Home /News /business /

Stock Market : માર્કેટ રિકવરી મોડમાં, Sensex 1534 ઉપર, Nifty પણ ગ્રીન નિશાન સાથે બંધ

Stock Market : માર્કેટ રિકવરી મોડમાં, Sensex 1534 ઉપર, Nifty પણ ગ્રીન નિશાન સાથે બંધ

માર્કેટ રિકવરી મોડમાં, Sensex 1534 ઉપર, Nifty પણ ગ્રીન નિશાન સાથે બંધ

Stock Market Update: ટ્રેડિંગના અંતે સેન્સેક્સ (Sensex) 1,534.16 પોઈન્ટ અથવા 2.91 ટકા વધીને 54,326.39 પર બંધ થયો હતો. બીજી તરફ, નિફ્ટી (Nifty) 456.80 પોઈન્ટ અથવા 2.89 ટકા વધીને 16,266.20 પર બંધ રહ્યો હતો.

    Stock Market Update: સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું. BSEનો 30 શેરો ધરાવતો Sensex Index 773 પોઈન્ટ અથવા 1.46 ટકાના ઉછાળા સાથે 53,565 પર ટ્રેડિંગ શરૂ કર્યું હતું, જ્યારે NSEનો નિફ્ટી ઈન્ડેક્સ (Nifty Index) 240 પોઈન્ટ અથવા 1.52 ટકાના ઉછાળા સાથે 16,050 પર ખુલ્યો હતો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 1,534.16 પોઈન્ટ્સ અથવા 2.91 ટકાના વધારા સાથે 54,326.39 પર બંધ રહ્યો હતો. બીજી તરફ, નિફ્ટી 456.80 પોઈન્ટ અથવા 2.89 ટકા વધીને 16,266.20 પર બંધ રહ્યો હતો.

    ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, જેએસડબ્લ્યુ સ્ટીલ, નેસ્લે ઈન્ડિયા અને ટાટા મોટર્સ ગુરુવારના વેપારમાં નિફ્ટીમાં ટોચના ગેનર હતા. જ્યારે શ્રી સિમેન્ટ અને યુપીએલ નિફ્ટીના ટોપ લૂઝર (Top Looser) હતા.

    આ પણ વાંચો: Prudent corporate Advisory 5% પ્રીમિયમ પર થઇ લીસ્ટ, 660 પર ખુલ્યા શેર

    ગુરુવારે લાલ નિશાન પર બંધ થયું હતું બજાર


    અગાઉ, ગુરુવારે ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 1,416.30 પોઈન્ટ્સ અથવા 2.61 ટકાના ઘટાડા સાથે 52,792.23 પર બંધ થયો હતો. બીજી તરફ, નિફ્ટી 430.90 પોઈન્ટ અથવા 2.65 ટકાના ઘટાડા સાથે 15,809.40 પર બંધ રહ્યો હતો.

    LICના શેરમાં નવી નીચી સપાટી આવી છે


    જીવન વીમા નિગમનો IPO પણ આખરે ફ્લોપ સાબિત થયો અને રોકાણકારોને નિરાશ કર્યા. માત્ર 4 દિવસમાં તેનો સ્ટોક રૂ. 918.95ના સર્વોચ્ચ સ્તરથી 10 ટકા તૂટી ગયો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર 872 રૂપિયામાં ખુલેલ આ શેર આજે 825 રૂપિયાની નીચી સપાટીએ પહોંચ્યો હતો.

    કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) ના વાર્ષિક કાર્યક્રમમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે બજારમાં કાર્ટેલાઈઝેશન ચિંતાનો વિષય છે અને તેનો સામનો કરવો ખૂબ જ પડકારજનક રહેશે.

    આ પણ વાંચો: Important News : ATMમાંથી રોકડ ઉપાડવાની પદ્ધતિ બદલાઇ, જાણી લો RBIનો નવો નિયમ

    અમેરિકા અને બ્રિટન ભારત કરતાં વધુ મોંઘવારીનો સામનો કરી રહ્યા છે


    ભારત એકમાત્ર એવો દેશ નથી જે મોંઘવારીથી પીડિત છે, પરંતુ યુએસ, યુકે જેવા દેશોના લોકો રિટેલ ફુગાવાથી વધુ ચિંતિત છે. એપ્રિલ મહિનામાં બ્રિટનમાં છૂટક ફુગાવો 9 ટકા પર પહોંચી ગયો છે. આ દર 1982 પછી સૌથી વધુ છે. એપ્રિલમાં યુએસમાં છૂટક ફુગાવો 8.3 ટકા હતો. જોકે, માર્ચના 8.5 ટકાના મોંઘવારી દર કરતાં આ ઓછો છે. આ હોવા છતાં, તે હજુ પણ 40 વર્ષના ઉચ્ચતમ સ્તર પર છે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: BSE, NSE, Share market, નિફ્ટી, સેન્સેક્સ

    આગામી સમાચાર