    આ શેરમાં જોવા મળી વધઘટ


    લગભગ 58 હજાર કરોડ રૂપિયાના માર્કટ કેપિટલાઈઝેશનનો શેર 17 નવેમ્બરના રોજ 162 રૂપિયાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી હતી. આ શેર વધારાને યથાવત્ રાખવામાં નિષ્ફળ રહ્યો છે. આ શેર 27 જુલાઈ 2022 ના રોજ ઘટીને 40 રૂપિયાના નીચલા સ્તરે આવી ગયો છે. ત્યારબાદ આ શેરમાં રિવર્સ પેટર્ન જોવા મળી છે.

    આ પણ વાંચોઃ આ બેંક સ્ટોકમાં ગજબનો ઉછાળો, માત્ર 6 મહિનામાં જ રૂપિયા ડબલ કર્યા; રોકાણકારો કરી રહ્યા છે ભારે રોકાણ

    કંપનીના શેર ગત એક સપ્તાહમાં ત્રણ ટકા અને મહિનામાં નવ ટકા સુધી વધ્યા છે. ગત છ મહિનામાં આ શેર 20 ટકા સુધી વધ્યો છે.

    બુલ્સ ધીરે-ધીરે આ શેર પર કંટ્રોલ મેળવી રહ્યા છે


    તાજેતરની કિંમત ક્રિયાથી આ સંકેત મળી રહ્યા છે કે, બુલ્સ ધીરે-ધીરે આ શેર પર કંટ્રોલ મેળવી રહ્યા છે. Keltner Channelની સાથે-સાથે કેએસટી, એડીએક્સ અને ડિમાન્ડ ઈન્ડેક્સથી આ વાતના સંકેત મળી રહ્યા છે કે, આ શેરમાં આવનારા સમયમાં તેજી જોવા મળી શકે છે.

    આ પણ વાંચોઃ લગ્ન સિઝનમાં આ બિઝનેસમાં બહુ જ કમાણીના ચાન્સ, જાણો કેવી રીતે કરવી શરૂઆત?

    નિષ્ણાતોનું કહેવું છે કે, શોર્ટ ટર્મ ટ્રેડર્સ હવે 69-67 રૂપિયાની રેન્જમાં તેને ખરીદી શકે છે. એક્સપર્ટના અનુસાર, આગામી છ મહિનામાં આ શેર 89, 104-119 રૂપિયાના લક્ષ્ય સુધી પહોંચી શકે છે.

    જેફરીજે આપ્યુ 100 રૂપિયાનું લક્ષ્ય


    ફૂડ ડિલિવરી બિઝનેસમાં બ્રેક-ઈવન અને Blinkit ની વૃદ્ધિ સાથે જોડાયેલી સંભાવનાઓની વચ્ચે ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેફરીજે તેને 100 રૂપિયા પ્રતિ શેરની લક્ષ્ય કિંમત સાથે આ શેરને Buy રેટિંગ આપી છે.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Investment news, Zomato, શેરબજાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन