Home /News /business /

Stock Market : આજે ફરી પોઝિટીવ મૂડમાં હશે બજાર, જાણો કયા ફેક્ટર કરશે અસર

Stock Market : આજે ફરી પોઝિટીવ મૂડમાં હશે બજાર, જાણો કયા ફેક્ટર કરશે અસર

ભારતીય શેરબજાર

અમેરિકી શેરબજાર પણ હવે સંભવિત મંદીના ભય અને વ્યાજદરમાં વધારો કરવાના દબાણમાંથી રિકવર થઈ રહ્યું છે. છેલ્લા બે સત્રોમાં સતત વધારો થયો હતો અને રોકાણકારોનો વિશ્વાસ પણ પાછો આવી રહ્યો છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ મુખ્ય યુએસ શેરબજારમાં સમાવિષ્ટ NASDAQ પર 2.28 ટકાનો મજબૂત વધારો જોવા મળ્યો હતો.

વધુ જુઓ ...
    છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ (Sensex) 427 પોઈન્ટ વધીને 54,178 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી (Nifty) 143 પોઈન્ટ વધીને 16,133 પર પહોંચ્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે આજે પણ બજારમાં તેજીનું વલણ રહેશે. વૈશ્વિક બજારમાં પણ પાછલા સત્રમાં વધારો જોવા મળ્યો હતો, જેની અસર આજે સ્થાનિક રોકાણકારોના સેન્ટિમેન્ટ પર થશે. છેલ્લા બે સત્રમાં સેન્સેક્સમાં 1,040 પોઈન્ટનો વધારો થયો છે.

    આજે આ શેર્સ પર રહેશે રોકાણકારોની નજર


    Tata Consultancy Services Ltd
    Metals and Minerals Trading Corporation of India Ltd
    Adani Ports and Special Economic Zone Ltd
    Tata Motors Ltd
    Vedanta Ltd
    Tata Power Company Ltd
    Shriram City Union Finance Ltd
    Power Grid Corporation of India Ltd
    Hindustan Zinc Ltd
    Piramal Enterprises Ltd
    Dr Reddy’s Laboratories Ltd

    યુએસ અને યુરોપિયન બજારો


    અમેરિકી શેરબજાર પણ હવે સંભવિત મંદીના ભય અને વ્યાજદરમાં વધારો કરવાના દબાણમાંથી રિકવર થઈ રહ્યું છે. છેલ્લા બે સત્રોમાં સતત વધારો થયો હતો અને રોકાણકારોનો વિશ્વાસ પણ પાછો આવી રહ્યો છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ મુખ્ય યુએસ શેરબજારમાં સમાવિષ્ટ NASDAQ પર 2.28 ટકાનો મજબૂત વધારો જોવા મળ્યો હતો. તેની અસર યુરોપિયન બજારોના સેન્ટિમેન્ટ પર પણ જોવા મળી હતી.

    આ પણ વાંચો -ક્રૂડ ઓઈલ ફરી 4 ડોલર મોંઘુ, જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

    યુરોપમાં પણ છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન તમામ મુખ્ય શેરબજારોમાં ઉછાળો જોવા મળ્યો છે. યુરોપના ટોચના શેરબજારમાં સમાવિષ્ટ જર્મનીનું એક્સચેન્જ છેલ્લા સત્રમાં 1.97 ટકાના મોટા વધારા સાથે બંધ થયું હતું. આ સિવાય ફ્રાન્સના શેરબજારમાં 1.60 અને લંડન સ્ટોક એક્સચેન્જમાં 1.14 ટકાનો મજબૂત વધારો જોવા મળ્યો હતો.

    આ પણ વાંચો -વિદેશ જતા વિદ્યાર્થીઓને શા માટે વિદેશી મુસાફરી વીમા કવરની જરૂર છે?

    એશિયાના મોટાભાગના શેરબજારોમાં આજે સવારે તેજી દેખાઈ રહી છે અને લીલા નિશાન પર ટ્રેડિંગ થઈ રહ્યું છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ 0.85 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે જાપાનનો નિક્કી 1.02 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. તાઈવાનના માર્કેટમાં 0.99 ટકા અને દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 1.32 ટકાની મજબૂત રેલી છે. આજના કારોબારમાં પણ ચીનના શાંઘાઈ કમ્પોઝિટમાં 0.06 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Indian Stock Market, Share bazar

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन