Home /News /business /

Stock Market Update Today: ગ્લોબલથી લઈને એશિયાના માર્કેટમાંથી પોઝિટિવ સંકેત, બજારમાં દેખાઈ શકે બુલ રન

Stock Market Update Today: ગ્લોબલથી લઈને એશિયાના માર્કેટમાંથી પોઝિટિવ સંકેત, બજારમાં દેખાઈ શકે બુલ રન

આજે બજારમાં બુલ હાવી જોવા મળી શકે છે. નિષ્ણાતો મુજબ શોર્ટ ટર્મમાં આ તેજી કાયમ રહેશે.

Share Market Today: ગ્લોબલ માર્કેટથી પોઝિટિવ સંકેત મળતા જણાઈ રહ્યા હોવાથી આજે પણ ભારતીય બજારોમાં તેજી જોવા મળી શકે છે. અમેરિકન ઇન્ડેક્સ ડાઉ જોન્સ સતત પાંચમા દિવસે પણ ગ્રીન ઝોનમાં બંધ થયો હતો. એશિયાઈ માર્કેટમાં પણ તેજી જોવા મળી રહી છે. ત્યારે ભારતીય માર્કેટમાં પણ હાલ શોર્ટ ટર્મ માટે તેજીનું સેન્ટિમેન્ટ હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ આજે ગ્લોબલ માર્કેટથી પોઝિટિવ સંકેત મળી રહ્યા છે. જેમાં એશિયામાં નિક્કેઈની મજબૂત શરુઆત થઈ છે. SGX Niftyમાં પણ હળવી તેજી જોવા મળી રહી છે. ગઈકાલે અમેરિકામાં ડોઉ જોન્સ (DOW JONES) સતત પાંચમા દિવસે લીલા નિશાનમાં બંધ થયો હતો. જોકે યુએસ ફ્યુચર્સમાં એકદમ સુસ્ત કારોબાર જોવા મળી રહ્યો છે. મંગલવારે અમેરિકન બજારમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ તેજી સાથે જ્યારે નાસ્ડેક (NASDAQ) ઘટીને બંધ થયો હતો. ડાઉ જોન્સમાં 239 અને S&Pમાં 8 અંકોની તેજી જોવા મળી હતી. S&P500 માં 88 ટકા શેર 50 DMAથી ઉપર ટ્રેડ થઈ રહ્યા છે. NASDAQ 25 અંક ઘટીને બંધ થયો હતો. જોકે તેની પાછળનું કારણ ટેક્નોલોજી શેરોમાં પ્રોફિટ બુકિંગ અને વેચવાલી હતી. જોકે આ વચ્ચે વોલમાર્ટ (Walmart) અને હોમ ડીપો (Home Depot) સારા પરિણામ આપે છે.

  નાના રોકાણકાર માટે રાકેશ ઝુનઝુનવાલાના અત્યંત મહત્વના ગુરુમંત્ર, આટલી વાતો ગાંઠે બાંધી લો કયારેય પસ્તાવાનો વારો નહીં આવે

  ક્રૂડમાં નબળાઈ

  ક્રૂડમાં નબળાઈ જોવા મળી રહી છે. ક્રૂડ તેલમાં નબળાઈથી ઘરેલુ બજારમાં જોશ વધશે. બ્રેંટ 93 ડોલર નીચે આવી ગયું છે. નબળા વૈશ્વિક આર્થિક આંકાડાથી કિંમતો પર દબાણ વધી રહ્યું છે.

  અમેરિકામાં ઇનફ્લેશન રિડક્શન એક્ટને મંજૂરી

  અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ઇનપ્લેક્શન રિડક્શન એક્ટને મંજૂરી આપી દીધી છે. અમેરિકામાં કેટલાક મોટા અને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. નુકસાન ઓછું કરવા માટે કોર્પોરેશન પર વધુ ટેક્સ લગાવવામાં આવશે. જળવાયુ પર અત્યાર સુધીનું સૌથી વધુ રોકાણ કરવામાં આવ્યું છે.

  Hot Stocks: શોર્ટ ટર્મમાં કમાણી કરવી હોય તો નિષ્ણાતોએ સૂચવેલા આ સ્ટોક્સ પર દાવ રમો

  એશિયાઈ માર્કેટ

  આજે એશિયાઈ માર્કેટમાં કારોબાર મિશ્ર જોવા મળી રહ્યો છે. SGX Nifty 28 અંક ઉપર દેખાઈ રહી છે. તો નિક્કેઈ લગભગ 0.80 ટકાના વધારા સાથે 29099 આસપાસ દેખાઈ રહી છે. સ્ટ્રેટ ટાઇમ્સમાં પણ 0.44 ટકાની તેજી જોવા મળી રહી છે. તો તાઈવાનનું બજાર પણ 0.20 ટકાના વધારા સાથે 15450.13ના સ્તરે કારોબાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.34 ટકાના વધારા સાથે 19897.54ના સ્તર પર નજર આવી રહ્યું છે. તો કોસ્પીમાં 0.51 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે શંઘાઈ કમ્પોઝિટ 0.15 ટકાના ઘટાડા સાથે 3272.83 ના સ્તરે દેખાઈ રહ્યો છે.

  HDFC Securitiesના કે. નાગરાજ શેટ્ટીનું કહેવું છે કે નિફ્ટી હવે 17850-17900ના સ્તરની આસપાસ ડાઉન સ્લોપિંગ ટ્રેંડલાઈનના મુખ્ય ઓવરહેડ રેજિસ્ટેન્સની આસપાસ નજર આવી રહી છે. આ એક પોઝિટિવ સંકેત છે અને તેનાથી લાગે છે કે નિફ્ટી જલ્દી આ રેઝિસ્ટન્સને તોડીને તેનાથી પણ ઉપર જઈ શકે છે. જો નિફ્ટી 17900-18000 પર સ્થિત રેઝિસ્ટન્સને પાર કરી લે છે તો નિયર ટર્મમાં નિફ્ટી 18500-18600ના સ્તર સુધી પણ જઈ શકે છે. જ્યારે નીચેની તરફ નિફ્ટીને 17650નો સપોર્ટ જોવા મળી રહ્યો છે.

  Ashish Kacholiaના પોર્ટફોલિયોના આ શેરમાં 43 ટકાની તોતિંગ તેજીના સંકેત, Angle Oneએ આપ્યું Buy રેટિંગ

  FII અને DIIની વેચવાલી ખરીદીના આંકડા

  16 ઓગસ્ટના રોજ ભારતીય બજારમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 1376.84 કરોડ રુપિયાની ખરીદી કરી છે. તો આ દિવસે સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ 136.24 કરોડ રુપિયાની વેચવાલી કરી છે.

  ડૉલરની મજબૂતાઈથી સોનું નબળું

  મંગળવારે સોનામાં નબળાઈ જોવા મળી હતી. કારણ કે ડૉલર લગભગ ત્રણ સપ્તાહની ટોચની નજીક હતો, જ્યારે રોકાણકારો યુએસ ફેડરલ રિઝર્વની છેલ્લી મીટિંગથી વ્યાજ દરમાં વધારાની દિશા અંગેના સંકેતો મેળવવાની રાહ જોઈ રહ્યા હતા.

  Rakesh Jhunjhunwala માટે આ પાંચ શેર 'રિયલ ડાયમન્ડ' બન્યા, તમને હજુ કેટલી કમાણી કરાવી શકે સમજો

  સોમવારના રોજ 1% થી વધુ ઘટાડા પછી સ્પોટ સોનું 0.2 ટકા ઘટીને $1,774.79 પ્રતિ ઔંસ થયું હતું. યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.5 ટકા ઘટીને $1,789.7 પર સેટલ થયો હતો.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Indian Stock Market, Nifty 50, Stock market

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन