KEC ઈન્ટરનેશનલ (KEC International) નો શેર ગુરુવારે ઈન્ટ્રાડેમાં રૂ. 383 (KEC International Share price) ના સ્તરે પહોંચ્યો હતો. યસ સિક્યોરિટીઝ (Yes Securities) ને અપેક્ષા છે કે, પાવર સેક્ટરનો આ સ્ટોક તેના વર્તમાન સ્તરથી લાંબા ગાળે 39 ટકા સુધી વધશે
નવી દિલ્હી : પાવર ટ્રાન્સમિશન કંપની KEC ઇન્ટરનેશનલ (KEC International) નો સ્ટોક છેલ્લા એક વર્ષથી દબાણ હેઠળ છે. છેલ્લા એક મહિનામાં જ આ સ્ટોક 7 ટકા ઘટ્યો છે. પરંતુ, હજુ પણ બ્રોકરેજ હાઉસ યસ સિક્યોરિટીઝ (Yes Securities) KEC ઇન્ટરનેશનલ પર તેજીની આશા ધરાવે છે. બ્રોકરેજનું કહેવું છે કે, આ સ્ટોક આવનારા સમયમાં રોકાણકારોને સારું વળતર આપવાની સ્થિતિમાં આવી રહ્યો છે.
યસ સિક્યોરિટીઝનું કહેવું છે કે, છેલ્લા એક વર્ષથી આ સ્ટોક સાઇડવેઝથી નેગેટિવ છે. કંપની પાવર ટ્રાન્સમિશન બિઝનેસમાં છે. તે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનો એક ભાગ છે. કોવિડ-19ની આ સેક્ટર પર ખૂબ જ ખરાબ અસર પડી છે. કેઇસી ઇન્ટરનેશનલ કંપની પણ તેની ઝપેટમાં આવી ગઇ છે. આ જ કારણ છે કે કંપનીનો શેર લાંબા સમયથી મંદીની ઝપેટમાં છે.
39% અપસાઇડ સંભવિત
Moneycontrol.comના અહેવાલ મુજબ, યસ સિક્યોરિટીઝે આ સ્ટોક માટે રૂ. 520નો ટાર્ગેટ આપ્યો છે. KEC ઈન્ટરનેશનલનો શેર ગુરુવારે ઈન્ટ્રાડેમાં રૂ. 383 (KEC International Share price) ના સ્તરે પહોંચ્યો હતો. યસ સિક્યોરિટીઝને અપેક્ષા છે કે, પાવર સેક્ટરનો આ સ્ટોક તેના વર્તમાન સ્તરથી લાંબા ગાળે 39 ટકા સુધી વધશે. યસ સિક્યોરિટીઝે KEC ઇન્ટરનેશનલ પર જારી કરેલી તેની નોંધમાં જણાવ્યું છે કે કંપનીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવનારી તકોથી ઘણો ફાયદો થશે.
કોવિડ-19 પ્રતિબંધો હટાવ્યા બાદ અર્થવ્યવસ્થા વેગ પકડી રહી છે. કંપનીનું બિઝનેસ મોડલ ખૂબ જ વૈવિધ્યસભર છે. યસ સિક્યોરિટીઝનું કહેવું છે કે, કંપનીની બેલેન્સ શીટ ઘણી સારી સ્થિતિમાં છે. એટલું જ નહીં કંપનીનો ટ્રેક રેકોર્ડ પણ સારો રહ્યો છે. હાલમાં, કંપની એવી સ્થિતિમાં છે જ્યાંથી તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ઊભી થતી માંગનો પૂરો લાભ લઈ શકે છે.
જો કેઈસી ઈન્ટરનેશનલના સ્ટોકના ઈતિહાસ વિશે વાત કરીએ તો આ સ્ટોક છેલ્લા એક વર્ષથી સતત ઘટી રહ્યો છે. એક વર્ષમાં સ્ટોક 0.65 ટકા ઘટ્યો છે. છેલ્લા છ મહિનામાં આ સ્ટોક લગભગ 21 ટકા ઘટ્યો છે, તો એક મહિનામાં આ સ્ટોક સાત ટકા ઘટ્યો છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં શેરમાં 6.45 ટકાનો ઘટાડો થયો છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર